• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

મણિદ્બીપનું વર્ણન

શ્રી વ્યાસ દર્શાવે છે કે, "એ મણિદ્ધીપ, કે જ્યાં બ્રહ્મલોક છે તેની ઉપરના ભાગમાં "સર્વલોક" છે ત્યાં જ મણિદ્બીપ છે. સર્વ જગતની આદિમાં મૂળ પ્રકૃતિરૂપ જગદંબાએ પોતાના રહેવા માટે પોતાની માનસિક ઇચ્છાથી બનાવેલો છે. આ મણિદ્બીપ કૈલાસ, વૈકુંઠ કે ગોલોક કરતાં પણ ઉત્તમ છે. તેથી તેના લીધે સર્વલોક કરતાં તે અધિક મનાય છે. સર્વ બ્રહ્માંડોના પ્રતિબિંબરૂપ, ત્રણે જગતના છત્રરૂપ એ સ્થાન છે. આ મણિદ્બીપની ચારે બાજુ અમૃતસાગર છે. તેમાં રત્નરેતી તથા અનેક જાતના શંખો અને જળચર પ્રાણીઓ છે. સમુદ્ર કિનારે રત્ન સમાન વૃક્ષો છે.
પ્રથમ કોટ : મ્મણિદ્બીપમાં જતાં પહેલાં ઘણા કોટ આવે છે. તેમાં સમુદ્ર કિનારા પછી પ્રથમ કોટ લોખંડનો છે. આ કોટ સાત યોજન ઉંચે અને ઘણા જ વિસ્તારવાળો છે. તેને ચાર દ્બાર છે અને કિલ્લાની અંદરસરોવર, વૃક્ષો પશુ—પક્ષીઓ વગેરે છે. આ સ્થળે ભગવતીના દર્શન કરવા આવનાર દેવો અને ગણોના વાહનો રહે છે. તેમ જ અનેક ગણો આયુધોસહિત પહેરો ભરી રહેલા હોય છે.
બીજો કોટ : આ કિલ્લા પછી બીજો કોટ કાંસાનો આવે છે. પ્રથમ કોટ કરતાં ઘણો જ ઊંચો ને વિસ્તારવાળો છે. જેમાં નદીઓ, દરેક જાતના ફળ, વૃક્ષો તથા પુષ્પોના છોડ વગેરે છે. જ્યાં અનેક જાતના પશુ—પંખી કિલ્લોલ કરી રહેલાં છે. આ આખોયે કિલ્લો અને ઉપવનોથી જ શોભી રહેલો છે.
ત્રીજો કોટ : મ્કાંસાના કોટ પછી ત્રીજો કોટ તાંબાનો આવે છે. આ કિલ્લો સમચોરસ છે અને સાત યોજન ઊંચાઇવાળો છે. તેનો અધિપતિ વસંતૠતુ છે. જેમાં અનેક સુગંધી પુષ્પ વૃક્ષ છે. તેનું સિંહાસન વસ્ત્ર અલંકાર તમામ પુષ્પોનું છે. સુવર્ણ સમાન વૃક્ષો છે, રત્ન સમાન ફળો છે. ચૈત્રલક્ષ્મી તથા વૈશાખલક્ષ્મી આ બે વસંતની માનીતી સ્ત્રીઓ છે. એ બન્ને સ્ત્રીઓ પ્રફુલ્લમુખે પુષ્પોના દડાથી રમ્યા કરે છે. આ દિવ્ય વન અત્યંત રમણીય છે અને તેની સુગંધ દશ યોજન સુધી પ્રસરી રહે છે. વળી ત્યાં ગંધર્વો પોતાની સ્ત્રીઓ સહિત રહે છે.
ચોથો કોટ : મ્તાંબાના કિલ્લા પછી સીસાનો કિલ્લો આવે છે. તેની ઊંચાઇ પણ સાત યોજનની છે. ત્યાં ફળ, વૃક્ષો છે. તેનો નાયક ગ્રીષ્મૠતુ છે. તેની રાણીઓ જ્યેષ્ઠાલક્ષ્મી અને અષાઢલક્ષ્મી છે. અહીં સિદ્ધો તથા દેવલોક રહે છે. સ્ત્રીઓના સમૂહ વધુ છે. તેઓના ચંદનથી લેપન કરેલા પુષ્પોથી શણગારેલા હાથમાં પુષ્પના પંખા ધારણ કરેલા તેવાં સ્ત્રી વૃંદો જોવામાં આવે છે.
પાંચમો કોટ : આ સીસાના કિલ્લા પછી પાંચમો પિત્તળનો કોટ આવે છે. તે પણ સાત યોજન ઊંચાઇવાળો છે. હરિચંદનના વૃક્ષોની ઠેર ઠેર વાડીઓ છે. તેનો સ્વામી વર્ષાૠતુ છે. તેનું વાહન મેઘ છે. વીજળીરૂપી પીળાં નેત્રો છે. મેઘરૂપી બખ્તર ધારણ કરે છે. વજ્ર જેવા કડાકાઓથી ગાજી રહેલ ઇન્દ્રધનુષ ધારણ કરે છે. હજારો જળરૂપી ગણોથી તે વીંટાયેલો છે. તેની સ્ત્રીઓ શ્રાવણલક્ષ્મી, ભાદ્રલક્ષ્મી, સ્ધરસ્યા, રસ્યમાલિની, અંબા, નિરત્ની, અશ્રુમતી, મેઘયંતિકા, વર્ષયન્તી, ચિપુણિકા અને વરિધારા. આ રાણીઓ તેને મદવિહ્‌્‌વળ શકિતઓ છે. ત્યાં સર્વભૂમિ લીલીછમ રહે છે. નદીઓ, સરોવર વગેરે છે. ત્યાં જગદંબાનું કામ કરનાર દેવો તથા સિદ્ધો રહે છે. તે ઉપરાંત જેમણે પૃથ્વી ઉપર વાવ, કૂવા, તળાવ,સરોવર વગેરે ખોદાવીને જગદંબાને અર્પણ કરેલાં હોય તેવા ભકતોનો વાસ અત્રે થાય છે. અનેક ગણો સ્ત્રી સહિત પણ અહીં રહે છે.
છઠ્ઠો કોટ :
પિત્તળના કિલ્લા પછીથી પંચલોહનો છઠ્ઠો કિલ્લો આવે છે. આ પણ સાત યોજનની ઊંંચાઇવાળો છે. ત્યાં વૃક્ષો, સરોવર વગેરે છે. તેનો અધિષ્ઠાતા શરદૠતુ છે. આશ્વિનલક્ષ્મી તથા કાર્તિકલક્ષ્મી તેની માનીતી સ્ત્રીઓ છે. અહીં સિદ્ધો પોતાના પરિવાર સાથે રહે છે.
સાતમો કોટ : મ્સાતમો કિલ્લો રૂપાનો છે. સાત યોજન ઊંચાઇવાળો છે. તેને મોટાં મોટા શિખરો છે. તેનો અધિષ્ઠાતા હેમંત ઋતુ છે. માર્ગશીર્ષલક્ષ્મી અને પોષ લક્ષ્મી તેની રાણીઓ છે. જગદંબાના ગણો તથા પૃથ્વી પર જેમણે જગદંબાના વ્રતો કર્યાં હોય તેવા ભકતોનો અહીં વાસ છે.
આઠમો કોટ : મ્આઠમો કિલ્લો સોનાનો છે. સાત યોજન ઊંચાઇવાળો છે. તેનો અધિષ્ઠાતા શિશિરૠતુ છે અને રાણીઓ માધવલક્ષ્મી, ફાલ્ગુનલક્ષ્મી છે. અહીં જગદંબાની પ્રીતિ માટે પૃથ્વી પર જેમણે ગોદાન, ભૂમિદાન, ધનદાન વગેરે કરેલાં હોયતેવા ભકતો રહે છે તથા ગુણો તથા સિદ્ધો પણ રહે છે.
નવમો કોટ : મ્નવમો કિલ્લો પોખરાજનો કેસર જેવા લાલ રંગનો છે. જેના વૃક્ષો, પશુપંખી વગેરે પણ તેવા જ રંગના છે. મણીદ્બીપમાં જે કિલ્લો જેવી ધાતુ અને રંગનો હોય છે. અહીં સમસ્ત બ્રહ્માંડના દિક્‌પાલો રહે છે. આ કિલ્લાની પૂર્વ બાજુ ઇન્દ્રરાજાની અમરાવતી નગરી છે. અગ્નિખૂણામાં સમષ્ટિ અગ્નિની નગરી છે. ત્યાં સ્વાહા તથા સ્વધાયુકત અગ્નિપારાયણ રહે છે. દક્ષિણ દિશામાં યમનગરી છે. ત્યાં દંડ વર. ત્યાં દંડ ધારણ કરનાર ચિત્રગુપ્ત તથા યમદેવ રહે છે. પશ્ચિમ દિશામાં ુણનગરી છે ત્યાં પાશ ધારણ કરનારા માછલા પર બેઠેલા વરુણદેવ રહે છે. વાયુખૂણામાં વાસુદેવનો વાયુલોક છે. વાયુની સાધના કરનારાં યોગીજનોથી વીંટાયેલા અહીં રહે છે. ઉત્તર દિશામાં યક્ષનગરી છે. ત્યાં કુબેર પોતાની શકિતઓ અને સિદ્ધિઓ સાથે રહે છે. ઇશાન ખૂણામાં રુદ્રલોક છે. અનેક રુદ્રો સહિત તથા ગણો અને શકિતઓ તથા ભૂતો વગેરે સહિત છે.
દશમો કોટ :દશમો કોટ જે પોખરાજના કિલ્લા પછી અને તે મણિમાણેકનો છે, જે દશ યોજન ઊંચો છે. બધું મણિમાણેકનું છે. આ કિલ્લાની મધ્યમાં અનેક આયુધો ધરનારી વીર અને રત્ન અલંકારોથી શણગારેલી ચોસઠ કલાઓ રહે છે.
ચોસઠ કલા : પિંગલાક્ષી, વિશાળાક્ષી, સમૃદ્ધિ, વૃદ્ધિ, સ્વાહા, અભિખ્યા, માયા, સંજ્ઞા, વસુંધરા, ત્રિલોકધાત્રી, સાવિત્રી, ગાયત્રી ત્રિદશેશ્વરી, સુરૂપા, બહુરૂપા, સ્કંદમાતા, અચ્યુતપ્રિયા, વિમલા, અમલા, અરુણી, સારુણી, પ્રકૃતિ, સૃષ્ટિ, સ્થિતિ સંહુતિ, સંધ્યા, માતા સતી, હંસી, મર્દિકા, વજ્રિકા, દેવમાતા, ભગવતી, દેવકી, કમલાસના, ત્રિમુખી, સપ્તમુખી, અત્યા, સુરાસુર, વિમર્દિની, લંબોષ્ટી, ઉધ્રવકેશી, બહુશીર્ષા, વૃકોદરી, રથરેખા, શશિરેખા, ગગનવેગા, પવનવેગા, ભુવનપાલા, મદનાતુરા, અનંગા, અનંગમયના, અનંગકુસુમા, વિશ્વરૂપા, સુરાદિકા, ક્ષયંકારી, અક્ષોભ્યા, સત્યવાદિની, શુચિવ્રતા, ઉદરા અને વાગીશી આ ચોસઠ કલાઓ કહેવામાં આવી છે.
આ કલાઓ જાજવલ્યમાન જિહ્‌વાયુકત મુખવાળી છે. તે મુખમાંથી ઉગ્ર અગ્નિને બહાર કાઢયા કરે છે. ક્રોધથી લાલ નેત્રોવાળી થઇને જળ, અગ્નિ, વાયુ તથા સર્વ જગત પર પોતાનું વર્ચસ્વ રાખવા સદાએ ઇંતેજાર રહે છે. ધનુષબાણ ધારણ કરીને સદાય યુદ્ધ માટે સજ્જ રહે છે. આ પ્રત્યેક કળાઓ પાસે સો સો અક્ષૌહિણી સેનાઓ એવી છે કે એક એક શકિતમાં બ્રહ્માંડોનો નાશ કરવા સમર્થ ધરાવે છે. તે કિલ્લામાં સર્વ શસ્ત્રો અને વાહનો રહેલા છે.
અગિયારમો કોટ : મ્મણિમાણેકના કિલ્લા પરથી અગિયારમો કિલ્લો ગોમેદમણિનો બનેલો છે. તે દશ યોજન ઊંચો છે. ત્યાંની ભૂમિ, વૃક્ષો, ઘરો, પશુ—પંખી વગેરે કેસર જેવાં લાલ વર્ણવાળાં છે. આ કિલ્લાની મધ્યમાં બત્રીસ શકિતઓ રૂપ મહાદેવીઓ રહે છે. જેના નામો કે જે પાપોને નાશ કરનારાં છે, તે કહું છું.
મ્બત્રીસ શકિતઓના નામ : વિદ્યા, હ્રીં, પ્રજ્ઞા, સિનીવાલી, કુહુ, રૂદ્રા, વીર્યા, પ્રભા, નંદા, બત્રીસ શકિતઓના નામ : વિદ્યા, હ્રીં, પ્રજ્ઞા, સિનીવાલી, કુહુ, રૂદ્રા, વીર્યા, પ્રભા, નંદા, પાષિણી, ૠદ્બિદા, શુભા, કાલરાત્રિ, મહારાત્રિ, ભદ્રકાલી, કંપદર્પિની, વિકૃતિ, દાંડિની, સેંદુખંડા, શિખંડિની, નિશુંભશુંભમર્દિની, મહિષાસુરમ ઇન્દ્રાણી, રુદ્રાણી, શંકરધર્મશરીરિણી, નારી, નારાયણી, ત્રિશૂલિની, પાલિની, અંબિકા અને હલાદિની. આ પ્રમાણે બત્રીસ શકિતઓ, ચિંતામણિગૃહની ચારે બાજુ શસ્ત્ર ધારણ કરીને રહે છે. આ શકિતઓ સ્વર્ગલોકવાસીઓથી નિત્ય પૂજાય છે. વળી તેમની પાસે દશ દશ અક્ષૌહિની સેના છે. યુદ્ધ સામગ્રી તથા વાહનો વગેરે કિલ્લો ભરપૂર છે.
બારમો કોટ : ગોમેદના કિલ્લા પછી હીરારૂપ મણિથી બનેલો બારમો કિલ્લો આવે છે. તે દશ યોજન ઉંચો છે. ત્યાંની ભૂમિ, ઘરો, શેરીઓ, નદી, સરોવરો, વૃક્ષો, પશુપંખી વગેરે હીરામય જ રંગવાળું દેખાય છે. અહીં જગદંબાની આઠ પરિચારિકાઓ વસે છે.આઠ પરિચારિકાના નામ : અનંગરૂપા, અનંદમદના, સુંદરીમદનાતુરા, ભુવનવેગા, ભુવનમાલિકા, સર્વશિશિરા, અનંગવેદના અને અનંગમેખલા.
મ્આ પરિચારિકાઓના નિવાસસ્થાન આઠ દિશાઓમાં છે અને ત્યાં અનેક જાતના વાહનો તથા હથિયારો છે. આ પરિચારિકાઓ વીજળી સમાન અંગોવાળી અને તેવી જ ચપળતાવાળી છે. તેમના કેડના કંદોરા અને પગના ઝાંઝરનો અવાજ આમતેમ દોડતી હોવાથી ઘણો જ આવે છે. ભગવતીના સર્વ કાર્યોમાં તે કુશળ છે. આ પરિચારિકાઓના હાથ નીચે દરેકની પાસે એક એક લાખ દાસીઓ છે. આ દાસીઓના કામ જગદંબાની સેવા કરવાનું રહે છે. જેમાં કેટલીક પંખો નાંખે છે, કેટલીક પીણાંઓનાં પાત્રો આપે છે, કેટલીક તાંબુલપાત્રો ધારણ કરે છે. છત્ર, ચામર, વસ્ત્રો, અલંકારો, પુષ્પમાળાઓ, આરસીઓ, ચંદન, સિંદુર વગેરે ભગવતીને આપનારી હોય છે. કેટલીક શણગાર કરનારી, કેટલીક સેવા કરનારી આ બધી લાખો દાસીઓ આઠ પરિચારિકાઓની આજ્ઞા પ્રમાણે વર્તે છે.
તેરમો કોટ : મ્પરિચારિકાઓ અને દાસીઓના નિવાસસ્થાન પછી તેરમો કિલ્લો વૈડૂર્યમણિઓથી બનાવેલો આવે છે. તે દશ યોજન ઉંચો છે. અનેક દરવાજા અને દ્બારોથી શોભી રહેલો છે. અંદરનું સર્વર્ કંઇ તેવા જ રંગનું છે. આ કિલ્લામાં આઠ દિશાઓમાં બ્રાહ્મી આદિ માતાઓનું મંડળ પોતાના ગણોથી વિંટળાઇને રહે છે. આ માતાઓની પ્રત્યેક બ્રહ્માંડની (વ્યષ્ટ) માતાઓની સમષ્ટિ માતાઓ કહેવાય છે.
આઠ માતાઓ : બ્રહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી, ચામુંડા અને મહાલક્ષ્મી વગેરે તેમના નામો છે. આ માતૃકાઓ બ્રહ્મા આદિ દેવોના જેવી જ આકૃતિવાળી, જગતનું કલ્યાણ કરનારી પોતપોતાની સેનાઓથી વિંટળાયેલી છે. આ કિલ્લામાં ચારે દ્બારોમાં ભગવતી શ્રી જગદંબાના વાહનો રથો, હાથી, ઘોડા, હંસો, ગરુડો, સિંહો, મયૂરો, નંદીઓ વગેરે રહે છે તેમજ અનેક વાજિંત્રો અને શણગારેલા વિમાનો પણ રહે છે.
ચૌદમો કોટ : આ પછી ચૌદમો કોટ ઇન્દ્રનીલમણિથી બનેલો આવે છે. તે પણ દશ યોજન ઊંચો ને વિસ્તારવાળો છે. ત્યાંનું સર્વ કંઇ કોટના જ રંગનું અનેક પ્રકારનું છે. આ કિલ્લાની મધ્યે એક કમળ ઘણા જ વિસ્તારવાળું ને સોળ આરાઓવાળુ, બીજા સુદર્શનની માફક શોભી રહે છે. કમળના સોળ આરા એટલે કે સોળ પાંદડીઓમાં સોળ શકિતઓના વિવિધ સ્થાનો છે, તે રાચરશીલાથી યુકત અને સમૃદ્ધિવાળા છે.
સોળ શકિતઓના નામ : કરાલી, વિકરાલી, ઉમા, સરસ્વતી, શ્રી, દુર્ગા, ઉષા, લક્ષ્મી, સ્મૃતિ, ધૃતિ, શ્રધ્ધા, મેઘા, મતિ, કાંતિ અને આર્યા આ સોળ શકિતઓના નામો છે. મ્આ સોળ શકિતઓ જગદંબાની સેનાપતિઓ છે અને પ્રત્યેક બ્રહ્માંડમાં રહેલી શકિતઓની સ્વામિનીઓ છે. તે સંપૂર્ણ શસ્ત્રોથી સજ્જ થયેલી સદા રહે છે. એમના પરાક્રમનું વર્ણન કરવાને શેષનાગ પણ સમર્થ નથી.
પંદરમો કોટ : મ્આ પછી પંદરમો કિલ્લો મોતીઓનો બનેલો આવે છે. ત્યાંની ભૂમિ વગેરે મોતીઓનું જ છે. આ કિલ્લાની મધ્યે આઠ પાંખડીવાળું એક કમળ છે. જ્યાં જગદંબા શ્રી ભગવતીના જેવી આકારવાળી લાલ રંગવાળી, ભગવતીના જ આયુધો કરનારી, આઠ મંત્રીઓ રૂપ આઠ દેવીઓ રહે છે.
આઠ દેવીઓના નામ : અનંગકુસુમા, અનંગકુસુમતારા, અનંગમદના, અનંદનાતારા, ભુવનપાલા, ગગનવેશા, શશિરેખા અને ગગનરેખા આ આઠ નામો તેમના છે. આ દેવીઓ દેવી સમાન ભોગોવાળી, જગદંબાનું કામ કરવામાં તત્પર, જગદંબાના અભિપ્રાયને જાણનારી અને પ્રતિક્ષણ જગત સંબંધી વાતો જગદંબાને જણાવે છે.
સોળમો કોટ : મ્આ મોતીના કિલ્લા પછી સોળમો કિલ્લો મરકતમણિનો છે. દશ યોજન ઉંચો છે. જેમાં અનેક જાતનાં સૌભાગ્યોથી તથા જાતજાતના ભોગોથી યુકત સામગ્રી છે. અંદરની ભૂમિ તથા અન્ય સર્વ મણિના જેવું જ છે. આ કિલ્લામાં એક ષટ્‌કોણ છે. તેના ખૂણાઓમાં જે દેવો પોતાની શકિતઓ સહિત રહે છે તે જણાવું છું.
દેવો અને શકિતઓના નામ : (૧) પૂર્વ દિશાના ખૂણામાં — ગાયત્રી, બ્રહ્મા સહ રહે છે. વળી બ્રહ્માના તથા ગાયત્રીના તથા વ્યાહ્વતિના થયેલા તમામ અવતારો પણ અહીં રહે છે. સર્વ વેદો, સ્મૃતિઓ અને મૂર્તિસમાન પુરાણો રહે છે.
(૨) નૈૠત્વ ખૂણામાં સાવિત્રી કે જે શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરનારાં છે, તેવા જ પ્રકારના વિષ્ણુ સાથે રહે છે તથા વિષ્ણુના જે જે અવતારો રહેલા છે, તે તમામ અને સાવિત્રીના તમામ અવતારો અહીં રહે છે.
(૩) વાયુ ખૂણામાં ફરશી, અક્ષમાલા, અભય તથા વરને ધારણ કરનારા મહા રુદ્ર તથા તેવાં જ સરસ્વતી રહે છે. દક્ષિણામૂર્તિ વગેરે જે જે રુદ્રના અવતારો તથા ગૌરીના અવતારો અહીં રહે છે, વળી ચોસઠ આગમો અને અન્ય તંત્રો જે મૂર્તિમાન છે.તે તમામ અહીં રહે છે.
(૪) અગ્નિ ખૂણામાં ધનપતિ કુબેર અનેક વિધિઓથી યુકત રહે છે તથા લક્ષ્મી પોતાના ગુણોથી વીંટાયેલાં અહીં રહે છે.
(૫) પશ્ચિમ ખૂણામાં રતિ સહિત કામદેવ અને સર્વ શ્રૃંગારો મૂર્તિમંત થઇને અહીં રહે છે.
(૬) ઇશાન ખૂણામાં વિધ્નેશ્વર ગણેશદેવ નિત્ય પુષ્ટિ સહિત રહે છે, તથા ગણેશદેવની તમામ વિભૂતિઓ ઐશ્વર્યસહિત રહે છે. આ ષટ્‌કોણમાં રહેલા તમામ દેવો અને શકિતઓ પ્રત્યેક બ્રહ્માંડમાં રહેલા વ્યષ્ટ બ્રહ્માદિના સમિષ્ટ સ્વરૂપો છે અને તેઓ જગદીશ્વરી જગદંબાની સેવા કરે છે.
સત્તરમો કોટ : મ્સત્તરમો કિલ્લો પરવાળાંનો સો યોજન ઊંચાઇવાળો છે અને કેસર જેવા લાલ વર્ણવાળો છે. અંદરની ભૂમિ પણ તેવી જ છે. આ કિલ્લાની મધ્યમાં પાંચ ભૂતોની સ્વામિની પાંચ દેવીઓ રહે છે.
પાંચ દેવીઓના નામ : દલ્લેખા, ગગના, રકતા, કરાલિકા, મહોચ્છુષ્મા તેઓ પાંચ ભૂતો સમાન પ્રભાવવાળા, પાશ, અંકુશ, અભય અને વરને ધારણ કરનારાં, અમાપ, અલંકારોવાળા, જગદંબા સમાન વેષવાળા અને નવયૌવનથી ગર્વિત છે.
અઢારમો કોટ : પરવાળાંના કિલ્લા પછી રત્નોથી બનાવેલો અઢારમો કોટ આવે છે. જે અનેક યોજનના વિસ્તારવાળો છે. જેમાં પૂર્વામ્નાય, પશ્ચિમ્નાય, દક્ષિણામ્નાય, ઉત્તરામ્નાય અને ઉધર્વામ્નાયની દેવીઓના અનેક ઘરો છે. બધાં રત્નોનાં જ છે. ભગવતી જગદંબાના અવતારો, નવદુર્ગા સ્વરૂપો તથા દશ મહાવિદ્યાના જે ભેદો છે, તેઓ સર્વ અહીં નિવાસ કરે છે. કરોડો સૂર્ય સમાન ક્રાંતિવાળી સર્વ દેવીઓ પોતાની આવરણ શકિતઓ સહિત પોતાનાં ભૂષણો ને વાહનો સહિત રહે છે. સાત કરોડ મહામંત્રોની શકિતઓ પણ અહીં જ રહે છૈ. મ્આ પ્રમાણે કુલ અઢાર કોટ છે.
ચિંતામિંણગૃહનું વર્ણન
આગળ જણાવેલ અઢાર કિલ્લા પછી મધ્યમાં જગતનિયંતા જગદંબા શ્રી ભગવતીને રહેવાનું સ્થાન જે રત્નોથી બનેલું ચિંતામણિગૃહ છે તે આવે છે.
આ ગૃહને મુખ્ય ચાર મંડપ છે અને હજારો સ્તંભો, સૂર્ય ચંદ્ર અને વિજળી સમાન કાંતિવાળા છે. તેનું તેજ એટલું બધું છે કે આંખ અંજાઇ જવાથી અંદરની કોઇ વસ્તુ જોઇ શકાતીઆ ચિંતામણિગૃહ બિંદુ સમાન આકૃતિવાળું છે અને જગદંબાનું નિવાસસ્થાન છે. આ ગૃહમાં મુખ્ય ચાર મંડપો છે.
પ્રથમ મંડપ : શૃંગાર મંડપ જ્યાં અન્ય દેવીઓ વિવિધ સ્તરે ગાન કરે છે. જ્યાં દેવો પણ બેઠેલા હોય છે અને મધ્યમાં જગદંબા બિરાજમાન છે.
બીજો મંડપ : મુકિતમંડપ જ્યાં મધ્યમાં ભગવતી, પોતાના ભકતોને નિરંતર સંસારબંધનથી મુકત કરે છે.
ત્રીજો મંડપ : મુકત મંડપ જ્યાં મધ્યમાં ભગવતી, પોતાના દેવોને જ્ઞાનોપદેશ કરે છે.
ચોથો મંડપ : એકાંતમંડપ જ્યાં જગદંબા પોતાની મંત્રીણી દેવીઓની સાથે નિત્ય જગતની રક્ષાનો વિચાર કર્યા કરે છે. આ ચારે મંડપની ચારે બાજુ જાતજાતના પુષ્પોની વાડીઓ છે. અસંખ્ય કસ્તુરી મૃગો કસ્તુરીની સુગંધ આપી રહેલા છે. અમૃતરસની નદીઓ છે. અનેક સુવાસિત ધૂપોની સુગંધી વહ્યાકરે છે. આ ચાર મંડપ પછી ચિંતામણિગૃહમાં શકિતના દશ તત્વોરૂપ પગથિયાવાળો એક પલંગ શોભી રહ્યો છે અને પલંગના ચાર પાયાઓ રૂપે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તથા ઇશ્વર છે. વચ્ચેના પાટિયારૂપે સદાશિવ છે.
આ પલંગ ઉપર ભગવતી પોતે બે સ્વરૂપમાં એટલે કે પુરુષ અને પ્રકૃતિ રૂપકમાં અર્ધનારીશ્વર રૂપમાં બિરાજે છે. સૃષ્ટિની પહેલાં પોતાની જ ઇચ્છાથી સૃષ્ટિની રચના માટે બે સ્વરૂપવાળાં બન્યાં હતા. જેમાં અર્ધું શરીર પુરુષ રૂપનું અને અર્ધું શરીર સ્ત્રી રૂપનું બનેલું હતું. જે અર્ધંુ સ્વરૂપ પુરુષ રૂપનું ભગવતીનું છે. તે મહેશ્વર નામથી ઓળખાય છે જે પાંચ મુખ અને ત્રણ નેત્રોવાળા છે. સોળ વર્ષની વયના કરોડો સૂર્ય સરખાં મણિઓનાં અલંકારોથી સુશોભિત, અભય, પરશુ, વર તથા હરિણને હાથમાં ધારણ કરેલાં છે. શુદ્ધ સ્ફટિક સમાન અને શીતલ કાંતિવાળા ભગવતી પુરુષ રૂપમાં છે.
ભગવતીનું અર્ધું શરીર સ્ત્રી રૂપમાં મુળ રૂપમાં છે, કમળની પાંખડી જેવા આકારવાળાં, ત્રણ નેત્રવાળા, ચાર હસ્તવાળાં. આ ભગવતીએ વર, પાશ, અંકુશ અને અભયને ધારણ કરેલાં છે. મસ્તક પર રત્નમુકુટ છે. ચૂડામણિમાં સૂર્ય—ચંદ્ર ઝળકી રહ્યા છે. દિવ્ય શુક્રગ્રહ નાસિકામાં અલંકાર સમાન શોભી રહ્યો છે. લલાટ કેસર કસ્તુરીના તિલકથી શોભી રહ્યું છે. તેમનું મુખકમળ ઝળકતી શોભાવાળાં ચક્રાકાર કર્ણાભુષણોથી સુંદર છે. લલાટની કાંતિના વૈભવથી અર્ધ ચંદ્રને જીતી લીધો છે. સમસ્ત શરીર પર અનેક જાતનાં વૈભવથી તથા મણિના શણગારો સજેલાં છે. સદાય પ્રસન્ન મુખકમળવાળાં આ ભગવતી જગદંબા ભકતો પર દયા કરવા તલસી રહેલાં છે.
અન્ય શકિતઓ : ભગવતી જગદંબા, ઇચ્છાશકિત, જ્ઞાનશકિત તથા ક્રિયાશકિતથી યુકત છે. વળી લજ્જા, તૃષ્ટિ, પુષ્ટિ, કીર્તિ, ક્રાંતિ, ક્ષમા, દયા, બુદ્ધિ, મેઘા, સ્મૃતિ, લક્ષ્મી એ સર્વ મૂર્તિમંત થઇને જગદંબાની સાથે રહે છે અને જયા, વિજયા, અજિતા, અપરાજિતા, નિત્યા, વિલાસિની, દેગ્ઘ્રી, અઘોરા અને મંગલા આ નવ પીઠશકિતઓ ભગવતીનું સેવન કર્યા કરે છે. વળી શંખ તથા પદ્ય નામના બે નિધિ તેમની પાસે રહે છે. જેમાંથી નવાં રત્નો, સુવર્ણ અને સાત ધાતુને વહેતી સર્વ નદીઓ નીકળીને છેક નીચે અમૃત સમૃદ્રને મળે છે.
ટૂંકમાં, જગદંબાનું નિવાસસ્થાન ચિંતામણિગૃહ હજાર યોજન વિસ્તારવાળું છે અને સમસ્ત કિલ્લાઓથી આખોયે મણિદ્ધીપ અંતરિક્ષમાં નિરાધાર અદ્ધર જ શોભી રહેલ છે. પ્રલયકાળે તથા સૃષ્ટિકાળે કાર્યવસાત્‌ આ મણિદ્ધીપનો વસ્ત્રની માફક સંકોચન તથા વિકાસ નિરંતર થયા કરે છે. પ્રત્યેક બ્રહ્માંડોમાં વર્તતા દેવો, નાગો, મનુષ્યો તથા બીજાઓ કે જે જગદંબાના ઉપાસકો છે, તેઓ સર્વે અંતે મણિદ્ધીપમાં જ જાય છે.
જેઓ જગદંબાની પૂજામાં પ્રીતિવાળાં છે, જેઓ જગદંબાના નામસ્મરણ—કીર્તન ભકિતમાં આસકત છે, જેઓ ધ્યાન, ધૂન, જપ, તપ, વ્રત, વગેરે કરનારા છે. અંત સમયે પણ જગદંબાનું સ્મરણ કરી તેમનામાં ચિત્ત રાખે છે, જેઓ જગદંબાના ઉત્સવોમાં તન, મન, ધનથી સેવા કરનારા છે, તે તમામ અહીં મણિદ્ધીપમાં જ આવે છે. શિવભકતનો કૈલાસમાં, વિષ્ણુભકતનો વૈકુંઠમાં વાસ થાય છે તેમ જગદંબાના ભકતોનો મણિદ્ધીપમાં વાસ થાય છે. અહીં આવીને પોતાના પોતાના પરિવાર સહિત સદાય ભગવતીનું ભજન કર્યા કરે છે. અનેક રસોની વહેતી નદીઓ, મનધાર્યા ફળો અને મનમાન્યા પદાર્થો તેમને ભોગવવાના મળે છે. કોઇપણ પ્રકારની ન્યૂનતા રહેતી નથી. અહીં રહેનારાને રોગ, પળિયાં કે વૃદ્ધાવથ રહેતી નથી. ચિંતા, મત્સર, કામ, ક્રોધ વગેરે કંઇ પણ હોતું નથી. સદાય બધાં યુવાવસ્થામાં રહે છે અને સૂર્ય સમાન તેજસ્વી રહ્યા કરે છે. જગદંબાના ભકતોમાં કેટલોક સાલોક્ય મુકિતને, કેટલાક સામીપ્ય મુકિતને, કેટલાક સારુપ્ય મુકિતને તથા કેટલાક સાષ્ટિ મુકિતને પામે છે. ટૂંકમાં, મણિદ્ધીપમાં સમગ્ર ઐશ્વર્ય, સમસ્ત શૃંગાર, સંપૂર્ણ સર્વજ્ઞપણું, સમગ્ર તેજ, સર્વ પરાક્રમ સર્વોત્તમ ગુણો અને સંપૂર્ણ દયા છે. રાજાથી માંડી બ્રહ્મલોક સુધીની ભૂમિઓમાં જે આનંદો રહ્યા છે તે તમામ ત્યાં અંતર્ગત થઇ જાય છે.
આ મણિદ્ધીપના વર્ણનની કથા જે સાંભળે છે તેના સર્વ પાપ નાથ થાય છે. અંતકાળે મણિદ્ધીપના વર્ણનનું સ્મરણ કરવાથી અથવા એકલો "મણિદ્ધીપ કે ચિંતામણિગૃહ" શબ્દ યાદ લાવવાથી તેનો વાસ મણિદ્ધીપમાં થાય છે. કથાનો પાઠ કરનારને ભૂત, પ્રેત, પિશાચ વગેરેની પીડા કદી થતી નથી. જે સ્થળે આ કથા વાંચવામાં આવે છે,ત્યાં ભૂતાદિ રહી શકતાં નથી. નવા ઘરની વાસ્તુમાં આ બન્ને કથા વાંચવાથી ઘરમાં રહેનારનું કલ્યાણ થાય છે.
મ્મહાદેવી ભગવતીની આરાધના કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થાય છે અને તે જગદંબાની કૃપાને પાત્ર બને છે. જે ભકત પોતાનું જીવન જગદંબાની ભકિતમાં કાઢી પૃથ્વી ઉપર જીવે છે અંતે તે પણ મણિદ્ધીપમાં પહોંચે છે.
"જય માતાજી"

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો