• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

પરોલી વિશે

શ્રી રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાનું પાવન ધામ પરોલી છે. નાનકડુ ગામ પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકો, ઘોઘંબાના પશ્ચિમ દિશાએ લગભગ ૪ કિમી અંતરે ઉપરાંત હાલોલથી દેવગઢ બારીયા જતા ૨૦ કિમી અને પાવાગઢ પવિત્ર ધામથી ૧૮ કિમ બારીયા રોડ પર સ્થિત છે. આ ગામનો આજુબાજુનો જે વિસ્તાર છે તેની જમીન ફળદ્રુપ છ. તેથી જ મુખ્ય વ્યવસાય ખેતી છે.

પ્રાચીન કાળમાં આ ગામમાં રાજદરબારીઓનો દરબાર ગઢ હતો અને હાલમાં જ્યાં કરૂણારૂપી, દયાસાગર શ્રી રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાનું અતિ રળિયામણું, નયનરમ્ય ગગનચુંબી મંદિર છે ત્યાં પહેલા રાજ દરબારના કિલ્લાનો મધ્ય ભાગ હતો. પુરાતન કાળમાં રાજાના મલાજા એટલે સ્પૃશ્ય—અસ્પૃશ્યતા હોવાને કારણે આ રાજદરબાર ગઢ પંચાલ ફળિયામાં સ્થપાવ્યો હતો. તે સમયમાં રાજદરબારીઓએ માઁ મેલડીની રાજમાતા તરીકે સ્થાપના કરી હતી. આ દરબાર ગઢના બાજુમાં એક મોટી નદી વહેતી હતી અત્યારે તે થોડીક દૂર વહે છે. દરબાર ગઢમાં રાજાઓ માઁ મેલડીને રાજ સ્થાન આપી અહીં ન્યાયનો કારભાર ચાલતો. દરબારમાં રાજા, પ્રધાન, મંત્રી તેમજ સુસજ્જ સેનાપતિઓને લોક ન્યાય અને લોકકલ્યાણ માટે રાખતા હતા અને સરસ કારભાર ચાલતો હતો.

ઘણા વર્ષો પસાર થયા ન્યાયિક રાજા અને માઁ મેલડીની કૃપાના કારણે આ વિસ્તાર અને ગામના બધા જ લોકો ખુશાલીમાં જીવન પસાર કરતા હતા. બધા પંથના લોકો અહી વસતા હતા. ખેતી કારોબાર બહુ જ ધામધુમથી ચાલતો હતો. સૌ લોકોને કામ ધંધો મળી શકતો હતો. ઉપરાંત પરોલીના પૂર્વ દિશાએ ઘોઘંબા પશ્ચિમે વડોદરા અને હાલોલ, ઉત્તર દિશાએ વેજલપુર તથા ગોધરા અને દક્ષિણે બોડેલી અને પાવાગઢ આ ચારેય દિશામાં વિકસિત અને સંપન્નશીલ નગરો હતા. લોકો કામકાજ કે અન્ય વ્યવસાય કરી રોજી રોટી મેળવી લેતા હતા અને ધંધાની ભરભરાટ પણ હતી. તેથી જ આ ગામમાં જીવન નિર્વાહ અને વ્યવસાયના હેતુથી કિશોર ભાઇના સાતમી પેઢી પૂર્વેના પૂર્વજો રાજસ્થાનના ચિત્તોડગઢથી આ ગામમાં સ્થળાંતર થઇ વસવા લાગ્યા.

પરોલી ગામમાં ભાઇશ્રીના પૂર્વજોની જેવી વ્યવસાયની સમૃદ્ધિ થઇ, તેઓ દરબારમાં વસવા લાગ્યા. આ ફળિયામાં અગિયાર પંચાલના કુટુંબો હતા. તેમાં પાંચ સુથારી અને પાંચ લુહારી કામ કરતા હતા. સમય પસાર થતા ધંધામાં હરિફાઇ થવા લાગી. સુથાર—પંચાલ લુહારનું કામ અને લુહાર પંચાલ એ સુથારી કામ કરવા લાગ્યા.

વ્યવસાય બાબત કંકાસ અને કજીયા થવા લાગ્યા અને સમાજમાં અશાંતિનું સર્જન થયું અને કોઇ અસામાજીક તત્વોના કારણે સમાજમાં કોઇને કોઇ નડતર ઉભી રહી અને દરેકનો ધંધો ઠપ્પ થઇ ગયો. તેઓનો જીવન નિર્વાહ પણ મુશ્કેલ થઇ ગયો.

ભાઇશ્રીના સાતમી પેઢી પછીના પૂર્વજોએ જીવન સમૃદ્ધિ માટે માઁ મેલડીની સ્થાપના કરવાનો સંકલ્પ રાખ્યો. કાળાંતરે ભાઇશ્રીના પૂર્વજોએ માઁ ભકિત, કેાઇ સત્કાર્યો, વિધિ સવંત્સરી કરી નહી અને તેઓ માઁ મેલડી તથા માતાજીને સાવ ભૂલી ગયા. તેઓએ માતાજી પર શ્રધ્ધા રાખી જ નહિ. તેથી જ પછીની આવતી પેઢી બધી દુઃખી જ રહી. દરેક પેઢીના કુટુંબમાં દરાર પડી ગઇ. પણ ભાઇશ્રીના માતા પિતાની પ્રખર ભકિતના કારણે તેઓને પવિત્ર સંતાનની પ્રાપ્તિ થઇ તે છે દિવ્ય સ્વરૂપ શ્રી કિશોરભાઇ માતાજીના મહાન ઉપાસક, એક દૈવી પુરૂષ કે જેમનામાં નવદુર્ગા કાયમ સ્વરૂપે વસી ગયા અને લોકોનો ઉધ્ધાર કરવા લાગ્યા. તેથી જ પરોલી ગામ જે પૂર્વ સ્વરૂપમાં હતું આજે પણ તે સ્વરૂપમાં થઇ ગયુ છે આવુ કહેવામાં કોઇ કોઇ અતિશયોકિત નથી. કારણકે આટલી બધી રોનક આ પરોલી ગામના નાનકડા ગામમાં ચડી રહી છે, પરોલી ગામ એ ગામ નહી પણ ધામ બની ગયુ છે. માઁ પ્રાગટ્‌યના કારણે આ નિરાધારથી આધાર બની ગયું.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો