• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

માઁ મેલડીના ધામે ભકતજનોની કસોટી

માઁ મેલડી સ્વરૂપ શ્રી કિશોરભાઇ વિશેની વાતો બધાના કાને પડી હશે. પણ જ્યાં સુધી પ્રજા તેઓની આંખ સમક્ષ જોઇ શકે નહિ ત્યાં સુધી તેઓ શંકાના શિકંજામાં હશે તેઓને વિશ્વાસ આવશે જ નહી પણ હકીકત એ છે કે માઁ નો અનેરો મહિમા અને ભાઇશ્રીની ચમત્કારી શકિત વિશે જાણવું હોય તો અજમાવી જુઓ. ભકતોશ્રી! માતાજીના દર્શન કરશો તો આપ સૌનું જીવન ધન્ય જશે. કારણ કે આ કોઇ સાધારણ, દગાબાજી કે અફવાની વાત નહી.માઁ ના દરબારમાં આવેલ કોઇપણ વ્યકિતને માઁ સાક્ષાત્કાર અને માઁના મહાન ઉપાસક, દૈવી સ્વરૂપ ભાઇ વિશે પુછશો તો તેઓના અનુભવ પ્રમાણે આત્મવિશ્વાસથી કહી માઁ અને ભાઇશ્રીના ગુણગાન ગાયા વગર રહેશે નહી. કારણ કે જે ભકતોએ માઁ ની પૂજા—અર્ચના કરી છે. માઁ પ્રત્યે નિષ્ઠા રાખી છે અને અંતઃકરણથી માઁનું સ્મરણ કર્યુ છે.તેઓને માઁ પાસે બધુ માંગી પ્રાપ્ત કરી લીધુ છે. આવી નોંધ માઁના ચોપડામાં છે.

માઁ સામે શ્રીમંત—ગરીબ, ઓફીસર, કામદાર, સામાજીક કાર્યકર કે કોઇ કલાકાર હોય માઁ ને બધા જ વહાલા છે. માઁ તેઓના ભકતોને હંમેશા નવી દિશાએ વળાવી સન્માર્ગના પથે જવા પ્રેરિત કરે છે. બેઠક સમય માઁ ના મહિમા ગવાયા બાદ માઁ મેલડી વિજળી સ્વરૂપ અતિશીઘ્રતાથી આંખમાંથી પ્રવેશી દિમાગમાં આવે છે અને પછી હ્રદયમાં સ્થિર થઇ જાય છે ત્યારે ભાઇશ્રીને શારીરિક અને માનસિક તીવ્ર વેદના સહેવી પડે છે. માઁ નું પ્રાગટ્‌ય પછી ભાઇશ્રીમાં વિરાટ શકિત આપે છે. આ ન્યાયના દરબારમાં વારાફરતી, નંબર પ્રમાણે એક પછી એક દુઃખી બેઠકધારક પોતાનું દુઃખ માઁ સમક્ષ રજૂ કરે છે. હવે દૈવી સ્વરૂપ ભાઇશ્રીનું સ્થાન માઁ મેલડીની ત્રિમૂર્તિ સામે હોય છે અને બધા દુઃખી બેઠક ધારકને તેઓ તેઓની પીઠ પાછળથી હકીકત પ્રગટાવે છે. અહીંની ખાસ એ વાત છે કે ભાઇશ્રી (માતાજી) ની પાછળ કોઇપણ વ્યકિત, બાળક, જુવાન સ્ત્રી—પુરૂષ, ઘરડી, પીડીત કે અપંગ હોય તેઓને તરત જ પારખી નાંખે છે અને તેઓની બધી કૃતિઓ માઁ ને દ્રશ્યમાન થાય છે. માઁ તેઓને હંમેશા "બેટા" સંબોધીને જ બોલશે.

માઁ ની બેઠક માં સંસારના ગમે તેવા પાપી કે વિકૃત વિચારધારાવાળી વ્યકિત હોય તેઓના કર્તુતોને માતાજી તરત જ પારખી નાંખે છે અને તેનો પડકાર કરી સ્વીકારી લે છે અને દુષ્કૃત્ય તેમજ દુષણ વિચારધારાઓ ત્યજવા ચેતે છે. તેઓમાં સદ્‌ભાવના નિર્માણ કરી તેઓને તેઓની શકિત અને યોગ્યતાના અનુરૂપે સરળ માર્ગ જવા પ્રેરિત કરે છે. સંસારમાં નાસ્તિક, તુચ્છ અને કપટી લોકોની ઉણપ નથી. તેઓ ભાઇનું સત્‌ જોવા બેઠકમાં આવે છે અને માતાજી સમક્ષ ખોટી સમસ્યા રજૂ કરે છે. પણ આપણા માતાજી અંતર્યામી છે. જે માતાએ પૃથ્વી પરના શકિતધારી રાક્ષસો નાશ કર્યો છે અને તેવા માતાનું પ્રાગટ્‌ય હોય તો આ નાસ્તિક તુચ્છોની માતાજી સમક્ષ શી કપરી પરિક્ષા? માતાજી તેઓને તાત્કાલિક સચોટ જવાબ તેઓનું કપટત્વ અને નાસ્તિકતા પારખી તેઓને સુસંસ્કારિત બનાવે છે. આવી વિષમ પરિસ્થિતિમાં આવા સંસારના, કપટી, તુચ્છ અને નાસ્તિકો માઁ ના શરણે આવે છે અને માઁ ના દરબારમાં આવી માઁ ના ચરણે મસ્તક ટેકે છે અને સાત્વીક જીવન જીવવા મહાસંકલ્પ રાખે છે.

કાંઇ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા અહમશીલ હોય. બે ચાર ચોપડીઓ વાંચી કે ભણીને પોતાને જ્ઞાની સમજી લે છે. પોતે જ કાઇ મહારથ હાંસલ કરી લીધો હોય તેવું સમજે છે. તેઓ પાસે શ્રધ્ધા હોતી નથી. પણ જે વ્યકિત પાસે શ્રધ્ધા અને વિશ્વાસ હોતા નથી તે ચરિત્ર્યહીન હોય છે. ચરિત્ર્યહીન વ્યકિત ગમે તેટલી ભણેલી હોય તેમ પણ તે પશુ કરતા ભયંકર હોય છે. આવી વ્યકિતને પણ માઁ ચારિત્ર્ય—વ્યવહાર નો બાધ આપે છે.

અનુભવહીન વ્યકિત હંમેશા શંકાશીલ હોય છે અને સત્ય વાતમાં તેઓની માન્યતા ખોટી હોય પણ જ્યારે તેઓ દુઃખી થાય ત્યારે તેઓ દેવી, દેવતાઓને યાદ કરે છે અને અનુભવ લેવા માઁના દરબારે આવે છે. આપણા દેશમાં ભિન્ન—વિભિન્ન સંપ્રદાય, ધર્મના લોકો છે અને તેઓની દેવીદેવતાઓ પણ ભિન્ન છે. તેઓ તેઓની માન્યતા પ્રમાણે બીજા દેવી દેવતા પર શ્રધ્ધા રાખતા નથી. પણ ભકતો! ઇશ્વરની શકિત અમર્યાદિત છે, માત્ર આપણી શ્રધ્ધા ઓછી છે. God is One સબકા માલિક એક છે. God is Tree and we are Branches તેથી જ ભકતો જ્યાં સાક્ષાત્કાર થતો હોય ત્યાં પહુંચી જાવ અને શ્રધ્ધા એકઠી કરી નાંખો. શ્રધ્ધાનિષ્ઠ વ્યકિતને બધા જ દેવીદેવતાઓ એક સમાન લાગે છે. તેથી જ માઁ ના ધામે હિન્દુ, મુસ્લિમ, શીખ, ક્રિશ્ચિયન પ્રજા તેમજ અલગ અલગ પ્રાંતના ભકતો માઁ ના દરબારે માઁના ભવ્ય દર્શનાર્થે આવે છે. તેઓ માઁ પાસે બધુ છોડી સુખશાંતિનો ભંડારો લઇ જાય છે.

વહેમ કે શંકાશીલ વ્યકિતને સમાજનો મોટો પાપી કહે છે. આ પ્રકારની વ્યકિતના મગજમાં ભૂત સવાર હોય છે અને દરેક સત્યાસત્ય વિશે તેઓના મનમાં વહેમ રહે છે. બીજી મહત્વશીલ બાબત એ છે કે "વહેમ ની કંઇ દવા હોતી નથી" સત્યનું અસ્તિત્વ ખુટી જાય છે. તેથી જ તેઓની હાલત કફોડી થઇ જાય છે. તેઓ ડોકટર કે હાડવૈદ્ય પાસે જાય છે પણ તેઓને ત્યાં કયાં ઉકેલ મળશે? તેઓની બુધ્ધિ દિન પ્રતિદિન ભ્રષ્ટ થઇ જાય છે. મગજમાં વિકૃત વિચારોના તરંગો નિર્માણ થાય છે અને મહાસંકટોના વાદળોમાં ઘેરાઇ જાય છે. અલબત્ત આવી વિષમ પરિસ્થિતિમાં તેઓને ભકત બની માઁ મેલડીના ચરણે જવુ જ પડે છે અને ભાઇશ્રીની દૈવી શકિતની સાકાર પ્રતિમા સામે બેઠક સમયે તેઓની શંકા—કુશંકા દૂર થાય છે. કારણ કે આપણા ભાઇશ્રી સાક્ષાત મેલડી માતાનો અવતાર છે. તેઓને ધરતી પરની બધી જ કૃતિ અને ક્રિયા દ્રશ્યમાન થાય છે.

માઁ ના દરબારમાં ઘર વિનાનો, ધન વિનાનો, ભટકતો, ભમતો ધનપાલક, જુગારી, પીડીતો, શરાબી, બુધ્ધિશાળી, ગુણવાન, ચરિત્ર્યવાન બધી જ પ્રજાનું સંગઠન થાય છે. માઁ સમક્ષ જુદી જુદી સમસ્યા રજૂ કરે છે. માતાજી સમક્ષ જુદાજુદા ભકતો, વિચારધારા પણ જુદીજુદી પણ પ્રતિ ઉત્તર એક જ સત્ય, ન્યાય. તેથી જ ભકતો આપશે કહીશું "શ્રી રાજમાન રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતા સત્ય છે".

"જય માતાજી"

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો