• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

રાક્ષસોનો સંહાર માટે શ્રી આદ્યશકિતનું પ્રાગટ્‌ય

આદ્યશકિતને પ્રસન્ન કરવા ભગવાન બ્રહ્મા—વિષ્ણુ—મહેશ સૌ દેવતાઓ સાથે મણિદ્રીપમાં આદ્યશકિતની સ્તુતિ કરવા લાગ્યા. તેઓની સ્તુતિ જોઇ આદ્યશકિત શ્રી જગદંબા પ્રસન્નીત થયા. સર્વે દેવોના શરીરમાંથી તેજ પ્રગટ થયું. આ પ્રગટ થયેલું અપરિમિત તેજ પૂર્ણરૂપે થતાં એક દેવી સ્વરૂપ બન્યુ અને માતાજી સ્વરૂપ ધારણ થયું. સર્વે દેવોના તેજસમૂહથી પ્રગટેલા તે દેવી ત્રણ વર્ણના ને અઢાર ભૂજાઓવાળા હતાં. આ જ દેવી ભગવતી મહાલક્ષ્મી થયાં. મહિષાસુરનો વધ કરવા પ્રકટેલા તે દેવી સર્વાંગ સુંદર આભૂષણો અને આયુધોરહિત અઢાર હાથવાળાં હતા, છતાં સમય ઉપર તે હજાર હાથવાળા પણ થઇ જતા હતા.

તે દેવી નિત્ય સ્વરૂપ છે, સદા સર્વત્ર બિરાજમાન રહે છે. તેઓ એકરૂપવાળા હોવા છતાં દેવોના કાર્યની સિધ્ધિ અર્થે સમય અનુસાર અનેક પ્રકારના રૂપો ધરે છે. દેવોના તેજથી દેવીનું જે પ્રાગટય થયું તે વિશે વધુ જાણીએ.

ભગવાન શંકરના તેજથી દેવીનું મનોહર મુખમંડળ થયુ, યમના તેજથી દેવીના મસ્તકના લાંબા, શ્યામલ અને સુવાળા કેશ થયા, અગ્નિના તેજથી કૃષ્ણ, રકત અને શ્વેત એ ત્રણે વર્ણવાળા ત્રણ નેત્રો થયા. દેવીનાં નયનો ઉપરની સુંદર ભ્રમરો જાણે કામદેવનું ધનુષ્ય હોય એવી લાગતી હતી. વાયુના તેજથી કાન, કુબેરના તેજથી સુંદરસુંદર નાસિકા, વરૂણના તેજથી પરવાળા સમ અધરોષ્ટ, કાર્તિકેયના તેજથી ઉપરનો ઓષ્ટ, વિષ્ણુનાં તેજથી અઢાર હાથ, વસુઓના તેજથી રકવર્ણી અંગુલી, ચંદ્રના તેજથી બન્ને સ્તનો અને પૃથ્વીના તેજથી નિતંબ પ્રદેશ થયો હતો. આ રીતે સર્વ તેજ પુંજ મળી જવાથી સર્વાંગ સુંદર આકારવાળા તે દેવી પ્રગટ્‌યા. મનોહર અંગોવાળા આ દેવીનો સ્વર મધુર હતો.

ભગવાન વિષ્ણુએ સર્વે દેવોને કહ્યું કે, આપણે બધા આ દિવ્ય દેવીને આપણા સઘળા આભૂષણો તથા ઉત્તમ આયુધો આપીએ. ભગવાન વિષ્ણુના આદેશથી દેવોએ સહર્ષ પોતાના આભૂષણો તથા દિવ્ય આયુધો દેવીને આપ્યા.

પ્રથમ વિષ્ણુએ પોતાના ઉત્તમ ચક્રમાંથી એક આકર્ષક ચક્ર ઉત્પન્ન કરી દેવીને આપ્યુ, ભગવાન શંકરે પોતાના અદ્‌ભૂત ત્રિશૂળમાંથી એક ત્રિશૂળ ઉત્પન્ન કરી દેવીને આપ્યુ, અગ્નિઐ અસંખ્ય અસુરોનો વિનાશ કરનારી, મન જેવા વેગવાળી શકિત આપી, વાયુએ બાણથી ભરેલું ભાથુ અને કઠોર ટંકાર કરે તેવું ધનુષ્ય આપ્યુ. ઇન્દ્રએ પોતાના વજ્રમાંથી બીજું વજ્ર ઉત્પન્ન કરી આપ્યું અને ઐરાવતને બાંધેલી મધુર અવાજ કરતી ઘંટા ઉતારી દેવીને આપી. યમદેવ જેના દ્બારા પ્રાણીઓનો નાશ કરે છે તે કામદંડમાંથી બીજો દંડ ઉત્પન્ન કરી દેવીની ઇચ્છા મુજબ આપ્યો. બ્રહ્માએ ગંગાજળ ભરેલું દિવ્ય કમંડળ આપ્યું, વરૂણે પાશ આપ્યો, દેવીને ઢાલ અને તલવાર કામે આપ્યા, વિશ્વકર્માએ ફરસી આપી, કુબેરે સુવર્ણનું મધુથી ભરેલું પાત્ર આપ્યું. વરૂણે વળી સહુનાં મનને હરી લે તેવો કમળનો હાર આપ્યો. ત્વષ્ટાએ વારંવાર અવાજ કરતી ઘંટડીઓવાળી અદ્‌ભૂત દિવ્ય ગદા આપી. ઉપરાંત વિવિધ અસ્ત્રો સહિત અભેદ કવચ આપ્યું. સૂર્યએ પોતાના કિરણો આપ્યા. ક્ષીર સમુદ્રએ રાતા વર્ણના અને કયારેય જૂના ન થાય તેવા બે દિવ્ય વસ્ત્રો સહિત એક ચમકતો હાર ઉપરાંત દિવ્ય ચૂડામણી, બે કુંડળ તથા કડા દેવીને આપ્યા. કેયુરને આકર્ષક કંકણ વિશ્વકર્માએ આપ્યા. ત્વષ્ટાએ મધુર રણકાર કરતા નુપુર ગળાનો હાર અને રત્નજડીત વીંટીઓ વગેરે અલંકારો આપ્યા. વરૂણે કયારેય કરમાય નહી એવી કમળનાં પુષ્પોથી સુવાસિત વેજયંતિ માળા આપી. હિમાલયે દેવીને સવારી કરવા માટે સુવર્ણના વર્ણનો લાંબી કેશવાળી ધરાવતો સિંહ આપ્યો. દેવીએ તે બધા આભૂષણો ધારણ કરી લીધાં પછી તે સર્વશ્વરી દેવી દિવ્ય આભૂષણોથી શોભતા સિંહ પર બેઠા ત્યારે ઘણાં જ આકર્ષક લાગતા હતા. દેવીએ સંપૂર્ણ આભૂષણો તથા આયુધો ધારણ કર્યા ત્યારે ત્રણે લોકને મુગ્ધ કરનારું તેમનું દિવ્ય દર્શન પામી દેવો અત્યંત હર્ષ પામીદેવીની સ્તુતિ કરવા લાગ્યા.

હે મંગલ સ્વરૂપ, કલ્યાણમૂતિ ! શીવા, કલ્યાણી, શાન્તિ, બુધ્ધિ, પુષ્ટિ તથા રૂદ્રાણી નામથી પ્રસિધ્ધ ભગવતીને વારંવાર નમસ્કાર હો, હે કાલરાત્રી, અંબા અને ઇન્દ્રાણી રૂપદેવી તમને નમસ્કાર હો. સિધ્ધિ, બુધ્ધિ તથા વૈષ્ણવી નામથી વિખ્યાત દેવી અંબિકા તમને વારંવાર નમસ્કાર હો. હે દયાળું દેવી દાનવ દુષ્ટોથી અમે પારાવાર કષ્ટ ભોગવી રહ્યા છીએ તો તે સંકટમાંથી અમને ઉગારો. દુરાચારી, અધમ મહિષાસુરને તમારા તેજથી મોહિત કરી તેને પરાજીત કરવા તમે તત્પર થાવ. કારણ કે વરદાન પામીને અભિમાની થયેલો એ દૈત્ય નરજાતિથી મરાય તેમ નથી. તેને સ્ત્રી જ મારી શકે માટે આપ તેનાથી અમારી રક્ષા કરો.

હે અંબિકા, મહાદેવી પ્રકૃતિ સ્વરૂપ ભદ્રા જગદંબા રુદ્રા નમસ્કાર છે!

ત્રિલોકેશ્વર બ્રહ્મા—વિષ્ણુ—મહેશ અને દેવતાઓની પ્રાર્થના સાંભળી આદ્યશકિતએ વચન આપ્યું કે "તમે ભયભીત થશો નહી. હું મહિષાસુરને રણમાં રોળી વધ કરીશ અને ત્રિલોકને તેના કાળા કેરમાંથી મુકત કરીશ" માઁ ભવાની નું વચન સાંભળી સૌએ માઁ પર પુષ્પોની વૃષ્ટિ કરી અને સ્તુતિ કરવા લાગ્યા પછી માઁ ભવાની ત્યાંથી આંતર્ધ્યાન થયા.

ત્રિલોકને આપેલ વચન મુજબ માઁ અંબે હવે મહિષાસુરનો અંત લાવવા ધરતી પર પ્રગટ થયા અષ્ટભૂજા આયુધો સાથે, રત્નજડીત ઝગારા મારતુ સુવર્ણ મુગટ, ચળકતુ અસ્ત્ર—ત્રિશુળ, સિંહ પર સવાર થઇ માઁ નું રૂપ નિખરતું હતું. માઁ અંબેએઆવું રૂપ ધારણ કર્યુ કે કોઇપણ આસુર મોહિત થઇ શકે. માઁ અંબે મહિષાસુર પર આક્રમણ કરતા પહેલા તેના રાજ્યમાં ગયા. મહારથી, મહાબળવાન સેનાપતિઓ ચંડ—મુંડ સામે મોહક રૂપ ધારણ કર્યુ. સુવર્ણ આભુષણો તથા આયુધો, કમર નીચેપડતા કાળાભોર વાળ, સિંહ પર વિરાજમાન થઇ પૂર્ણિમા ચન્દ્રસમું મુખ જોઇ મહિષાસુરના દૂતો મોહિત થઇ મહિષાસુર પાસે ગયા અને કહ્યું "મહારાજ આપણા રાજ્યમાં એક અતિ રૂપવાન કુંવારી કન્યા પધારી છે."

મહિષાસુરે તેના દૂતોની માઁ વિશેની હકીકત સાંભળી. આ રૂપવાન કન્યાને જોવાની અતિ ઉત્કંઠા થઇ. તેણે પોતાના મંત્રી તામ્રને આદેશ કર્યો કે જાવ તે સુંદર કન્યાને માન—સન્માનથી આપણા દરબારમાં લઇ આવો. મહિષાસુરના હુકમના પાલન કરી મંત્રી તામ્ર માઁ અંબે પાસે આવ્યા અને કહ્યું, "હે સુંદર કન્યા! આપ ત્રિલોકેશ્વર મહિષાસર કે જે ભૂલોક, પાતાળ લોક અને સ્વર્ગલોકના સ્વામી છે. તેમનું નામ સાંભળ્યુ હોય; જેની પાસે અપાર સંપતિ છે. જેને જોઇને, નામ સાંભળી ત્રિલોક કાપે છે. તેના જેવા કોઇ શકિતશાળી ની, જેની પાસે લાખો આસુર સેના છે તમારી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. હે દેવી તમારુ જીવન ધન્ય થઇ જશે. અમે અમારું સ્વાગત કરીએ છીએ. અમે તમને રાજમહેલમાં તેડવા આવ્યા છીએ." આસુર મહિષાસુરના મંત્રી તામ્રનું મુર્ખાઇભર્યુ નિવેદન સાંભળી માઁ એ હાસ્ય કરી કહ્યું કે, "એ આસુર સેનાઓ તમે તમારા સ્વામીને ત્રિલોકેશ્વર માનો છો. તમારા સ્વામીનું નામ તેવો ગુણ છે. મહિષ એટલે પાડો અને આસુર એટલે રાક્ષસ. તેથી જ તે રાક્ષસ જેવા કૃત્યો કરે છે અને તેની બુધ્ધિ પાડા જેવી છે."

માઁ અંબેનું પ્રતિપાદન સાંભળી મંત્રી તામ્ર અતિ ક્રોધિત થયો અને માઁ અંબે સામે લડવાની તૈયારી જતાવી પણ શકિતશાળી માઁ ને મહિષાસર સામે લડવાનું હતું. માઁ એ ક્રોધભરી ત્રિશુળવાળો હસ્ત ઉઠાવ્યો માઁ ની શકિત જોઇ મંત્રી તામ્રએ સેના સહિત પલાયન કર્યુ. તેઓએ માઁ શકિત વિશે મહિષાસુરને હકીકત પ્રકટ કરી. મહિષાસુર અતિ ક્રોધિત થઇ મહાબળવાન સેનાપતિઓ બાષ્કલ અને દુર્મુખને હુકમ કયોૅ કે "જાવ તે સુંદર કન્યાને સમજાવીને અહીં લઇ આવ. જો ન સમજે તો તેનો ચોટો ખેંચી તેને મારી પાસે સ્વાધીન કરો." આસુર સેનાપતિઓ તથા હજારો આસુર સેના સાથે આવી માઁ ને ઉધ્ધતાઇથી કહ્યંુ, "હે સુંદર કન્યા! અમારા સ્વામીના આદેશાનુસાર અમે તને સમજાવીએ છીએ કે તારા કેટલા ભાગ્ય છે કે ત્રિલોકેશ્વર જેવા મહાબળવાન પતિ મળે છે અને તું તેને સાવ પાડો કે છે. જીદ ન કરીશ. જલ્દી ચાલ અને અમારા સ્વામીના શરણે આવી જા અને ઇન્કાર કરીશ તો તારો ચોટલો ઝાલી બળજબરીથી ખેંચીને લઇ જઇશ." માઁ ભવાની (અંબે) એ તેમનું કથન સાંભળી ભયંકર રૂપ ધારણ કરી લીધું. સેનાપતી તથા સેના સાથે ત્યાં જ કતલ કરી નાંખ્યા.

પોતાના સેનાપતી બાષ્કલ અને દુર્મુખ સાથે હજારોની સેનાના નાશનો સમાચાર સાંભળી મહિષાસુર અતિક્રોધિત થઇ ગયો. તેથી જ તેના સેનાપતિઓ, મહારથીઓ તામ્ર તથા ચિક્ષુર, અસિલોમા અને બિડાનને માઁના વધ માટે મોકલ્યા પણ માઁ શકિતસામે આ આસુરોનું શું ગજુ? માઁ એ ચારે યોધ્ધાઓને છેદી નાખ્યા અને તેથી જ બધી સેનાએ ત્યાંથી પલાયન કર્યુ.

માઁ અંબેએ પોતાની શકિતથી સેનાપતિઓ, મહાયોધ્ધાઓને હજાર આસુરસેના સાથે ઉધ્વંસ કર્યો. બીજી બાજુ ખુદ મહિષાસુર કાપવા લાગ્યો. અંબે ભવાનીએ તેને પડકાર્યો. માઁ શકિત સામે મહિષાસુરે એક લાખ સાઇઠ હજાર આસુરી સુસજ્જ સેનાઉભી કરી અને માઁ અંબે (ભવાની) સાથે યુધ્ધ કરવાની પૂર્વ તૈયારી કરી. તેનો વ્યુહ જોઇ આ બાજુ પોતાની જોગણીઓ અને ત્રિશકિત મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતી તેમજ તમામ સ્વરૂપોની દેવીઓ માઁ ભવાની સાથે રહી આસુરો લશ્કરદેવતાઓ પણ જોડાયા.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો