• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માઁ નું રળિયામણું મંદિર તથા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મંદિર એક સ્વર્ગ સમાન હોય છે. ત્યાં પ્રભુતાની અનુભૂતિ લહેરાઇ ઉઠે છે. ત્યાં દરેકને પરમોચ્ચ આનંદ પ્રાપ્ત થાય છે. મંદિર એ એક સાત્વિકોનું રહેવાનું સ્થળ, ભાવલીન શ્રધ્ધાળુઓ માટે તે નિસર્ગરમ્યનું સ્થાન છે. મંદિર એ શ્રધ્ધા, સત્ય, ધર્મ, શાંતિ અને અહિંસા વગેરેના માર્ગ શીખવાનું એક આધ્યાત્મિક કેન્દ્ર છે. પવિત્ર સંસ્કાર સિંચન કરવાનું કેન્દ્ર છે અને હે! રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતા અમે માનીએ છીએ કે આપનો સમગ્ર બ્રહ્માંડમાં અને અણુ—અણુમાં વાસ છે છતાં અમુક મંદિર કે પવિત્ર તીર્થમાં જ તમારો વિશેષ પ્રભાવ હોય છે.

સવંત ૨૦૪૮ અષાઢ વદ માસના અમાસના દિવસે ભાઇશ્રી કિશોરભાઇના દેહાત્મામાં માતાજીનું પ્રાગટ્‌ય થયું. માતાજીના પ્રાગટ્‌યના કારણે ભાઇશ્રી સ્વયં એક દૈવી પુરૂષ બની ગયા. તેઓની અદ્‌ભૂત શકિત અને માઁ ના મહિમાના કારણે દૂરદૂરના દુઃખી ભકતો આવ્યા પધારવા લાગ્યા પુષ્કળ પ્રમાણ દાન—રોકડ પ્રદાન થયું. તેથી જ ભવ્ય મંદિર બનાવવાનું ભવ્ય આયોજન થયું. આ મંદિરનું કાર્ય ભાઇશ્રીના ઘરે થયું. કારણ કે પ્રથમ અહીં રાજદરબાર હતો. માઁ મેલડી રાજમાતા તરીકે વિરાજમાન થયેલા. તેથી જ શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાનું મંદિર નિર્માણના શ્રીગણેશ કર્યા. કાળાંતરે એક ઝુંપડાનું રૂપાંતર એક ગગનચુંબી મંદિરમાં થયું. માઁ નું અનેરું દર્શન થાય તે માટે સવંત ૨૦૫૨ ના મહાસુદ ૫ એટલે કે વસંત પંચમીના દિવસે નીચેનાં મઢમાં ધામધુમથી પ્રાણપ્રતિષ્ઠા કરી મોટો અભિષેક થયો અને કરૂણારૂપી રાજેશ્વરી મેલડી માઁ ની સ્થાપના કરવામાં આવી.

આ ભવ્ય મંદિર પરોલી ગામમાં પંચાલ ફળિયામાં છે. આ પરોલી ધામનું ગગનચુંબી મંદિર પાવાગઢથી લગભગ ૧૮ કિમી અંતરે છે. પાવાગઢવાળા મહાકાળી માતાજીનાં દર્શન થાય તે રીતે અહીં માતાજી વિરાજમાન થયા અને તેથી એક તીર્થ થી બીજાતીર્થે માધુર્ય છલકાય છે. આ ભવ્ય મંદિરનું દ્બાર પશ્ચિમ દિશાએ છે અને માતાજીની ત્રિમૂર્તિ સહિત પ્રતિમા ઉત્તર દિશાએ છે. આ મંદિર જોકે બહુ સાંકડી જગ્યાએ બનાવ્યુ છે છતા પણ ઘણાબધા ભક્તો સમાઇ જાય તેવું છે. દિન—પ્રતિદિન ભકતજનોની વધતી સંખ્યાના કારણે મંદિરનો વિસ્તાર પણ વધી રહ્યો છે અને ભવ્ય આકાર પણ પામી રહ્યો છે તેમજ બધી દિશાએ વિસ્તરાઇ રહેવાનો શુભ સંકેત આપી રહ્યુ છે. કોઇપણ વિષમ પરિસ્થિતિમાં પ્રાપ્ત કરેલા કાર્યને શકિતની યોગ્યતા રૂપે ભવ્યતા મળે છે. આમાં કોઇ સંદેહ નથી.

આ ગગનચંુબી મંદિર આરસપહાણથી સર્જાયુ છે. હાલમાં બે માળાઓ છે. મંદિરની સંરચના અત્યંત સગવડભરી છે. નીચેના મઢમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તી સહીત માં લક્ષ્મી અને મહાસરસ્વતીના દર્શન આપણે ઉત્તર દિશાથી કરીએ છે. આંતરિક ખંડમાં ત્રિમૂર્તિ સામે ભાઇશ્રીનું વિરાજવાનું સ્થાન છે અને બાહ્ય ખંડમાં માઁના જાગર બેસે છે અને સામે શ્રી ભકતજનો સ્ત્રી—પુરૂષ, યુવક—યુવતીઓ, બાળક તથા તમામ બેસહાય, અબાલ વૃધ્ધો, અપંગો બેસે છે. મંદિરમાં માતાજી માટે ઝુલો છે. અમુક પ્રસંગે ભાઇશ્રી ઝુલા પર બેસે છે અને દર્શનાર્થીઓ ભાઇશ્રીના વંદન માટે જાય છે. નીચેના મઢે બિરાજમાન માઁ મેલડીની પ્રાણ—પ્રતિષ્ઠીત મૂર્તી રત્નજડિત, પારસમણીની સાકાર પ્રતિમા દ્રશ્યમાન થાય છે. માતાજીનો મુગટ અને મુખમુદ્રા જોઇ ભકતજનોને સાક્ષાત માઁ નું વિરાજમાન સ્વરૂપ દેખાય છે. ભકતોશ્રીનું માતાજીની સાકાર પ્રતિમા સામે શરણગતિ સ્વીકારી હટવાનું મન ન થાય. તેથી જ માઁ ના જાગર અને સ્વયંસેવક તેઓને દર્શનની ઝાંખી માટે સમય આપે છે. ખરેખર માઁ નું રૂપ નિખરે છે. કલાકર કલાત્મક રૂપે સુઆયોજન કરી નાના મોટા ભાગે સારા ઢબથી મંદિરની સજાવટ કરી છે. સુંદર રંગબેરંગીથી શણગારેલું મંદિરનું ગર્ભગૃહ પણ આપણે ચિત્તાકર્ષક બનાવી દે છે અને ગર્ભગૃહની ભાત અને હનુમાન દાદા, કાળ ભૈરવ તેમજ માઁ સાથે દર્શનાર્થીંઓની છબીઓ સૌને સ્મૃતિભ્રમ કરે છે.

ઃ પરોલી ધામે ત્રિમૂર્તિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ :

અનેક ભકતજનોની પ્રાર્થના તેમજ આતુરતાના અંતે આવ્યો "પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ". જેની કલ્પના કદાચ સામાન્ય માનવી તો ન જ કરી શકે તેવો અદ્‌ભૂત અલૌકિક પ્રસંગ. જેનું નિમંત્રણ જ સ્વયં "માઁ" એ જાણે પાઠવ્યા. માનવ મહેરામણ ઉમટ્‌યો. ૧૦ એકરની પરોલી ધામની દિવ્ય સંકલ્પભૂમિ ઉપર મહા સુદ ૫ ને મંગળવાર વસંત પંચમી તા. ૨૩.૦૧.૨૦૦૭ થી મહા સુદ ૮ ને શુક્રવાર તા. ૨૬.૦૧.૨૦૦૭ સુધી ભવ્ય મહોત્સવ યોજાયો, નિત્ય પ્રાતઃકાળે ધ્યાન ચિંતન દ્બારા માતાજી સાથે ઓતપ્રોતપણું, વ્યસનમુકિત અભિયાન સ્પોટ, અખંડ માળા—મંત્ર લેખા જેવા ભવ્ય કાર્યક્રમો યોજાયા. સમગ્ર સમાજ મહિમા સભર થાય તેવા રોજ સાંજે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ, નિત્ય નવીન હિંડોળા દર્શન, ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ થયા. તા. ૨૩.૦૧.૨૦૦૭ થી તા. ૨૬.૦૧.૨૦૦૭ સુધી દરરોજ સવારે ૫ વાગ્યા થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી આ પ્રકારના અનેક કાર્યક્રમો યોજાયા.

મુખ્ય પ્રાણપ્રતિષ્ઠાનું વિધિવત પૂજન પ.પૂ. જયંતિભાઇ શુકલે (પાલીતાણા) કરાવ્યું. સવારના પહોરથી યજ્ઞશાળામાં યજમાન તથા આમંત્રિતો મહાયજ્ઞના પૂજન તથા આહૂતિઓ માટે સમયસર ગોઠવાઇ જતા તથા હોમ, યજ્ઞ વિગેરે માટે આહૂતિઓ અને મંત્રોચ્ચારોથી સમગ્ર વાતાવરણ મંત્રમુગ્ધ થઇ જતું. દરરોજ બપોરના સમયે ધાર્મિક સભાનું આયોજન પ.પૂ. રમેશભાઇ શુકલે (પાલીતાણા) સંભાળ્યું. સાંજે મહાઆરતી ત્યારબાદ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને અંતે રાત્રી જાગરણ અલગ અલગ કલાવૃંદ ના કલાકારો દ્બારા કરવામાં આવ્યું. પ્રથમ દિવસે ૧૦૮ દિવાની મહાઆરતી, બીજા દિવસે ૫૫૧ દિવાની, ત્રીજા દિવસે ૭૫૧ દિવાની અને ચોથા દિવસે મહાઆરતીનો પ્રસંગ યોજાયો. સાથે સાથે એક હજાર કળશથી મૂર્તિ મહા અભિષેક તેમજ ગામ પ્રદશિક્ષા કરવામાં આવી.

ચારે દિવસે દરરોજ લાખો ભાવિકોએ સવાર/બપોરના ચા—નાસ્તા તથા સવાર—સાંજ મહાપ્રસાદીનો લાભ લીધો.

આ દિવસો દરમ્યાન જાણે દૈવી સભાનું આવરણ રચાયું. માનવ મહેરામણ દૂરદૂરથી આવ્યો. કેટલાય ભકતો કયાં—કયાંથી આવ્યા અને આ અદ્‌ભૂત પ્રસંગનો લાભ લીધો. હવનમાં બેસનાર યજમાનો તથા ભાવિક ભકતો માટે રહેવાની વ્યવસ્થા ત્યાં જ કરવામાં આવી. બહેનો અને ભાઇઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી. આમંત્રિત વીઆઇપી અતિથિઓ માટે જુદી વ્યવસ્થા કરવામાં આવી.

દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે આદિવાસી લોકનૃત્યો, કથક નૃત્ય વગેરેની આગેવાની ખ્યાતનામ કલાકાર ભરતભાઇ બારીયા તથા રાજુભાઇ બોડેલીવાળાએ સંભાળી.રાત્રે લોકડાયરાનું સફળ આયોજન ભાઇશ્રી જે.પી.શાહ તથા દાસ દિનેશે પાર પાડયું. દરરોજના ડાયરાઓમાં લોકસંગીતના વિખ્યાત કલાકારો શ્રી હેમંતભાઇ ચૌહાણ, શ્રી ખીમજીભાઇ ભરવાડ, શ્રી માયાભાઇ આહીર, શ્રી શામજીભાઇ વાટલીયા, લલિતાબેન ઘોડાદરા, રેખાબેન રાઠોડ વિગેરેએ ભાગ લઇ સમગ્ર સભાને ભકિમય વાતાવરણથી તરબોળ કરી મુકી.

સમગ્ર પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન ખુબ જ મહેનત, ખંત, ધગસ તથા ધનથી શ્રી સતી સીતા સેવા ટ્રસ્ટ, તેમના આગેવાન ભાઇશ્રી પ્રવિણભાઇ ઠક્કર અને નિરંજનભાઇ પટેલ તથા સ્વયંસેવકો તથા માઇ—ભકતો દ્બારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ. આ પ્રસંગનું વિવરણ સ્થાનિક તથા વિવિધ પ્રાંતીય સમાચારપત્રો, સામયકિો તથા ટી.વી. ચેનલો વિગેરે ઉપર દરરોજ પ્રકાશિત થયંુ. દરરોજ લાખોની સંખ્યામાં માઇ ભકતો આ પ્રસંગે ઉમટી પડયા સાથે સાથે તમામ વર્ગના પ્રતિષ્ઠિત આગેવાનો, ધારાસભ્યો, સરકારી મંત્રીઓ, પોલીસ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, વેપારી વગેરેએ પણ એનો લાભ લીધો. કૈલાસધામથી શોભાયાત્રા થકી મૂર્તિઓનું વિધિવત સ્થાપન ત્રિમૂર્તિધામે થયું

મંદિરને જોડતા અન્નપૂર્ણા ભુવન બનાવ્યું છે. ઉપરના માળાએ પુરૂષ માટે ભોજન શાળા છે અને નીચેના ખંડમાં સ્ત્રીઓ માટેનું ભોજન ગૃહ છે. ત્રીજા માળ ઉપર દર્શનાર્થીઓ માટે રહેવાની રૂમો છે. ભકતજનો માટે આ સગવડભર્યુ આયોજન છે. ઉપરના મજલે સ્થાપિત મંદિરમાં બધા ભકતો સુખશાંતિથી ભાઇશ્રીએ આપેલ ઉપદેશ મંત્ર અને માળા જપ કરે છે. ભકતજનો ત્યાં ધ્યાન મગ્ન થઇ જાય અને મૌલિક ચિંતન કરી પરમોચ્ય આનંદ મેળવે છે. ઉપરના ભાગે ટેબલ મુકયું છે જ્યાં બેઠકધારી ભકતો માતાજીએ આપેલ વચનામૃતનો પરિણામ ગ્રહણ કરે છે. ઉપરાંત ત્યાં જ માતાજીની ભસ્મ, દોરો અને તેલ અપાય છે. આ કાર્યપ્રણાલી મઢમાં પણ થઇ શકે છે. ફકત મંદિર નિર્માણ કરી કાર્યપ્રવૃત્તિ પૂર્ણ નથી થતી "લોક સેવા એ જ પ્રભુ સેવા" દુરદુરથી માઁ ના ધામે ભકતો આવે છે. શારીરિક ખામી, ગરીબ, લાચાર અને અપંગો માટે ઓટલો અને રોટલોની સગવડ આવી પ્રવૃત્તિ ધ્યાનમાં રાખી શ્રી સતી સીતા સેવા ટ્રસ્ટ એ આ ભકતજનોની જરૂરીયાત પુરી પાડવ રામરોટી અને રહેવા માટે સગવડભર્યુ ભવન અને મઢ નિર્માણ થયો છે. તા. ૨૭.૦૨.૧૯૯૭ ના ગુરૂવારે બાંધકામ શરૂ કર્યુ હતું. મઢમાં ઘણા ભકતો વિસામો લે છે. ઉપરાંત આજે આ મંદિર ૩૦૦ થી ૪૦૦૦ લોકોની ભોજન—નાસ્તા માટેની જરૂરી પુરી પાડે છે.

નીચેના ખંડમાં માતાજીની ત્રિમૂર્તિ સામે પ્રકાશીત ઝુમ્મર છે તે બહુમૂલ્ય છે તે પણ માઁના પ્રતાપે સૌને આકર્ષે છે. આંતરિક આકર્ષણ સ્મૃતિભ્રમ છે, ત્યાં શાંતિનું સર્જન થાય છે. ત્યાં સૌ બધા મોહિત થઇ જાય છે. સતી સીતા સેવા ટ્રસ્ટની સાધન સામગ્રી, ફોટો, ઓડીયો, વિડીયો કેસેટ, પેન, આકર્ષક કી—ચેઇન, વગેરેની ઉપલબ્ધતા માટે મંદિરના બાહ્ય ભાગે એક સ્ટોલ છે તે નાસ્તો, શીતપેયની જરૂરીયાત પુરી પાડે છે.

માઁ મેલડીના મંદિરનો ઘુમ્મટ અતિઉચ્ચ છે. બાહ્ય ભાગથી બહુ છટાદાર અને આકર્ષક દેખાય છે. આ તો પાવાગઢવાળા મહાકાળી માતાનું ભવ્ય દર્શન માટેની ઝાંખી છે. આ અતિઉચ્ચ ઘુમ્મટ ઉપર આભે વાદળો સાથે વાર્તાલાપ કરે છે. ઘુમ્મટ ઉપર માઁ મેલડી, માઁ મહાલક્ષ્મી અને મા મહાસરસ્વતીની ત્રણ ધજાઓ લહેરાય છે અને ત્યાં ભાવનાનો સાગર હિલોળા લે છે. આ ત્રિમૂર્તિની ધજાઓ ઉપાસકો માટે ઉન્નતિના શિખરે પહોંચવાનું સંકેત આપે છે.

આ પરોલી ધામનું માઁ મેલડી માતાનું મંદિર સાફલ્ય મહિમાનું ક્ષેત્ર છે. આ એક શકિતનું જ્ઞાન પીઠ છે. તે એક આનંદ પવિત્રતાનો સાગર છે કે જ્યાં ડુબકી મારવાથી પાપ ધોવાઇ જાય છે. અબાલવૃદ્ધ ભાવિક ભકતો, અંદર બહાર તેમજ ભકિતદ્બારમાં ઉભા રહી માઁ મેલડીના દર્શનનો લાભ લઇ કૃતાર્થ બને છે. આ મંદિરનું દર્શન કરી સદાચારીની સદ્‌ભાવના નિર્માણ થાય છે.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો