• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

માઁ મેલડી ના દરબારમાં

આ પવિત્ર ધામ સર્વધર્મસમભાવની આધારશીલા છે. આ દરબારમાં સત્યની કસોટી થાય છે અને અસત્યનું રહસ્ય બહાર પડે છે. આ વાસ્તવિકતા પ્રકટ કરવાનું આદ્યાત્મિક કેન્દ્ર છે. અહીં સત્ય અને સત્યનું પ્રતિબિંબ જોવા મળે છે. દિવ્ય શકિત ધરાવતા માઁ સ્વરૂપ શ્રી કિશોરભાઇની સમક્ષ આવતા પહેલા ભકતજનોએ સવારમાં આવી સૌ પ્રથમ માતાજીની બેઠકના સ્થાન માટે નામ નોંધાવુ પડે છે. જો માઁ સમક્ષ તેઓની સમસ્યા માઁ પાસે રજૂ કરવી હોય તો. જો કે અહીં તમામ ભકતો સ્વખુશીથી માઁ ના દર્શનાર્થે પણ આવે છે. ઘણા ભકતો માઁ ના વચન પાળવા તેમજ ભકિતભાવનું સિંચન કરવા આવે છે તેમજ ઘણા ભકતો છે કે જે અગાઉ માતાજીની બેઠક માટે સ્થાન પામી માઁ ની વાણી સાંભળવા આવે છે. નવા નવા ભકતો આવે, જો તેઓને તેમનુ દુઃખ માઁ પાસે રજૂ કરવું હોય તો નામ નોંધવું અનિવાર્ય છે. આ ભકતો માટે ટિકિટ સ્વરૂપમાં નંબર આપવામાં આવે છે અને જરૂર પડે તો તેઓનું દુઃખ માતાજી સમક્ષ રજૂ કરતા પહેલા ચોપડામાં નોંધાય છે.અમુક બિનગુજરાતીઓને ભાષા રજૂ કરવા નડતર થાય છે. કારણ કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તમામ રાજ્યોમાંથી લોકો અહીં આવે છે.

માઁ મેલડીના દરબારે કયારે પણ અન્યાય થતો નથી. કારણ કે ભાઇશ્રી ઐ તેજસ્વી કાર્યકરો રાખી દરેક ભકતજનોની વ્યવસ્થા કરી છે. માતાજીની બેઠક માટે દૂરદૂરના ભકતો આ ન્યાયના દરબારમાં આવે છે. તેઓ બેઠકમાં સ્થાન પામવા અને માઁ સમક્ષ પોતાની સમસ્યા હલ કરવા નામ નોંધે છે. આમાં અલગઅલગ પ્રકારના દુઃખીયા, અપંગ, શારીરિક ખામી, માનસિક વ્યાધિ, ભૂત—ચુડેલના લપેટમાં આવેલ, પાપી, શંકાનિષ્ઠ, રકાસ જીવનથી વ્યતિત થયેલ, મૃત્યુના આરે આવેલ, વિકૃત વિચારધારાવાળા તેમજ કુરિવાજવાળી પ્રજા આવે છે. માઁ ના દરબાર જાતિ કે ઉંચનીચનો ભેદભાવ નથી, બધા જ માતાજીના સંતાન છે.

ભાઇશ્રી ગુજરાતી છે. સામાન્ય વ્યકિત પ્રમાણે તેઓ ગુજરાતીમાં જ વાતચીત કરે છે પણ માતાજીના પ્રાગટ્‌ય પછી કચ્છી, સોરઠી તેમજ હિન્દી ભાષામાં જ વાતચીત કરે છે. કારણ કે માઁ રણપ્રદેશ—કચ્છના તપોભૂમિ કચ્છધરાની છે. તેથી જ માઁ મેલડી કચ્છી ભાષામાં વિવરણ કરે છે તેમજ સોરઠી સંભળાવે છે. પણ સમસ્યા છે ભકતજનોને. કારણ કે આ ભાષા તેઓની સમજ બહાર હોય છે. તેથી જ માતાજીએ જાગર રાખે છે. આ જાગર માતાજીના પ્રધાન તરીકે નિમાયા છે. તે પણ હંમેશા માતાજીના સાંનિધ્યમાં રહે છે અને કચ્છ—સોરઠી ભાષાસમજી સુલભ અને સરળ ગુજરાતી ભાષામાં રૂપાંતર કરી બેઠકધારીને સમજાવે છે. ઉપરાંત અહીં એક નિયમ છે. અંગ્રેજી ભાષાનો પ્રયોગ માઁ સમક્ષ કરવામાં આવતો નથી. માઁ સમક્ષ દુઃખ રજૂ કરવું હોય તો મહદ્‌અંશે શુધ્ધ ગુજરાતી ભાષામાં જ કરવામાં આવે છે અને તે પહેલા માઁ ને "રામ—રામ કહેવું પડે છે અને માઁ તેઓને આશીર્વાદ રૂપે "રામ સે!" નો પ્રતિઉત્તર આપે છે. રામ અતિપ્રિય શબ્દ છે, શ્રી રામ, મર્યાદા આદર્શ છે. પછ માઁ તેઓની સમસ્યા હલ કરી વાસ્તવિકતાનો માર્ગ દર્શાવે છે.

માઁ રામ—રામ કહી અંતકરણથી સત્યાસત્ય, નીતિ—અનીતિ જનજાગૃતિ, સંસ્કારીક, વ્યવહારીક, સામાજીક અને સાત્વિક વિચારીધારાઓ પ્રગટ કરે છે. માતાજી એક પળમાં હજારો ભકતો એકઠા કરનારી છે, જે વ્યકિત માતાજી સમક્ષ હાજર હોય તેના વિશે માઁ અચુક અને સચોટ રીતે કહે છે. માઁ હંમેશા સત્ય સાથે જ રહે છે. કોઇએ પણ ભુલ કરી હોય તેના પર સત્યના પ્રકાશ નાંખે છે. માઁ ને બધી જ કૃતિઓ દ્રશ્યમાન થાય છે. તેથી જ ઉપરોકત બધી જ બાબત વિશે માઁ સ્પષ્ટપણે કહે છે. માઁ સૌ ભકતજનો, જાગર તથા સ્વયં સેવકો ઉચ્ચ વ્યકિતત્વ, મહામાનવ અને માર્ગદર્શકના પદસ્થાન ધરાવે છે. માઁ મેલડી ચૌદ બ્રહ્માંડથી દૂર આભા મંડળ દેવલોકથી ધરતી પર આવ્યા છે. તેઓને ધરતી માતાની બહુ જ કાળજી છે. તેઓ હંમેશા તેઓના ભકતો માટે અજોડ પ્રયત્ન કરે છે. માઁ ની વચન અમૃતની વાચા સાચી જ હોય છે. શૈક્ષણિક, વ્યવસાયિક, સામાજીક, તાંત્રિક, ઐતિહાસિક, ભૌગોલિક, ખેતીવાડી તેમજ અન્ય કોઇ પ્રણાલીઓ હોય તેમાં તેઓ સત્યનો પ્રકાશ નાંખે છે. માઁ કોઇપણ વિષમ પરિસ્થિતિમાં તેઓના ભકતજનોનું રકાસ જીવનને સુસંસ્કારીક બનાવે છે.

દિવ્ય પુરૂષ માઁ સ્વરૂપ શ્રી કિશોરભાઇ અને માઁ શ્રી રાજેશ્વરી મેલડીના સાંનિધ્યમાં આવી સર્વે ભકતો આત્મલાભ, આત્મજ્ઞાન અને આત્મસુખ પ્રાપ્ત કરે છે. આ ધામની ચિત્તરૂપ શકિત અને ચૈતન્ય રૂપ શકિતથી ભકતોની બુદ્ધિના ગુણોને વિજય પ્રાપ્ત થાય છે અને માઁ ના દરબારના પવિત્ર સદ્‌ગુણોની સુવાસ સર્વેે ભકતોને સ્પર્શે છે. તેથી જ ભકતો પ્રેમ, શાંતિ અને સમાધાન પ્રાપ્ત કરે છે અને આનંદ સ્વરૂપ ભાઇશ્રી તેમજ કરૂણારૂપી માતા સાથે અતુટ મુલાકાત થઇ જાય છે.

માઁ ના દરબારમાં નીતિ—અનીતિ, સત્યાસત્ય, સજ્જન—દુર્જન, દુઃખસુખ, ઉચ્ચનીચ, સતકર્મ—દુષ્કર્મ, સદ્‌ગુણ તેમજ અજ્ઞાન અને જડ માન્યતાઓના રહસ્યો ભાઇશ્રી માઁ નું દિવ્યસ્વરૂપ ધારણ કરી છતું કરે છે.

"જય માતાજી"

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો