• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

માઁ મેલડી ના ધામે સંગીત સાધના તથા પૂજા આરાધના

સંગીત પણ દૈવી શકિત સાથે સંકળાયેલ છે. સંગીત સાધના એ દેવી—દેવતાઓને રીઝવવા માટેનું સાધન છે. સંગીત એક વિદ્યા છે, જ્યાં સંગીત હોય ત્યાં વિદ્યાની દેવી માઁ સરસ્વતી વિરાજમાન હોય છે. સંગીત હ્રદયથી ઉદ્‌ભવીને મુખ, કંઠ અને વાચા સહિત તાલસ્વરથી પ્રકટેલી શકિત છે. ફરી તે તાત્કાલિક બધાના મન અને હ્રદયમાં સિંચાઇ જાય છે. સગીત, મન ચિત્ત અને દિલ ને જોડનારી એક નાડી છે. સંગીત એ દુઃખ, પીડા, ક્રોધ, તાપ અને ગુસ્સાનો નાશ કરનારું એક સાધન છેજ્યાં ભકિતભાવ હોય ત્યાં સંગીત આરાધના આવશ્યક હોય છે. સંગીત આરાધના વિના કરેલી ભકિત નકામી ગણાય.

પરોલી ધામે સંગીત બધા જ ભકતજનોને આકર્ષે છે. બધા દૂર સ્થાનિક્ શ્રધ્ધાળુઓ આરતી માટે અને માઁ ની સંગીત આરાધના માટે વહેલી સવારે આવી પહુંચે છે. કહેવાય છે કે આરતી એ ઇશ્વર માતાને પ્રસન્ન કરવાનું એક તંત્ર છે. આરતી ગાવાથી ભકતજનોની બુધ્ધિ શકિતનું સમતોલ થાય છે. તેમને શીતલતા મળે છે, ક્રોધનો નાશ કરે છે. આરતી કરતા પહેલા પરોલી ધામમાં શ્લોક તેમજ મંત્રો ગવાય છે. શ્લોકમંત્રો ગાવાથી ભકતોમાં વાચા શકિત આવે છે અને અજ્ઞાનના અંધકારમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે.

સંગીત ભજન માટે દૈવી પુરૂષ ભાઇશ્રીએ એક ટુકડી બનાવી છે. તેમાંથી દરેક માઁના ભકત છે. તેઓ પર માતાજીની અસીમ કૃપા છે. તેઓ આ પ્રણાલી માટે કયારે પણ નિરસ રહેતા નથી. તેઓ સવારના સમયથી જ એકચિત્ત થી ઉત્તેજીત રહે છે. તેઓ જે પ્રમાણે શ્લોકમંત્રોના પઠન કરે છે તે મુજબ ભકતજનો એક તાલથી પઠન કરે છે. મઢની અંદર લાઉડ સ્પીકર પ્રણાલી છે, અંદર બહારના તમામ ભકતો સાંભળી ગ્રહણ કરી શકે. પ્રચંડ શ્રધ્ધાળુઓ પધારે છે. તેથી જ જગ્યા ખુટવા માંડી ઉપર તેમજ નીચેના બન્ને મંદિર તથા ભોજન ગૃહ ભકતજનોથી ભરાઇ જાય છે. તે માટે સેવાર્થે આવેલ સ્વયંસેવકો ભકતજનો માટે બધી જ પધ્ધતિસરની સગવડો પુરી પાડે છે. તેઓ ભકતજનોને ક્રમવાર પ્રવેશવાદે છે. કેઇક ક્ષણે વિલંબીત થયેલા ભકતોના ભાગે મઢના બહારથી જ આરતીમાં જોડાવવાનો લાભ મળે છે. છતા ભકતજનો! માઁ બહાર પણ વિરાજમાન હોય છે. કારણ કે જ્યાં સુધી સંગીતની ધૂન સંભળાય ત્યાં સુધી માતાજીનો વાસ હોય છે. માઁ ના ધામે ઘણા સદ્‌ગુણોનો ભાવ પ્રગટ થાય છે. આવું ભકિતમય વાતાવરણ પરોલીના ધામમાં ગુંજી ઉઠે છે. મંગલકારી માઁ રાજરાજેશ્વરી મેલડી માઁ ના સાનિધ્યમાં લોકોની પડાપડી ચાલે છે. જે જે ભકતો આરતી ગાવાનો લ્હાવો લે છે. માઁ ના શ્લોક મંત્રો ગાય છે તે તે ભકતોના હ્રદયમાં સદ્‌ભાવના નિર્માણ થાય, આંતરિક નકારાત્મક વિચારધારાઓ ખંખેરી માંગલિક સકારાત્મક વિચારધારાઓ પ્રાપ્ત કરી લે છે.

સંગીત આરાધના, ભજન તેમજ શ્લોક મંત્રોચાર દરમ્યાન સ્વયં ભાઇશ્રી કિશોરભાઇ ત્રિમૂર્તિ મંદિરમાં માતાજીની સજાવટ કરે છે. માતાજીના શ્રૃંગાર સાથે બે જાગર હોય છે. ભાઇશ્રી માતાજીને પ્રગટ કરવા બધી જ અૌપચારિકતા એટલે ફુલોનો શ્રૃંગાર માઁ સજાવટના સાધનો વગેરે પૂર્ણ કરી મૂર્તિને સંચેતન કરે છે. તેઓની સામે સાક્ષાત માતાજીનું ભવ્ય સ્વરૂપનું દર્શન થાય છે. તેઓની પાસે ત્યારે માતાજીને રિઝવવાની અનોખી શકિત હોય છે. ભાઇશ્રી જે પ્રકારે હ્રદયપૂર્વક ભાવપૂર્વક પ્રાર્થના આરતી કરે છે તે પ્રકારે ભકતો માઁ મેલડીને ભકિત પ્રાર્થના કરે છે. આરતી સમયે માઁની ત્રિમૂર્તિ સામે બહાર આજુબાજુ બે જાગર ભાલા પકડી રક્ષા રૂપે ઉભા રહે છે અને આગળ બે મશાલચી હોય છે.

ૐ જય મેલડી માતા, ૐ જય મેલડી માતા ।
અખંડ બ્રહ્માંડમાં વ્યાપ્યા, સઘળે તમારો વાસ ।।

માતાજીની આ મંગલકારી આરતી થાય છે, તેમાં જે ભકતો ગાય છે તેમનું સાત્વિક જીવન સાર્થક થાય છે. ભકતોને સુસંસ્કારી બનાવી દે છે. વિકૃત વિચારધારાઓ પલાયન થઇ જાય છે તેમજ શારીરિક દુષણો પણ દૂર થાય છે અને ભકતોને સદાચારી બનાવી દે છે. માતાજીની આ વાણી ખરેખર શકિત અને યોગ્યતાનું અનુરૂપ છે. વ્યથિત મન ખીલી ઉઠે છે અને હ્રદય વાદળ જેવું વિશાળ બની જાય છે. તેથી જ આરતી પ્રેરણા સ્વરૂપ ભવ્યતાની ઝાકી છે.

માતાજીના મહાન ઉપાસક ભાઇશ્રી આરતી પૂર્વે ત્રણ વાર મૂર્તિઓને શણગારે છે અને દિવસમાં સ્વયં ભાઇશ્રી પણ ત્રણવાર અલગ અલગ શ્રૃંગાર કરી માઁને ભકિત અર્પણ કરે છે. માતાજીને પંખો નાંખે છે, પુષ્પો, ભોજન, મીઠાઇ, ફળ વગેરે અર્પણ કરેછે. માતાજીના સાનિધ્યમાં સુવાસિત ધુપબત્તી પ્રજ્વલિત કરે છે. ધુપથી વાતાવરણ શુધ્ધ થાય છે તેમજ ભૂત—પિશાચ પલાયન થાય છે. માં ની પારસમણીની સાકાર પ્રતિમા પર શંખ તેમજ સ્વચ્છ કાપડ ફરાવે છે. મોર પંખથી પંખો નાંખે છે અને અરીસા વડે માતાજીનું સાક્ષાત રૂપનું દર્શન કરે છે. બન્ને બાજુ ત્રિમૂર્તિ તેમજ સામેની દિશામાં માઁ મેલડીની પ્રતિમા, ઘંટનાદ અને શંખનાદ થાય છે તે વિજય સ્વરૂપ હોય છે. માતાજીના બધા જ ભાવિકો પ્રભાવીત થઇ જાય છે, મંત્રમુગ્ધ થઇ જાય છે. પછી આરતી વેળાએ પરમ પુરૂષ ભાઇશ્રી માઁ સમક્ષ પ્રાર્થના કરે છે. "હે! પરમ કૃપાળી પરમેશ્વરી! તમારા પવિત્ર તીર્થમાં આવેલ લાચાર, ગરીબ અને દુઃખી પ્રજાના તમે આધારશીલા છો, તારણહાર છો, તેમના કપરા જીવનમાં વિરાટ શકિતઆપી તેઓનું જીવન શાંતિમય બનાવી દો" અને તેઓ સ્વયં ભકતજનોને આશીર્વાદ આપી યુગાંતર ચેતનાનો પ્રકાશ આપે છે. ભાઇશ્રીના મતે પ્રાર્થના એટલે ઉચ્ચમાં ઉચ્ચ દ્રષ્ટિબિંદુથી જીવનમાં સત્યનો વિચાર કરવો તે. આરતી સમાપન બાદ સૌભકતો ક્રમવાર આવી માઁ ને શ્રીફળ, ચુંદડી, સવાશેર અનાજ, કઠોળ અને તેલ અર્પણ કરી ભવ્ય દર્શન કરી મા નું રૂપ મનમાં અંકિત કરી નાંખે છે.

માઁ મેલડીને રિઝવવા પૂજા—આરાધનામાં ભાઇશ્રી ગુલાબના પુષ્પો અર્પણ કરે છે. આમ તો માઁ મેલડીને કોઇપણ લાલ ફુલો વહાલા છે. પારસમણીની મૂર્તિની લીલાઓને વિવિધ રંગબેરંગી ફુલ વડે ચિત્રીત કરે છૈ. આ ફુલોના રંગ મેઘધનુષના સપ્તરંગની છટા સમાન હોય છે. જંગલમાં રહેલ કે ટોકરી પરના ફુલો સામાન્ય હોય છે. માઁ મેલડીના પ્રતિમાને ફૂલોથી મઢેલા હિંડોળામાં ઝુલવવામાં આવે છે. આ પવિત્ર પુષ્પની માંગણી માં ના મંદિરમાં છે, ભકતો પુષ્પો સ્વીકારી તેઓના ઘેર પવિત્ર સ્થળે મુકે છે.

માઁ નો મહિમા અનેરો છે. આ સંગીત સાધનામાં ઘણા કલાકારો માઁના ધામમાં આવે છે અને સ્વયં માઁના સાનિધ્યમાં રહી સંગીત ડાયરાના કાર્યક્રમો કરે છે. આ પરોલી ધામમાં હેમંતભાઇ ચૌહાણ, મનોજભાઇ બારોટ, ખીમજીભાઇ ભરવાડ, શાંતીભાઇ વાટલીયા, ઇશુદાન ગઢવી, માયાભાઇ આહીર, વત્સલાબેન પાટીલ, અમીબેન જોષી, ફરીદાબેન મીર જેવા ગુજરાતી સંગીતના સિતારાઓ પધારી સંગીત ભજન કાર્યક્રમ કરી અતિમધુર સુર—સંગીતથી લોકોને આનંદિત કરે છે. ઉપરાંત તેઓની ઘણી વીડીયો, ઓડીયો કેસેટ બહાર પણ પડી છે. ઘણા સંગીત કલાકરો મા ના દર્શનાર્થે આવી કેસેટ ઉતારે છે. જેમાં માતાજી અને સ્વયં ભાઇશ્રી પર ચિત્રીકરણ કરવામાં આવે છે અને તેઓના સાફલ્યનો મહિમા ગવાય છે અને દર્શાવાય પણ છે. ઉપરાંત માતાજીના પવિત્ર દિવસો કે ઉત્સવ કે શુભપ્રસંગની ઉજવણી, ખાસ વિધિ કે વરઘોડો અને ભકતો સહિત ભાઇશ્રીના ગરબા તેમજ પુજા સંગીત આરાધનના નયનરમ્ય દ્દશ્યોનું ચિત્રીકરણ કરવામાં આવે છે. શ્રી હેમંતભાઇના કંઠે ગવાયેલી એક કેસેટમાં સુંદર અભિનેત્રી હેમા માલિનીએ માઁ મેલડીનું રૂપ ધારણ કરી તે કેસેેેટમાં મેલડીની મહાન કારીગરીના સુંદર દ્રશ્યો દર્શાવ્યા છે. કેસેટમાં હ્રદયસ્પર્શી ગીત હોય છે અને ગીત સંગીતની ધુન દૂર—દૂરના સ્થળે આખા દેશમાં સંભળાય છે. આ કેસેટો માતાજીના મહિમાનો મધુરસ છલકાવે છે. તે સાંભળી લોકોનું હ્રદય પુલકિત થઇ ઉઠે છે. આ શકિતશાળી માતાજીના પરોલી ધામે મઢમાં કેસેટોનું વિમોચન થાય છે અને ભાઇશ્રીના પ્રાગટ્‌ય સ્વરૂપમાં આ કેસેટોની બોલી થાય છે. જેમાં ભાવ લીન શ્રધ્ધાળુઓ—પરિજનો માઁ ના કેસેટના વિમોચક બનવા ભારે રકમ આપવા તત્પર થાય છે અને ખુદનું નામ કેસેટ પર વિમોચક તરીકે હોય તો તેમાં તેઓ પોતાને અતિ ભાગ્યવાન સમજે છે.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો