• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

દુઃખીયાઓનું પરિણામ

આ અનોખી વાત છે કે "પરિણામ" એટલે શું? જેવી રીતે ભણતરમાં પરિક્ષા થાય છે તેવી રીતે માઁ ના દરબારમાં પરીક્ષા નહી પણ અગ્નિ પરીક્ષા થાય છે. દર રવિવારે ૪૦૦૦ થી ૫૦૦૦ લોકો વચ્ચે ૩૦૦ થી ૪૦૦ લોકોની માઁ મેલડીના ધામે પરીક્ષા થાય છે અને તે પરીક્ષા લે છે સ્વયં ભાઇશ્રી, દૈવી સત્તાની આજ્ઞાથી, માઁ અવતાર ધારણ કરી આ પરીક્ષા બેઠકધારકની એક પછી એક વારાફરતી થાય છે. એક પછી એક ભકત માઁ ના ઉપાસક બની જ્યારે તેઓની સમસ્યા માઁ સમક્ષ રજુ કરે છે ત્યારે માઁ અચુક રીતે તેઓની સમસ્યા ઉકેલે છે અને તે માઁ ની માતૃભાષા કચ્છી અને સોરઠીમાં. જો કે આ ભાષા બેઠકધારક ભકતોની સમજ બહર હોય છે પણ ત્યાં તેજસ્વી કાર્યકર્તા માઁ એ ગોઠવેલ છે. તેઓ માઁ ના જાગર પ્રધાન તરીકે. તેઓ ભકતોને પોતાની ભાષામાં પરાવર્તન કરે છે. આવી અૌપચારિકતા પાર પાડી સચોટ માર્ગદર્શન કરે છે અને હર્ષભેરથી ભૂમિકા ભજવે છે અને આ લાચાર, ગરીબ, અપંગ અને દુઃખી આત્માઓ માટે તેઓની અવિરત સેવા ચાલે છે.

આપણા માઁ મેલડીની વાચા સાચી જ હોય છે. તેથી જ કોઇપણ ભકત કે ઉપાસકને આપેલ વચન કયારે પણ નિષ્ફળ જતુ નથી. આ સાક્ષાત માઁ સામે કોઇએ પણ દગો કે કપટ કર્યુ હોય તો માઁ તેને બેઠકમાંથી ઉઠાડી દે છે. માઁ સ્વરૂપ શ્રી કિશોરભાઇ અલગ અલગ સમસ્યાનો ઉકેલ અલગ—અલગ રીતે અને એક પળમાં જ ઉકેલી દે છે. તેથી જ આટલા બધા ભકતોની સમસ્યા એક દિવસમાં પાર પાડવાની પૂર્ણાહુતિ કરે છે. આ માદા ચૌદ બ્રહ્માંડથી ઉપર આભા મંડળથી પધારી શ્રી કિશોર ભગતના દેહમાં અવતાર્યા છે. તેઓ એક જ પળમાં હજારો ભકતોને પારખી ભેગા કરે છે અને યુગાંતર ચેતનાનો પ્રકાશ ફેલાવે છે. આવો ઉગતો સૂરજ અજ્ઞાનના તિમિરમાં પ્રકાશ નાંખી દિવ્ય જીવન આપે છે અને જીવન સાર્થક કરે છે.

જુદાજુદા ભકતો જુદીજુદી સમસ્યા લઇ આવે છે અને માતાજી તેવા દુઃખો સારે છે. માઁ ની વાણી સાંભળવા, કાન પર લેવા ભકતો માઁ ની બેઠકમાં પડાપડી કરે છે. બેઠકનો પ્રથમ કાર્યકાલ ૧૦/૧૧ વાગે આરંભ થાય છે અને સતત ૩ વાગ્યા સુધી ચાલુ રહે છે. માઁ એક એક ભકતની દુઃખદ ગાથા સાંભળી તેઓ પર મહેર કરે છે. માઁ ખુદ તેવા દુઃખ પચાવે છે અને ભકતો માઁ પાસે અપાર ખુશી પ્રાપ્ત કરી લે છે. જ્યારે ભકતો પોતાનું દુઃખ માઁ પાસે વ્યકત કરે છે ત્યારે માતાજી તેઓએ શું કરવું જોઇએ તેમ બોધ આપે છે. તેવા બોધ માઁ કચ્છી ભાષામાં પ્રગટ કરે છે અને માઁ એ પ્રગટ કરેલી ભાષાને ત્યાંના એક જાગર ચોપડામાં નોંધે છે અને અન્ય તેઓને રૂપાંતરિત કરી સમજાવે છે. બેઠક સ્થિત માઁ ના ચોપડામાં નોંધાયેલ નામ સહિત માઁ નું વચન એટલે ભકતો એ પુછેલ પ્રશ્નનો જવાબ મધ્યાતરમાં ૩ વાગે અથવા ૧૦૦ ભકતોની બેઠકની પૂર્ણાહૂતિ બાદ ગ્રહણ કરે તેને "પરિણામ" કહેવાય છે. આ પરિણામ મઢના બીજા માળાએ કે મંદિરના ઉપરના માળાએ ક્રમવાર અપાય છે અને ભકતો માટે બધી જ અૌપચારિકતા પુરી પાડે છે અને જાગર ભાઇ માઁ નું વચન પાળવા ભકતોને પ્રેરે છે.

આ પરિણામ સાત્વીક જીવન માટે છે. દુઃખીયાના દુઃખ દૂર કરવા માટે છે. શારીરિક ખામી ધરાવતા વ્યકિતને ઉર્જા પે્રરણા માટે છે. એક સામાન્ય પુરૂષને મહાપુરૂષ કે સદ્‌પુરૂષ બનાવવા માટે છે. માનવી જીવનયાત્રા પ્રગતિના શિખરે પ્રયાણ કરવા માટે છે. નિઃસંતાનોને સંતાન પ્રાપ્ત કરવા માટે છે. આ પરિણામમાં માતાજીએ વચન આપેલ હોય જે જે ભકતોના ગમે તેવા દુઃખ હોય તે માતાજીની વાચા પ્રમાણે દૂર થવાની જ છે.. આ તો માઁ મેલડીની નિવારણ પધ્ધતિ છે. પણ માઁ એ આપેલ ઉપદેશક વચન પાળવું જોઇએ, માઁ ની ભકિત કરવી જોઇએ તેમજ માઁ પર અપાર શ્રધ્ધા રાખવી અનિવાર્ય છે. તેઓની સિદ્ધિ પ્રાપ્ત થાય તે માટે ભકિતભાવનું સિંચન કરવા માઁ ના દરબારે દર રવિવારે આવવુ પડે છે. (અમુક રવિવારો સુધી) આવુ બધુ કરશો તો આપની જીવન નૈયા તો ભવસાગર પાર કરશે, આમાં કાંઇ સંદેહ નથી.

માઁ તો ભલભલાનું દુઃખ સારે છે. સમૃદ્ધિ—સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. પણ કયારે? માઁ ના વચન પરાયણથી કહેલ પથ પર ચાલવાથી માઁ ને બાધારૂપી કશું જોઇએ નહી. માઁ ન બકરાનો કે અન્ય કોઇ મુંગા પ્રાણીનો બાધા સ્વરૂપે વધ લે છે. માઁ એ તો આ બાબતનો અતિ વિરોધ છે અને અન્ય વિધિની આહુત કરવા પણ દબાણ કરતા નથી. માઁ કયારે પણ ભકતો પાસે પૈસા, ધન, દોલત કે દ્રવ્ય માટે પ્રસ્તાવ મુકતા નથી. માઁ ધરતી પર આવી ફકત એક જ અવિરત કાર્ય કરે છે તે છે ધરતી પરના ભકતોનું સુખી જીવન. તેથી જ માઁ કશાની અપેક્ષા રાખતા નથી, અપેક્ષા છે તો માઁ ની ભકિત, માઁ ના ધામે આવી માઁ ની પુજા પાઠ, શ્લોકમંત્રો, માળા જપ અને માઁ પરની અપાર શ્રધ્ધા.

માઁ મેલડીના પવિત્ર તીર્થે સંસારના બધા દુઃખીયારાઓ દુઃખનો બોજ લઇ આવે છે અને માઁ મેલડી તેઓના દુઃખોનો બોજ હળવો કરી તેઓને બુદ્બિ શકિત પ્રદાન કરે છે. દુઃખીયા રડતા આવે છે. તેઓ ગંગા જમુનાની આશ્રુધારાઓમાં માઁ ના મઢમાં વહેડાવે છે તે જોઇ કરૂણારૂપી માઁ તેઓની દુઃખની અશ્રુધારાઓ સુખના મહાસાગરમાં પરાવર્તીત કરી અખુટ અને અપાર ખુશી આપે છે.

માઁ ની બેઠક ભકતો માટે અગ્નિ પરીક્ષા સમાન છે. સુકર્મના મહાફળ માઁ આપે છે અને દુષ્કર્મ ભોગની માઁ પૂર્ણાહૂતિ કરે છે. માઁ તેઓના ભકતોને પરિણામમાં સદાચારીની શીખામણ આપે છે. તેઓની અંધકાર અને અજ્ઞાનની દ્દષ્ટિ પટ્ટી ખોલી પ્રકાશ અને જ્ઞાનનો દીપ પ્રગટ કરી તેઓને સંસ્કારી બનાવે અને સરળતાના માર્ગે જવા પ્રેરે છે.

અગ્નિપરીક્ષાનો "પરિણામ" દર રવિવારે બે વાર થાય છે. ભાઇશ્રીએ દર રવિવારે વધારેમાં વધારે ભકતોનું દુઃખ સારવા અજોડ શકિત પ્રાપ્ત કરી છે. તેથી જ મધ્યાંતર પછી એટલે ૪ વાગ્યાથી ફરી એકવાર બેઠક થાય છે અને બાકીની અૌપચારીકતા સરખી જ હોય છે. સત્ય કસોટીનો પરિણામ સાંભળી, અચળ—એકનિષ્ઠ શ્રધ્ધાળુઓ, ઉપાસકો અને પરિજનો માઁ ના પ્રતાપ વિશે પૂર્ણ જગતના સંદેશા ફેલાવી મેલડી માઁ ના જયજયકાર કરે છે.

"જય માતાજી"

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો