• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

ભાઇશ્રીનું બાળપણ

 

ભાઇશ્રી કિશોરભાઇના કુટુંબીયોને સાત પેઢીઓથી દુઃખ વેઠવુ પડયુ છે. ભાઇશ્રીના માતા પિતાની પ્રખર ભકિતના કારણે તેઓને માતાજી પ્રસન્ન થઇ છેલ્લા સંતાન તરીકે કિશોર બાળ પ્રાપ્ત થયા અને તે દિવસ હતો સોમવાર તારીખ : ૨૩.૦૫.૧૯૭૭ જ્યારે ભાઇશ્રી ધરતી પર અવતર્યા ત્યારે કોઇ નવાઇ વાત ન હતી. પહેલાય તેમના માતૃશ્રી મંગુબેન અને પિતાશ્રી રમણભાઇ શંકરભાઇ પંચાલને ત્રણ પુત્રો અને એક પુત્રી હતી. તેઓ પરોલી ગામના પંચાલ ફળિયામાં રહેતા. તેઓની સાથે તેઓના સંતાનો પ્રથમ શ્રી અશ્વિનકુમાર, દ્વિતીય શ્રી ગુણવંતભાઇ, તૃતીય શ્રી વિક્રમભાઇ (જીતુભાઇ) અને બહેન ભારતીબેન તેમજ કનિષ્ઠ (નાના) સ્વયં ભાઇ શ્રી કિશોર.

રમણભાઇ પંચાલની પરિસ્થિતિ નાજુક, ગરીબ, તેઓ ખેતી કરતા પણ કુટુંબ મોટં અને મોંઘાઇના કારણે જીવન નિર્વાહ ઠીકઠાક થઇ શકતો ન હતો. તેથી જ સાથે લુહાર કામ પણ કરતા. આવા સંજોગોમાં પરિક્ષા થાય. બહુ જ અવહેલના, કષ્ટ, સંકટ અને પીડા સહેવી પડે છે. જ્યારે શ્રી કિશોરભાઇની શિક્ષણ પ્રણાલી શરૂ થઇ ત્યારે પિતા શ્રી રમણભાઇ માંદા રહેતા તેમજ માતૃશ્રી મંગુબેનને પણ માંદગી સહેવી પડતી હતી. તેઓ પણ બિમાર રહેતા. જ્યારે ભાઇશ્રી ૮ વર્ષના હતા ત્યારે તેઓને બહુ જ મોટો આઘાત વેઠવો પડયો. તેઓના પિતાશ્રી રમણભાઇનું તારીખ ૦૨/૦૩/૧૯૮૫ ના રોજ અવસાન થયું અને તેઓના જીવનમાં અંધારૂ છવાઇ ગયું. કોઇ કૌટુંબિક, પારિવારીક કે સાંબધિક સહાયતા, દિલાસો કે સહાનુભૂતિ મળી નહી. જીવન ભટકવા સમાન થઇ ગયું. પણ સમય વિધાતા છે. સમય જ સજીવોને સુખ—દુઃખ આપે છે. આ આ પ્રાકૃતિક તત્વ છે. માણસને ગમે એટલું દુઃખ હોય તે માણસ સમય સાથે છોડતા જાય છે અને સામાન્ય જીવન જીવવાનો સંકલ્પ રાખી દુઃખ સુખ સાથે જીવે છે. પિતાશ્રી રમણભાઇ પંચાલ સ્વર્ગસ્થ થયા બાદ આવી ગરીબાઇ પરિસ્થિતિની જવાબદારી મોટાભાઇ શ્રી અશ્વિનભાઇના શીરે આવી. આવી પરિસ્થિતિમાં મોટાભાઇ અશ્વિનકુમારે એરાલ ગામે ધંધો શરૂ કર્યો કારણ કે પરોલીમંા ધંધા બરાબર ચાલતા ન હતા ત્યારે ગુણવંતભાઇ અને વિક્રમભાઇ (જીતભાઇ) ભણતા હતા તેમજ તેઓ નાના મોટા ધંધા કરી લેતા અને ફેરીનો ધંધો કરી ઘર ખર્ચ તરીકે મદદરૂપી થતા. માતૃશ્રી મંગુબેનના માંદગીના કારણે આવી ગરીબાઇમાં સવારે ભાઇશ્રી કિશોર ઘરકામમાં મદદ કરતા. ૧૧ વાગે એરાલ ગામે જઇ મોટાભાઇને ટિફીન આપી પાછા સ્કુલમાં ભણવા જતા. વળી સાંજે સ્કુલેથી પાછા આવી ઘરકામ કરતા હતા. આવામાં જ એક મોટો આઘાત સર્જાયો. ભાઇશ્રીના મોટાભાઇ શ્રી અશ્વિનભાઇ પંચાલને અકસ્માત નડયો અને મૃત્યુ પામ્યા. ઓ! કેટલુ દુઃખદ! સંકટનો વાયરો રોકાયો જ નહિ ત્યારે શ્રી કિશોરભાઇ ધોરણ : ૭ માં અભ્યાસ કરતાં હતાં. તેઓ સૌ બધા સદ્‌ગુણી માતાપિતાના સંતાન હતા. તેઓ પાસે સહનશીલતા હતી. તેઓ ધિરજવાન હતા. તેઓએ ધૈર્ય ગુમાવ્યુ નહી. ભાઇશ્રીના મોટાભાઇ ગુણવંતભાઇ અને જીતુભાઇ વડોદરા નોકરી કરવા જતા રહ્યા. હવે ઘરની સઘળી જવાબદારી ભાઇશ્રી પર. તે સમય તેઓની માતાની પ્રકૃતિ ગંભીર રહેતી. માતાના કપડા, ઘર સફાઇ, ઘરકામ તેઓ સ્વયં કરવા લાગ્યા. તેઓના ઢોરોન ચારાપૂજાની વ્યવસ્થા કરતાં. બચપણથી જ તેઓના માથે જવાબદારી આવી જતા તેઓ પૂર્ણપણે પાર પાડી લેતા. ઉપરાંત સ્કુલે જતા. રજાના દિવસે બીજાને ત્યાં ખેતરમાં મજૂરી કરતા હતા. આવી રીતે બચપનમાં જ તેઓના જીવનમાં રકાસ આવ્યો પણ સમય પહેલા અને નસીબથી વધારે કોઇને કશું મળતુ નથી. ભાઇશ્રી બાલ્યાવસ્થાથી જ મેઘાવી બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. તેઓ સાદા, પવિત્ર અને પરોપકારી બાળક હતા. સાદાઇ, પવિત્રતા અને પરોપકારથી જ સાચી શાંતિ મળે છે. આ બે પારિવારિક આઘાત સર્જાયા છતાં તેઓનું માતાજી પ્રત્યેની આસ્થાનું ખંડન થયું નહી. તમામ સ્વરૂપોના કામ કરવા છતાં તેઓએ કદી પણ માતાજીની ભકિતમાં આંચ આવવા દીધી નહી. તેઓએ માતાજીની નવધા ભકિત શરૂ જ રાખી. ભાઇશ્રીને જ્યારે ભૂખની લાગણી થાય ત્યારે માઁ ભકિત થી જ પેટ પૂજા થઇ જતી. જીવનમાં ભુખ હોય તો નસીબદાર, ભુખ અને રોટલો હોય તો અતિ નસીબદાર પણ રોટલો હોય અને ભુખ ન હોયતો કમનસીબદાર. ભાઇશ્રીના મતે તેઓ અતિ નસીબદાર હતા. કારણ કે તેઓને ભુખ લાગતી તો મૉં સ્વરૂપ ભકિતનો રોટલો આરોગી લેતા. થાક લાગે તો તેઓ માઁનો જપ—તપ કરી થાક ઉતારી લેતાં. મનને ઉચિત કામ કરી સુવિચારોની આદત પડી ગઇ હોય તો તેની જાતે જ ઉચિત ક્રિયા ઘડે છે. ભાઇશ્રી પાસે હકારાત્મક સુવિચારોની આદત પડી ગઇ હોય તો તેની જાતે જ ઉચિત ક્રિયા ઘડે છે. ભાઇશ્રી પાસે હકારાત્મક સુવિચારોનું મન હતું. તેથી જ સારી કાર્યપ્રણાલીમાં પ્રવૃત્ત રહેતા. જે વિચાર જીવનમાં તૃપ્તિ લાવે છે, સમાધાન લાવે, ધન્યતા લાવે, પ્રસન્નતા લાવે તેને સરસ્વતી કહેવાય છે તેમજ તેઓ પાસે કોશિષ અને પ્રયત્નના સદ્‌ગુણેા હતા. જે વ્યકિત પાસે કોશિષ છે, પ્રયત્ન છે તેની પાસે બધુ જ હોય. તેઓ સ્વાશ્રયી અને સંયમી હતા કે જેને આપણે ચરિત્રના બે ફેફસા કહીએ છીએ. તેઓ શકિતશાળી હોવા છતાં નિર્બળતાન વાતો સહન કરી લેતા. તેથી જ તેઓ ક્ષમાશીલ હતા. ભાઇશ્રી એ તમામ મનોકામના, ઇરાદા અને અપેક્ષા છોડી દીધી અને માઁ પ્રત્યે આત્મસંતુષ્ટ અને ધન્યતાનો ભાવ લઇ જીવ્યા. તેથી જ તેઓ આજે મહામાનવ તરીકે ઓળખાય છે.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો