• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

શ્રી સતી સીતા સેવા ટ્રસ્ટ

લોકસેવાની ઉમદા કાર્યપ્રણાલી જેવી કે લોકોને ઓટલો અને રોટલોની સગવડ આપણા વિસ્તારમાં ઘણી ગરીબ પ્રજા છે. ઉપરાંત આદિવાસી પણ છે. પુષ્કળ અબાલવૃધ્ધો, અપંગ છે કે જે શારીરિક અને માનસિક રીતે પીડીત છે. ઘરડી વ્યકિતઓ કે જેમને સંતાને અવગણના કરી ઘરમાંથી કાઢી મુકયા હોય, તેમજ નિસહાય અને અબલા નારીઓ છે. આ ઉપરોકત વ્યકિત માટે તેઓની જરૂરી ધ્યાનમાં રાખી આ સેવાનો આયોજન કુદરતને છાજે તેવું છે.

ભાઇશ્રીની નામના તમેજ રાજરાજેશ્વરી શ્રી મેલડી માઁ ની અમીકૃપા અને સાક્ષાત્કારના કારણે પરોલી ધામનું આકર્ષણ વધી રહ્યુ છે અને રોનક ચડી ગઇ છે. ગામ—ગામે નગરોનગર અને બીજા અન્ય રાજ્યો સુધી માઁ ચમત્કારના સર્જનથી બધા ભકિતસભર બની ગયા. ચારેય દિશાથી પ્રજા આવી તેઓનો મનોરથ અને મનોકામના પ્રાપ્ત કરી લીધી. માઁ ભકિતમાં ઓજસ્વી—તેજસ્વીતા પ્રાપ્ત કરી લીધી તેમજ માઁ મેલડી ભકિતમાં એકાત્મ ભાવ સ્થપાવી દીધો. તેથી જ માઁ ભગવતી રાજેશ્વરી મેલડીના ધામે માનવી મહેરામણ ઉમટે છે.

આ મંગલકારીક પરમેશ્વરીએ શ્રધ્ધાલીન, ભાવલીનોના ભલભલા તમામ દુઃખો નષ્ટ કર્યા છે. નિઃસ્વાર્થ તત્વોમાં શ્રધ્ધાની ઉમંગ ઉદ્‌ભવે છે. અહીંની નિસ્વાર્થ કાર્ય પ્રણાલીમાં કોઇ ભકતો પાસે લાંચ લેવાતી નથી. સેવાનો આધાર પૈસા નથી પણ હ્રદય અને ઇચ્છા છે. આ ધામમાં પ્રારંભથી જ સારી કામના છે. કારણ કે ભાઇશ્રીએ શુભકામચાની, કુદરતને છાજે એવી કાર્યપ્રણાલી રાખી કે તેઓ આજે ધર્માત્મા બની ગયા.

પરોલીના માઁ મેલડીના ધામે, પાવન તીર્થે માન્ય કરી શકાય નહી તેવા દુઃખો માઁ પળભરમાં જ દૂર કરતા હોય તો ભકતો શા માટે દાનવીર બની શકે નહિ. આ ઉદાર દાનવીરો તેમજ સામાન્ય વ્યકિત, દાન પ્રદાન કરવાવાળા ઇચ્છુકો દાન આપતા અને મઢમાં કુબેરનો ભંડાર વધતો ગયો. પણ આ ઘણી રકમનો સદ્‌ઉપયોગ સત્કાર્ય માટે થાય તેવા હેતુથી માઁ ની બેઠક બેસી અને બધા જાગર માઁ સાથે સંમત થયા અને એક ટ્રસ્ટ ઉભારવાનું સુઆયોજન કર્યુ. ઉપરાંત ભવિષ્યમાં આ મઢનો વિકાસ થાય ત્યાર ેસરકારે તેમાં દખલગીરી ન કરે અથવા સરકાર આનો વહીવટ હાથે ન લે તે માટે પરિવ્રતા માઁ સતી ના શુભ નામે શ્રી સતી સીતા સેવા ટ્રસ્ટ તા. ............ દિવસે સ્થપાઇ અને સંચાલક તરીકે ટ્રસ્ટીઓ નિમાયા છે અને તેઓ આ પ્રવૃત્તિઓ સુસગવડભરી રીતે ચલાવે છે.

ભાઇશ્રી કિશોરભાઇએ માઁ અવતાર ધારણ કરી પ્રતિપાદન કરેલું જ હતું કે ભવિષ્યમાં આ મઢનો બહુ વિકાસ થશે અને ખરેખર થયો જ અને આવા સમયમાં દિન—પ્રતિદિન સમૃદ્ધ થશે જ. આમાં કોઇ શંકાનું સ્થાન નથી. આ સતી સીતા સેવા ટ્રસ્ટમાં અનાજ તેમજ રૂપિયાનો અખુટ ભંડાર છે. દિનપ્રતિદિન આ ઉદાર, ઇચ્છુક દાનવીરો, દાન, ફાળો કે ભેટ સ્વરૂપમાં ખાદ્ય પદાર્થ અનાજ, કઠોળ, રૂપિયા, દાગ—દાગીના, જમીન પ્રદાન કરી રહ્યા છે. આ સંસ્થા માઁના પવિત્ર પુસ્તકો, છબી, પેન, કિચેન અને અત્યાવશ્યક વસ્તુઓ ભકતોને મર્યાદિત કિંમતના સ્વરૂપે પુરુ પાડી રહી છે તેમજ વર્ષમાં ઐક કે બે વાર લકી ડ્રોનું આયોજન ભકતોનું ભાગ્ય અજમાવવા માટે થાય છે. તેમાં ભાગ્યશાળી ભકતો કાર, બાઇક, ટીવી, ફ્રીજ જેવા મૂલ્યવાન ચીજવસ્તુઓ પ્રાપ્ત કરે છે અને બાકીનું દાન ભકતો શ્રીના નામે માઁ ના ચોપડામાં લખી આ ટ્રસ્ટ સ્વીકારે છે. અવારનવાર કેસેટ વિમોચનની બોલી બોલાય છે તેમાં માઁ ના અચળ શ્રધ્ધાવંતો આ કાર્ય માટે ઉચ્ચ કિંમત આપવ તપ્તર રહે છે તેમજ માઁ ના શણગારની પણ બોલી બોલાય છે. તેમાં એકબીજાના પ્રતિસ્પર્ધક બની માઁ ના તાજ અને ચુંદગી શ્રૃંગાર વગેરે સ્વીકારવા અતિ ઉચ્ચ રકમ આપવા તૈયાર થાય છે. કારણ કે ભાઇશ્રી આવા સ્વીકૃતકોના ઘરે સાક્ષાત અવતાર ધારણ કરી વિરાજે છે. આ સંસ્થાની મુબલક રકમ સારા સત્કાર્યમાં ખર્ચાય છે. દર રવિવારે રામ—રોટી, ચા, નાસ્તા, પાણીનો ખર્ચ આ ભંડારમાંથી થાય છે.

સતી સીતા સેવા ટ્રસ્ટ ઘણા પૂણ્યમય કાર્ય બજાવે છે. જેવા કે ગામમાં પાણીની પરબ, ભોજનશાળા, ઘણા નાના મોટા મંદિરો, લોકોને ખાવા રોટલા મળે પણ રહેવા ઓટલો મળતો નથી. આ હેતુથી સ્થળેસ્થળે ગરીબ, અપંગો અને સંત—સાધુઓ માટે આશ્રમ બનાવાઇ રહ્યા છે. દરિદ્ર રેખા હેઠળ રહેતા ઘણા ગરીબો છે તેમને પેટ ભરવા ભોજન મળતુ નથી. વળી આવા ગરીબ ભુખ્યા લોકોને ઉપદેશની નહી પણ ભોજનની જરૂર છે. તેથી જ ટ્રસ્ટે ધ્યાનમાં રાખી સ્થળે—સ્થળે ભોજનશાળા બનાવવાની વિચારણા હેઠળ છે.

આપણા દેશમાં ઘણા અપંગો, ગરીબો કે બેસહાય લોકો કે તેઓ પાસે આવી તમામ બાબતની ઉણપતા હોય છે. તેથી જ સતી સીતા સેવા ટ્રસ્ટએ તેઓ માટે ૩૫ એકર જમીન ખરીદી છે. આ તો ટ્રસ્ટ એ અવિશ્વસનીય સહયોગ દાનની સેવા પ્રદાન કરી છે. આમાં ટ્રસ્ટએ કુલ ૧ કરોડ ખર્ચ્યા છે. વળી માઁ ના પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ નજીક આવી રહ્યો છે. તેમાં પણ ૫૦ લાખ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે. માઁ મેલડી તો એક દ્રવ્યશકિત છે, માઁની ઇચ્છા પ્રમાણે આ લેવડદેવડની કાર્યપ્રણાલી તો ચાલ્યા જ કરશે.

ઘણા ભકતો કે શ્રધ્ધાળુઓ જેમને શારીરિક ખામી છે, પગની જન્મજાત કે કોઇ અકસ્માતની નડતર નહી તેવા ભકતોની બાહ્ય જીવનની પ્રવાસ યાત્રા સમાપ્ત થઇ ગઇ છે. તેવા ભકતો જીવની યાત્રા શરૂ કરે છે એ ધ્યાનમાં રાખી ભાઇશ્રીએ તા. .................. ના દિવસે અપંગો માટે ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું. આ ફ્રી સેવા કાર્યમાં ભાઇશ્રીએ ઘણી રકમ ખર્ચી ........ ટ્રાયસીકલોની વહેંચણી કરી.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો