• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

માઁ અંબે દ્બારા મહિષાસુરનો વધ (તેમાં માઁ મેલડીની ઉત્પત્તિ અને મહાત્મ્ય)

માઁ ચંડિકા અને મહિષાસુર તેમના લશ્કરો સહિત રણાંગણમાં આવ્યા. આ મહાભિષણ યુધ્ધ ન ભુતો ન ભવિષ્ય જેવું હતું. પૃથ્વી ધૃજવા લાગી, યુધ્ધારંભનું રણસિંગુ અને નગારા રણકવા લાગ્યા. ચારેય દિશામાં ચળકાટ થવા લાગ્યો. શસ્ત્રોની અથડામણથી અશાંતિનું સર્જન થયું. આકાશમાં ગડગડાટ અને વિજળી ચળકવાનું સર્જન થયું. શેષનાથ ડોલવા લાગ્યા, માઁનું સુવર્ણ ત્રિશુળ સૂર્ય જેમ ચળકવા લાગ્યું. ત્રિશકિત—મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતી તેમના ત્રિશુળ, તલવાર અને અન્ય આયુધો દ્બારા આરોસોને વધક કરવા લાગ્યા. રકતની નદી વહેવા લાગી. આ ભયાનક યુધ્ધ જોઇ કોઇપણ મુર્છા પામી જાય તેવું હતું.

બીજી બાજુ ખુદ મહિષાસુર વીસ ઘોડાવાળા સોનાના રથમાં સારથિ દારૂક સાથે બેસી માઁ ચંડિકા સાથે લડવા લાગ્યો. પણ માઁની શકિત સામે તે શકિતહીન થઇ ગયો. સૌ જોગણીઓએ આસુર સેનાની કતલહાનિ કરી કે મહિષાસુર એકલો રહ્યો. પોતાના સર્વે સેનાપતિ તથા દિગ્ગજ લડવૈયાઓ અને એક લાખ સાઇઠ હજાર સેના બધા જ મરાઇ ગયા. હવે માઁ શકિત સામે એકલો મહિષાસુર રહ્યો. તેના શસ્ત્રો—અસ્ત્રો પણ નકામા રહ્યા. પછી ડુંગરમાંથી મોટા પથ્થર ઉખેડી માઁ પર પથ્થરોને ચુરાચુર કરી નાંખ્યા. તેની પાસે હવે શરણાગતિનો સ્વીકાર વગર બીજો કોઇ વિકલ્પ રહ્યો નહી. શરણાગતિની સમજદારી કરી મહિષાસુરે રણાંગણ છોડી પલાયન કર્યુ.

યુધ્ધભૂમિમાંથી પલાયન કરી મહિષાસુર લોહીની નદી અને ધુળની ડમરીમાંથી પાડો બની પસાર થવા લાગ્યો. પણ માઁ અંબે પણ તેઓના પવનવેગી રથમાં બેસી તેનો પીછો કરવા લાગ્યા. પછી પાડો મહિષાસુર ભેંસોમાં સંતાઇ ગયો. માઁ એ એક ભેંસો ચરાવતા ગોવાળીયાને કહ્યુ કે "હે ગોવાળીયા મારો એક બલિ તારી ભેંસોમાં સંતાઇ ગયો છે, તેનેે બહાર કાઢ નહી તો મારી સાથે યુધ્ધ કર" આવું સાંભળી ગોવાળીઓ ધુ્રજવા લાગ્યો. તેણે પાડો બનેલો મહિષાસુરને ઇશારાથી દર્શાવી દીધુ ત્યાંથી પણ મહિષાસુર બચવામાં સફળ રહ્યો અને કુકડાના રૂપ ધારણ કરી જંગલની ગીચમાં સંતાવા લાગ્યો પણ માતાજીના દ્દષ્ટિથી બચી શકયો નહી અને સીધો ગાયની કુખમાં સંતાઇ ગયો. માતાજીએ તેને જોયો પણ ગાયનો વધ કેવી રીતે કરવાનો. શીધ્ર રીતે નીકળી નાસવા લાગ્યો અને છેલ્લે બચવાનો પ્રયત્ન કરવા તેને ચમાર કુંડની સહાયતા લીધી અને સરળ ચમારની ચામડા રંગવાની કુંડમાં સંતાઇ ગયો હવે શું?

માઁ ભવાની સહિત તમામ માતાઓ અને જોગણીઓ લાચાર બની ગયા. તેઓ બધી પવિત્ર દેવીઓ તેઓ મેલમાં, ચામડાની કુંડમાં કેવી રીતે પ્રવેશ કરે? જગત—જનની, સર્જનાત્મક શકિત દેવી ભગવતી માઁ ંઅંબેએ અતિ ક્રોધિત થઇ દાંત કચકચાવી, હાથ મસળતા શકિતરૂપ ધારણ કર્યુ અને હાથમાંથી મેલ કાઢી એક દેવી ઉત્પન્ન કરી. ભયાનક બિહામણુ સ્વરૂપ, વર્ણ કાળો, વાળ છુટ્ટા, કસાયેલુ શરીર, જીભ રકતભોળ બાહર લટકતી, શરીર પર માનવ ચર્મનું આચ્છાદન, આંખો લાલ અને હાથમાં ખપ્પર. આ દેવીનું રૂપ કાલીકા માતા જેવું જ હતું. વળી મેલમાંથી ઉત્પન્ન થયેલા આ માતા મેલમાં પ્રવેશવાનાહતા તેથી જ મહાકાળી એ તે માતાને મેલડી નામથી સંબોધન કર્યુ.

આ ખતરનાક રૂપ ધારણ કરેલ માઁ મેલડીને મહાકાળી દ્બારા હુકમ નું ફરમાન થયું. "જાવ મેલડી માઁ કુંડમાં પ્રવેશ કરી મહિષાસુરને બહાર કાઢ" મહાકાળીનો આદેશનો ફરમાન સ્વીકારી માઁ મેલડી ચમારના કુંડમાં પ્રવેશ કરી મહિષાસુરનું નાળચુ પકડી બહાર કાઢયો અને માઁ મેલડીએ તેમની ફરજ પૂર્ણ કરી. આ કાર્ય માટે બધી માતાજી, જોગણીઓ, દેવીદેવતાઓએ માતાજીને પ્રણામ કરી સ્તુતિ કરી. મહિષાસુર તેના અસલ રૂમમાં આવી રથમાં બેસી માઁ અંબે સામે લડવા લાગ્યો. બન્ને વચ્ચે ધમાસાણ યુધ્ધ થવા લાગ્યુ. એકબીજા પર આયુધોના વર્ષાવ કરવા લાગ્યા. માઁના શસ્ત્રો સામે મહિષાસુરના શસ્ત્રો કમજોર થયા. માઁ અંબેના વાળ છુટ્ટા છુટ્ટા થયા. આંખમાંથી અંગારા નીકળવા લાગ્યા. અતિભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. માઁના અષ્ટભુજાથી છોડેલા આયુધોથી મહાબલવાન, આસુરરાજ મહિષાસુરની શકિત ક્ષીણ થઇ ગઇ પછી માતાજીએ તેને છેદી નાંખવા ધારદાર તલવારનો ઉપયોગ કયો. આ રાક્ષસના શરીર પર ઘા મારતા તેના શરીરમાંથી લોહીના ફુવારા ઉડવા લાગ્યા પણ તેનું લોહી ધરતી પર પડતા જ તેના લોહીના ટીપાથી તેના જેવા ભયંકર રાક્ષસો પેદા થવા લાગ્યા અને માઁ અંબે સામે લડવા લાગ્યા. પછી માઁ અંબેએ તેઓની શકિત માઁ મેલડીને હુકમ કર્યો, "આ સુરનું લોહી ધરતી પર પડવા દેશો નહી" માઁ મેલડીએ તેઓનું આયુધ ખપ્પરથી લોહી ઝાલી પીવા લાગ્યા અને ધરતી પર પડનારા લોહીના ટીપાથી ઉત્પન્ન થનારા રાક્ષસો અટકાયા પછી જે મહિષાસુર રહ્યો તેને માઁ અંબેએ શકિતશાળી સુવર્ણ, તેજમય ત્રિશુળથી તેની ગરદન ધડથી અલગ કરી આ અતિભયંકર, મહાશકિતશાળી આસુર મહિષાસરુનો સર્વનાથ કર્યો.

માઁ અંબે અને માઁ મેલડીની મહાન કામગીરીથી સૌ પ્રસન્નીત થઇ ગયા. દેવી—દેવતાઓ, જોગણીઓ, સદ્‌પુરુષ, ૠષિમુનિએ દુદંભી વગાડી જીતનો શંખ અને ઘંટનાદ કર્યો અને નગારાનો રણકાર થયો. માઁ અંબે અને માઁ મેલડી પર પુષ્પોની વૃષ્ટિ કરી અને સ્તુતિ કરવા લાગ્યા. માઁ મેલડીની આ અતિ બહુમૂલ્ય કામગીરીની સ્મરણાર્થે આપણે સૌ ગાઇએ

હે ઇશ્વર ભજીએ તને માઁ મોટું છે તું જ નામ ।
ગુણ તારા નિત ગાઇએ માઁ, થાય અમારા કામ ।।
હેત લાવી હસાવ તુ માઁ, સદા રાખ દિલ સાફ ।
ભુલ કદી કરીએ અમો માઁ તો માડી કરજો માફ ।।

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો