• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

મંદિર વિશે

સનાતન કાળમાં માઁ મેલડી દરબાર ચલાવતા હતા. રાજગાદી સંભાળતા હતા. નીતિ—અનીતિ વ્યવહાર, જનજાગૃતિ માટે માઁ મેલડી રાજા બની કારભાર ચલાવતા હતા. કારણ કે સમાજમાં સ્પૃશ્ય—અસ્પૃશ્ય, તુચ્છતા, જાતિ ભેદભાવહતો. તેથી જ માઁ રાજગાદી પર વિરાજમાન થઇ ન્યાય આપતા. તે માટે પ્રધાન પણ રાખતા. તેથી જ આજે મેલડીમા ના દરબારે જાગર પ્રધાન તરીકે કાર્ય ભજાવે છે. જાગર આ કાળમાં સદ્‌પુરૂષ, દેવપુરૂષ તરીકે ગણાય છે. તેઓ સદાચારી હોય છે. તેઓ ભકિત અને યોગ્યતાના લાયક છે. તેઓનું યોગદાન અતિ મહત્વશીલ છે. તેથી જ માઁ મેલડી સ્વયં તેઓની સાથે જાગર રાખે છે.

આ પાવન ધામમાં તમામ કાર્ય પ્રવૃત્તિઓ માટે તેમજ આપોજનનું સંચાલન કરવા કોઇ કાર્યકારી કે નોકર રાખવાની જરૂર પડતી નથી. ખુદ માઁના ભકતો, જાગર અને સ્વયંસેવકો દરેક કાર્યમાં પ્રવૃત્ત રહે છે. વળી સેવાનો આધાર પૈસા નથી પણ હ્રદય અને ઇચ્છા હોય છે. અહીં તેઓ બહુ જ ઉમદા ભૂમિકા ભજવે છે. નિઃસ્વાર્થ ભાવથી સેવા આપે છે. દૂર—દૂરથી દર્શર્નાર્થે આવેલ દુઃખી અને અપંગો ભકતોની સહાયતા કરી માતા સ્વરૂપ કિશોરભાઇ પાસે લઇ આવે છે. સ્થળ—સ્થળોએ આ સ્વયંસેવકો માર્ગદર્શક તરીકે કાર્ય પરિપૂર્ણ કરે છે. પરોલી ધામના આધ્યાત્મિક ક્ષેત્રે સગવડતાની કાર્ય પ્રણાલી પુરતી પધ્ધપધ્ધતિસર છે. ઉપરાંત ભકતજનોને માઁની બેઠક માટે લાઇનમાં ઉભા રહી નામ નોંધવું પડે છે ત્યારે જ તેઓ માઁ સમક્ષ બેસવાનું સ્થાન પામી શકે અને માઁ પાસે તેઓની જીવનગાથા પ્રગટ કરી માઁ ના અમૃતવચનો ગ્રહણ કરી શકે. તે માટે પણ જાગર—સ્વયંસેવકો જ ઉપયોગી નિવડે છે.

બેઠક પૂર્વે આયોજનમાં બધા જ ભકતો માતાજી સમક્ષ આવનાર બેઠખધારી શ્રધ્ધાળુઓ, સંસારના દુઃખી આત્માઓ, શારીરિક—માનસિક પીડીતો તેમજ પરિજનો સ્વયંસેવકના મદદથી કતારમાં ઉભા રહી એક પછી એક પ્રવેશી માઁ ની બેઠક માટે પધારે છે. માતાજીના આદેશ મુજબ દરેક માટે નિયમો સરખો છે. આ આદ્યાત્મિક પાવનધામમાં ઉચ્ચ—નીચ, જાતિભેદ, ગરીબ—શ્રીમંત સગાસંબંધીનો ભેદભાવ નથી. ફકત મઢના નિયમ પ્રમાણે માઁના ભકતો થઇ પધારે છે.દરેક વ્યકિત આ નિયમોનું આચરણ કરે છે.

આ ઉર્જાપ્રેરિત બેઠક માટે સેંકડો ભકતો માઁ ના સાનિધ્યમાં આવે છે. હવે દૈવી સ્વરૂપ ભાઇશ્રીના સાક્ષાત્કાર થવાના છે. તેથી જ માઁ ના જાગર માતાજીના પ્રાગટય વિશેની, બેઠક અને અન્ય કાર્યક્રમ વિશે ભકતોને સમજાવે છે. કારણ કે દર રવિવારે નવા નવા ભકતો આવે છે કે જે આપણા દયા રૂપી માઁ અને તેઓનું મહાત્મ્ય વિશે અજાણ હોય છે. ફરી એકવાર માઁ મેલડીને રીઝવવા ભજન સંગીતના કાર્યક્રમો હોય છે. ભાઇશ્રીનું ત્રિમૂર્તિ સમક્ષ આગમન થાય તે પહેલા હજારો ભકતજનો ભજન તેમજ કરૂણારૂપી માઁ મેલડીના ગીતો ગાય છે. દર્શનાર્થે આવેલા બધા ભકતો નીચેના મંદિરમાં બેસે છે. ભકતજનોની સંખ્યા વધારે હોવાના કારણે ઉપરના મંદિરમાં પણ બેસે છે. ત્રિમૂતિ મંદિરની જમણી બાજુએ તમામ સંગીતના સાધનો છે અને સંગીતકાર ત્યાં જ બેસી ગાય છે તેમજ ગવડાવે છે. અત્યાર લગી મહદ્‌અંશે શ્રી મનોજભાઇ બારોટ અને તેઓની પત્ની શ્રીમતી લક્ષ્મીબેન બારોટ, દિનાબેન પટેલ, નવરંગભાઇ પંચાલ વિગેરે.. મધુર ગીતો ગાવા પ્રવૃત્ત થયા છે. તેઓના સ્વર—નાદ અને હ્રદયસ્પર્શી ગીતોથી ભકતજનો ઝુમી ઉઠે છે અને માતાજીની આંતરિક સદ્‌ભાવના જાગૃત કરી માઁ મેલડીને રિઝવે છે.

ભાઇશ્રી કિશોરભાઇ ત્રિમૂર્તિ સમક્ષ આવે ત્યારે તેઓ માતાજીના સ્વરૂપ પ્રમાણે પોતાના શ્રૃંગાર સજી પધારે છે. તેઓની પધારવાની ઝલક અનોખી છે. બહુ જ ઠાઠમાઠથી પધારે છે. જેવા કે તેઓના પગલાં મઢમાં પડે છે. તરત જ બધા શ્રધ્ધાનિષ્ઠો પ્રસન્નચિત્ત થઇ "શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતા કી જય" ના એક નાદ નારા લગાવે છે. આ સાથે તેઓ માઁ મેલડી સામે જાગર સાથે વિરાજમાન થાય છે. પછી ભાઇ શ્રી સ્વયં રામ—ભજન ગાય છે. કેમ કે માઁ ને શ્રી રામ બહુ જ વહાલા છે અને આદર્શ છે. ભાઇશ્રી માઁને રીઝવવા રામ—કૃષ્ણ અને શિવ મહિમા ગાય છે. ઉપરાંત કોઇ સદ્‌પુરૂષ, સંત, દેવીદેવતાઓનું સંગીતમય સત્સંગ કરે છે તેમજ કૃતિ કરવા પ્રેરે છે. કારણ કે શ્રધ્ધા તો આવશ્યક છે પણ શ્રધ્ધા સાથે કૃતિશીલતા પણ જરૂરી છે. પછી માઁ ને પ્રસન્નીત

ૐ અૈં હ્રીમ કિલમ નમોનમઃ મેલડી માતા નમો નમઃ ।
રાજ રાજેશ્વરી નમો નમઃ વિશ્વવ્યાપિની નમો નમઃ ।।

ઉપરોકત શ્લોક મધુર નાદે ગવાય છે. ઉપરાંત માઁ ના ભેળીયા ગવાય છે. પછી માઁ ના ગુણગાન માટે ગુજરાતી સુપ્રસિધ્ધ ગાયકો આવે છે. તેઓ બધા પણ માઁ ના ઉપાસકો છે. તેઓ એટલા હ્રદયસ્પર્શી માઁ ના ગીત ગાય છે કે ચારેય દિશામાં ભકતો ઝૂમી ઉઠે છે. કાંઇ વેળા તેઓને શાંત પાડવા જાગરની જરૂર પડે છે. તેઓ આવા ભકતો પર પવિત્ર જલનો છંટકાવ કરી બે—ત્રણ થાપા મારી શાંત કરે છે.

મ્માઁ ના પવિત્ર ત્રિમૂર્તિ મંદિરમાં સૌથી, અતિઉચ્ચ ભાવનાનો સાગર હિલોળો લેતો હોય તો આપણી માઁ મેલડીનું સાત્વિક ઢબ મુજબનું ગીત છે.

"મેલડી રમે મારી મેલડી રમે , પરોલી ધામમાં મેલડી રમે."

આ ગીત સૌને વિવશ કરી નાંખે છે. આ ગીતમાં ભાઇનો સાક્ષાત્કાર થાય છે. જાગર ગૃપ પણ રોમાંચીત થઇ જાય છે. તેઓમાં ડાક, મંજીરા અને ઝાલર જેવા વાદ્ય વગાડવાની અજાયબી શકિત આવી જાય છે. તેઓ સંગીત સાધના સાથે ભારે સહયોગ આપી માઁ ને ધૂણાવે છે. ભાઇશ્રીના ઉરમાં માઁ સાક્ષાત પ્રગટે છે અને માતાજી ભાઇના દેહાત્મામાં વિરાજમાન થઇ ગરબા રમે છે અને કેાંઇકવાર કચ્છી ઢબના ગરબા રમે છે. માતાજીના પ્રાગટ્‌યથી ભાઇશ્રીને શાંત પાડવા ભારે મુશ્કેલ થઇ જાય છે અને સ્વયં માતાજી વાચાથી જાગરને કહે છે "હાલવા દે!" એટલે ત્રિમૂર્તિ સામે ગરબા રમવાની જ્યાં સુધી ઝંખના છે ત્યાં સુધી માતાજી ગાયક—સંગીતકાર અને ભકતોને ભારે પ્રેરણા આપી ગવડાવે અને રમાડે છે ત્યારે બધા માતાજીને "ખમ્મા મારી માડી ખમા" કહે છે. આ શબ્દ માઁ માટે અતિ દર્શનીય અને વંદનીય છે. અમુક સમય આરતીની પ્રજ્વલીત જ્યોત માતાજી પ્રાશાન કરે છે. આ તો ખરેખર શકિત અને દિવ્યતાનું અનુરૂપ છે. ભકતજનો માતાજીના હર્ષભેર ગુણગાન ગાય છે ત્યારે આ દેવી જાગૃત આત્માને સૌ ભકતજનો, ઉપાસકો, ભાવલીનો અને પરિજનો જગદંબા (નવદુર્ગા) સ્વીકાર ચરણ સ્પર્શ વંદન કરે છે અને આ પારસમણીની સાકાર પ્રતિમાને "ખમ્મા માડી ખમ્મા" કહી શાંત કરે છે.

આ કરૂણારૂપી, જોગેશ્વરી માઁ તો ભાઇશ્રીના પંડે ૨૪ કલાક હાજર હોય છે. તેઓ ગમે ત્યારે માતાજીને પ્રગટાવે છે. માતાજી તેઅની નવધા ભકિત અને સાધનાથી અતિ પ્રસન્ન છે. આ બેઠક અનોખી તેમજ અતિ તેજોમય છે. જ્યારે સ્વયં કોઇ વ્યકિત માઁ ના પાવન ધામમાં પધારશે ત્યારે જ તેઅને માઁ સાક્ષાત્કારની સહાનુભૂતિ થશે. જ્યારે ખુદની દ્દષ્ટિ સમક્ષ નજર ચાંપશો ત્યારે જ તેઓનું મહાત્મ્ય વિશેનું વિસ્મયકારક દર્શન થશે. આવી માતાજીની બેઠક આ યુગમાં પ્રથમ વાર જ થઇ હોય આવુ કહેવામાં અતિશયોકિત નહી.

આવી અૌપચારીકતા દર રવિવારે થાય છે. માઁ નો મંગળવાર અને રવિવાર ખાસ મહિમાના દિવસો છે. પણ માતાજીની બેઠક રવિવારે જ થાય છે. ઘણા દુઃખી, અપંગ, ગરીબ, લાચાર, બેસહાય લોકો પોતાની અઘરી સમસ્યા લાવી માઁ ની બેઠકમાં ચંદક્ષણોમાં જ માઁ પાસે હલ કરી લે છે. અહીં માઁ ના પરચા ઘણા જ છે અને ત્રિમૂર્તિ પ્રતિમા સામે વિરાજમાન થઇ પ્રચંડ શકિત સર્જન કરે છે. અતિ ઉચ્ચ અવાજથી દૂર સુધી બેસેલા ભકતજનોના કાને દૈવી સત્તાની આજ્ઞાથી, સાત્વિક, સાચી, પવિત્ર હકીકત કહેે છે. તેઓની આ વાંચા ગ્રહણ કરી ભકતજનો, ઉપાસકો, જાગર, સ્વયંસેવકો અને પરિજનો કામગીરીમાં પ્રવૃત્ત થઇ બેઠકધારીઓને તેઓની જીવનની હકીકત પ્રકાશે છે અને વચનામૃત આપે છે.

"જય માતાજી"

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો