• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

માતાજીનો તાવો (માઁ મેલડીનું નૈવેદ્ય)

દરેક ધર્મના જુદાજુદા દેવી દેવતાઓ હોય છે અને તેઓના ધાર્મિક સંપ્રદાય પ્રમાણે વિભિન્ન નૈવેદ્ય તેઓ તેઓના દેવી—દેવતાઓને ધરાવે છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ઇશ્વર માતા પ્રત્યે સ્નેહ આદાન પ્રદાન કરવા નૈવેદ્ય અનિવાર્ય છે. તે એક પવિત્ર સંસ્કાર સિંચન કરવાની કળા છે. દેવી દેવતાઓને રિઝવવા વિનયયુકત આચરણ છે. પ્રસંગો પ્રમાણે જુદાજુદા નૈવેદ્ય ધરાવવાની રીત છે. આપણે પરમેશ્વરના સંતાન છીએ. પરમેશ્વરને રિઝવવા આપની યથાશકિત પ્રમાણે જેવા નૈવેદ્યો આપણે પ્રભુ માતાજીના પ્રીત્યર્થે અર્પીએ છીએ અને તેના બદલે પ્રભુ માતાજી આપણને મહાફળ આપે છે આવું કહેવામાં કાંઇ અતિશયોકિત નથી.

ભકતજનો! ચાલો આપણે માતાજીનો તાવો એટલે માઁ મેલડીનું નૈવેદ્ય વિશે ચર્ચા કરીશું. શુભકામનાની દેવી શ્રી રાજેશ્વરી મેલડી માતાનું પ્રિય ભોજન નૈવેદ્ય હોય તો બીજુ કાંઇ નથી પણ "પૂરી". માઁ ના નૈવેદ્ય માટે પૂરી તળવામાં આવે છે. આપણે પૂરીની વાત કરીએ તો સામાન્ય લાગે છે અને મનમાં એક સામાન્ય વાત લાગે છે પૂરી? પણ આ પૂરીનો નૈવેદ્ય ઘરે સ્ટવ પર વેલીને તળવું નહી. માઁ મેલડીની દરેક બાબત અનોખી હોય છે. માઁ ના નૈવેદ્ય માટે મઢમાં સવારમાં પૂરી તળવામાં આવે છે. આ પૂરી હાથ વડે બનાવવામાં આવે છે. તેને વેલણથી વારીને નહી, પણ હાથ વડે જાગર માઁ ના નૈવેદ્ય માટે ઘઉના લોટમાં ગોળ અને તેલ નાંખી પિંડો બનાવી હાથ વડે નાની નાની પૂરી બનાવી એક પછી એક ઉકળતા તેલમાં માઁ મેલડીનો મંત્રોચ્ચાર કરી છોડે છે. હાથથી બનાવેલ પૂરીને આપણે ઉકળતા તેલમાં છોડી દઇઐ છીએ પણ તેઓને બીજુ અન્ય સાધન વડે પલટાવવામાં આવતી નહી તેઓને ગરમ ઉકળતા તેલમાં હાથ વડે જ ઉથલાવી પડે છે અને હાથ વડે એક પછી એક પૂર્ણ રીતે બનાવીને બહાર કાઢવી પડે છે.

માઁ મેલડીનો ભકિતભાવ, પૂજા—અર્ચનાની પ્રવૃત્તિ અનેરી રીતે કરવી પડે. આ બધુ કરવા વિશે દરેક જણ કટિબધ્ધ નથી. આપણને તો ઉકળતા તેલને જોઇ ગભરાહટ થાય છે. દૂરથી જ ગરમીની લાહની જાણ થાય છે અને ઉકળતા તેલમાં આંગળીઓ નાંખી પૂરી બહાર કાઢવી એ તો અગ્નિ પરીક્ષા સમાન છે. પણ આપણા મેલડી માતાનો મહિમા નિરાલો છે. તેઓના ભકતોને કશી ઇજા પમાડતા નહી જે ભકતો માઁ ના ગુણગાન ગાતા હોય, માઁ મેલડી પર અપાર શ્રધ્ધા રાખતા હોય તો આવા એકનિષ્ઠ ભકત એ આ સાહસિક કાર્ય સિદ્ધ કરવામાં સહેજ તકલીફ પણ લેવી પડતી નહી.

કરૂણારૂપી માઁ મેલડીની કોઇ પણ ભકિત પ્રણાલીમાં ભકતજનોની કસોટી થાય. તેથી જ માઁ ના દરબારમાં આપણે કસોટી કરવી હોય ખુદને અજમાવવુ હોય તો માઁ ના નૈવેદ્ય (તાવા) માં પૂરી હાથ વડે તળવા માઁ ના મઢમાં પધારો અને આ સુવર્ણ અવસરનો લ્હાવો લેવા કયારે પણ ચુકશો નહી. પુષ્કળ ભકતો એક પછી એક આવી પૂરી તળે છે અને બહાર કાઢે છે. ઉકળતા તેલમાં પૂરી બહાર કાઢવી હોય તો કાંઇ નિયમો જાળવવામાં આવે છે તે છે આપણા હાથ ચોખ્ખા હોવા જોઇએ, ચામડાની વસ્તુપટ્ટા કે પૉકિટ વગેરે બહાર કાઢવું પડે છે. માથા પર રૂમાલ જરૂરી છે, પણ સૌથી વધારે તો શ્રધ્ધા બહુ કામે આવે છે. આવા નિયમો દરેક માટે છે. પણ આ પૂરી અચુક ભકતો જ ઉકળતા તેલમાંથી બહાર કાઢે છે. અમુક ઉકળતુ તેલ જોઇ સ્પર્શ્યા વગર તાવાથી દૂર હટે છે, કોઇ પુરી સ્પર્શી શકે છે પણ જે ભકતોની માઁ પ્રત્યે અપાર ભકિત છે, શ્રધ્ધા છે, માઁ ની મહાનતા જાણકાર ઉપાસક છે, તેવા ભકતો ઉકળતા તેલમાંથી એક શું સેકડો પૂરી તળી બહાર કાઢી નાંખશે જેવી માઁ ની ઉપાસના, જેવી માઁ ની ભકિત કરો તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

ભકતો—ઉપાસક પાસે ધૈર્યનો સદ્‌ગુણ હોવો જોઇએ. ધૈર્યનો સદ્‌ગુણ એ પ્રતિભાનું એક જરૂરી પાસુ છે. માઁ ના જાગર સ્વયંસેવકો આ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. દર રવિવારે માઁ ના દર્શનાર્થે પધારનાર કેટલાક ઉપાસક, ભકતો ઉકળતા તેલમાંથી પૂરી કાઢે છે. સ્વયં માઁ સ્વરૂપ ભાઇશ્રી હર્ષભેરથી તરત જ ઉકળતા તેલમાં ઘણી પૂરીઓ ઉથલાવી બહાર કાઢે છે. આ પ્રસાદ માઁ ના નૈવેદ્ય તરીકે અપાય છે અને આ કસોટીરૂપી સંઘર્ષથી બનાવેલ નૈવેદ્ય પ્રસાદ તરીકે માઁ ના મઢમાં માઁ—દર્શન સમયે અને રામરોટીના સમય ભકતજનોને વહેંચાય છે.

કોઇપણ વસ્તુ બહુ મહેનત અને સંઘર્ષથી પ્રાપ્ત કરેલી હોય તો તે અતિપ્રિય અને પવિત્ર બની જાય છે. આ પૂરી માઁ ના નૈવેદ્ય અને પ્રસાદ તરીકે આ ધાર્મિક સ્થળમાં વહેંચાતો હોય તો આ લાભ લેવા કોઇ પણ આનાકાની કરી શકે નહી. આ પ્રસાદ માટે દરેક આતુર હોય છે.

માતાજીના તાવાની બાધા સર્વેને ફળે છે. ત્રિમૂર્તિધામે આ નૈવેદ્યરૂપી તવાના પરચા સાંભળીને ખ્યાતનામ ટી.વી. ચેનલ સ્ટાર ટીવીએ તેઓના લોકપ્રિય કાર્યક્રમ "માનો યા ના માનો" ઉપર પ્રસારણ કરેલ છે.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો