• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

પરોલી ધામમાં રામરોટી, મઢ અને ભોજનશાળા

પરોલીના પાવન ધામમાં માઁ મેલડી અન્નપૂર્ણા માતા તરીકે કાર્ય બજાવે છે. માઁ ને રામ બહુ જ આદર્શ અને વહાલા છે. તેથી જ આ પ્રસાદીને "રામ રોટી" તરીકે સંબોધાયુ છે. રામરોટી પરોલીના ધામે ભોજન તરીકે પિરસાવાય છે. માઁ મેલડીના પ્રતાપ વિશે દેશના દરેક પ્રાંતમાં ખબર પડી અને આખા દેશમાં માઁ ના શુભ કાર્યો વિશેનો સંદેશો પ્રસરવા લાગ્યો છે. તેથી જ દુઃખી પ્રજા માઁ ના સાન્નિધ્યમાં આવી, સાક્ષાત માઁ સ્વરૂપ શ્રી કિશોરભાઇ પાસે દુઃખદ ગાથા રજૂ કરી તેઓનું દુઃખ દૂર કરી લે છે. માઁ શ્રી રાજમાન રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે દૂર—દૂરથી દુઃખી—ગરીબ પ્રજા આવે છે તેવા દુઃખી આત્માઓની રહેવાની, ભોજનની, ચ્હા, નાસ્તા, પાણીની સગવડતા નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. ગુજરાતના તમામ વિસ્તારમાંથી તથા મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ દિલ્હી, પંજાબ, મુંબઇ વિભાગમાંથી આવનાર પ્રજા માટે દર રવિવારે રામ—રોટીનો કાર્યક્રમ આયોજાય છે. આ ધામમાં રામ—રોટી માટે મોટી ભોજન શાળા છે (અન્નપૂર્ણા ભોજનશાળા). ત્યાં શ્રી માતાજીની કૃપાથી અને અન્ન દાનવીરોના સહયોગથી ભાઇશ્રી આ સત્કાર્ય આયોજેલ દર રવિવાર તથા ઇતર દિવસો ઉપરાંત કોઇ મહાપર્વ, વિધિ, તહેવાર અને પવિત્ર દિવસો જેવા કે નવરાત્રી, વસંત પંચમી, મહાશિવરાત્રિ, હોળી, હોમ, મહાચંડી યજ્ઞ વગેરેના દિવસે રામ—રોટી જમાડવામાં આવે છે.

અન્નદાન એ સર્વશ્રેષ્ઠદાન છે. માઁ નો મહિમા અને ભાઇશ્રીની ચમત્કારિક મહાશકિતના કારણે ઉપાસકો ખુશ થઇ દાન આપવા સમર્થ હોય છે. ભાઇશ્રી માઁ અવતાર ધારણ કરી દુઃખીયાઓને સૌ સારા કરી તેઓને અતિ પ્રસન્નીત કરી દે છે. તેથી જ શ્રધ્ધાનિષ્ઠ ભકતો આવુ સુકર્મ કરવા કયારે પણ કચકચાટ કે કરકસર કરતો નથી. તેઓ સ્વખુશાલીથી તેઓના મનપૂર્વક ઇરાદાથી જે "રામ—રોટી" માટે સહયોગ કરવા ઇચ્છે તે આપી દે છે. અહીં કોઇપણ વ્યકિત કોઇને દાન કરવા કયારે પણ દબાણ કે ફરજ પાડતા નથી. પણ આવા ઉદાર ભકતો માઁ ના અવિશ્વાસનીય સત્કાર્યો જોઇ અનાજ, કઠોળ, તેલ, ઘી, ખાંડ વગેરે અન્નમંદિરમાં સ્વાધીન કરી બહુ જ પૂણ્યનો મહાફળ પ્રાપ્ત કરી લે છે. આજે પણ માઁ ના દરબારમાં અખુટ અન્ન ભંડાર છે.

સંગીત ભજન માટે દૈવી પુરૂષ ભાઇશ્રીએ એક ટુકડી બનાવી છે. તેમાંથી દરેક માઁના ભકત છે. તેઓ પર માતાજીની અસીમ કૃપા છે. તેઓ આ પ્રણાલી માટે કયારે પણ નિરસ રહેતા નથી. તેઓ સવારના સમયથી જ એકચિત્ત થી ઉત્તેજીત રહે છે. તેઓ જે પ્રમાણે શ્લોકમંત્રોના પઠન કરે છે તે મુજબ ભકતજનો એક તાલથી પઠન કરે છે. મઢની અંદર લાઉડ સ્પીકર પ્રણાલી છે, અંદર બહારના તમામ ભકતો સાંભળી ગ્રહણ કરી શકે. પ્રચંડ શ્રધ્ધાળુઓ પધારે છે. તેથી જ જગ્યા ખુટવા માંડી ઉપર તેમજ નીચેના બન્ને મંદિર તથા ભોજન ગૃહ ભકતજનોથી ભરાઇ જાય છે. તે માટે સેવાર્થે આવેલ સ્વયંસેવકો ભકતજનો માટે બધી જ પધ્ધતિસરની સગવડો પુરી પાડે છે. તેઓ ભકતજનોને ક્રમવાર પ્રવેશવાદે છે. કેઇક ક્ષણે વિલંબીત થયેલા ભકતોના ભાગે મઢના બહારથી જ આરતીમાં જોડાવવાનો લાભ મળે છે. છતા ભકતજનો! માઁ બહાર પણ વિરાજમાન હોય છે. કારણ કે જ્યાં સુધી સંગીતની ધૂન સંભળાય ત્યાં સુધી માતાજીનો વાસ હોય છે. માઁ ના ધામે ઘણા સદ્‌ગુણોનો ભાવ પ્રગટ થાય છે. આવું ભકિતમય વાતાવરણ પરોલીના ધામમાં ગુંજી ઉઠે છે. મંગલકારી માઁ રાજરાજેશ્વરી મેલડી માઁ ના સાનિધ્યમાં લોકોની પડાપડી ચાલે છે. જે જે ભકતો આરતી ગાવાનો લ્હાવો લે છે. માઁ ના શ્લોક મંત્રો ગાય છે તે તે ભકતોના હ્રદયમાં સદ્‌ભાવના નિર્માણ થાય, આંતરિક નકારાત્મક વિચારધારાઓ ખંખેરી માંગલિક સકારાત્મક વિચારધારાઓ પ્રાપ્ત કરી લે છે.

માઁ મેલડીના ધામે સવારમાં નાસ્તા અને ચ્હાની વ્યવસ્થા ભકતોજનો માટે છે. નાસ્તામાં પૌંવા, શેવ, મમરા, ગાંઠીયા વગેરે અપાય છે. ભોજન (રામ—રોટી) નો કાર્યક્રમ બપોર સાડા બાર થી શરૂ થાય છે. પરોલીના ધામે દર રવિવારે ૨૦૦૦—૩૦૦૦ ઉપાસકો રામરોટીનો લાભ લે છે. જો કે અન્ન શાળા બહુ મોટી છે. તેમાં બે કક્ષા છે. ઉપરની કક્ષા પુરૂષો માટે અને નીચેની કક્ષા સ્ત્રીઓ માટે છે. આ ધામની દરેક પ્રણાલી પદ્ધતિસરની હોય છે. રસોઇ ઘરમાં બધા જ સ્વયંસેવક, સ્વયંસેવીકાઓ, માતાજીના ભકતો જ રસોઇ બનાવવાનું કાર્ય ભજવે છે અને પીરસવા માટે આ રસોડા વિભાગની ટુકડી આ સેવાકાર્યમાં ઉત્સાહભેર કાર્ય બજાવે છે. રામ—રોટી લેવા ભકતોની પડાપડી ન થાય તે માટે ત્યાં પણ જગ્યા—જગ્યાએ શ્રી સ્વયંસેવકો ઉપસ્થિત રહે છે અને ક્રમવાર એક પછી એક ભકતને અન્નશાળા પ્રવેશ દઇ વળી શાંતિનું સર્જન કરે છે. પછી ભકતો પણ એક પછી એક ક્રમવાર જઇ શાંતિ જાળવીને "રામ—રોટી" નો આનંદ લે છે.

આ "રામ—રોટી" નો પ્રસાદી દરેક માટે સરખો હોય છે. આમાં કોઇ મુખ્ય વ્યકિત કે પ્રતિષ્ઠિતોને વધારાની વાગનીઓ પીરસવામાં આવતી નથી આ માતાના નૈવેદ્ય તરીકે પણ હોય છે. સ્વયં ભાઇશ્રી માટે ઉપરાંત સૌ જાગર, તમામ સ્વયંસેવકો અને અલબત્ત ઉપાસકો, પરિજનો માટે હોય છે. આ સ્વાદિષ્ટ રામ—રોટીમાં દાળ—ભાત, કઢી, ખિચડી, શાક, પૂરી કે રોટલી, છાશ, બુંદી, સેવ, ગાંઠિયા વગેરે હોય છે. તહેવાર કે કાંઇ ખાસ વિધિના પ્રસંગે લાડુ, ખમણ, મીઠાઇપણ પીરસવાય છે. ઉપરાંત સૌથી સારામાં સારો પદાર્થ માં નો નૈવેદ્ય હાથ વડે તળેલી પૂરી પ્રસાદ તરીકે આરોગાય છે.

માઁ ના દરબારમાં બનેલુ ભોજન "રામ—રોટી" બધાના અતિપ્રિય છે. કોઇપણ ભકત રામરોટી આરોગવાનો અવસર છોડતા નહી. માઁ ની રામરોટી બહુ જ સ્વાદિષ્ટ હોય છે. માઁ મેલડી અને રામ શ્લોક ગાઇ માઁ અન્નપૂર્ણા નામોચ્ચાર કરી સૌ ભકતો રામરોટી આરોગે છે. રામરોટી લીધા બાદ ભુખ્યાની ભુખ તો દૂર થાય પણ આંતરિક વિકાર પણ દૂર થાય છે.

મઢ અને ભોજનશાળા

આયોજન અને પૂર્વ તૈયારી વિનાના કોઇપણ સાહસની સફળતા નિશ્ચિત હોતી નથી. ભકતજનો! ફકત પરિશ્રમ થી જ સફળતા મળે છે, વિચાર કરવાથી નહી. જ્યાં જ્યાં સત્કાર્યની અવિરત સેવા હોય ત્યાંના વિસ્તારમાં ભકતો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે અને આવી સુવિધાઓ છે આપના પરમકૃપાળી પરમેશ્વરી માઁ મેલડીના તીર્થે "ઓટલો અને રોટલો" ની.

ભકતજનો, દુઃખીયારાઓને અને ગરીબ, અપંગોને કશી તકલીફ ન પડે તે માટે ત્રણ માળાનો મઠ અને ભોજનશાળા સતી સીતા સેવા ટ્રસ્ટના સંચાલન હેઠળ છે. આ મઢ અને ધર્મશાળા આયોજન ખાસ કરીને દુર—દુરથી આવનાર ભકતો માટે છે કારણ કે માઁ ના દરબારમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મુંબઇ, સુરત, અહમદાબાદ અને ડીસા જેવા વિસ્તારમાંથી પોતાનું દુઃખ લઇ ભકતો આવે છે.તેમની ભોજન, નિંદ્રા, સ્નાન તેમજ બાથરૂમની સુવિધાઓ સગવડભરી થઇ જાય છે.

જેમ જેમ ભાઇશ્રી મા દૈવી શકિતની વૃદ્ધિ થઇ રહી છે અને માઁ ના મહિમાનું મહાત્મ્ય પ્રજા જાણી ગ્રહણ કરી રહી છે તેમ તેમ દિનપ્રતિદિન માઁ ના ધામમાં પ્રચંડ જમાવ થઇ રહ્યો છે. માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. પરોલી ગામની આન—શાન અને રોનક ચડી રહી છે. ભકતજનોનું પરોલી ધામમાં આવ—જાવ થઇ રહ્યું. આવું ધ્યાનમાં રાખી સતી સીતા સેવા ટ્રસ્ટએ દૂરદૂરથી આવનાર વ્યકિત માટે આવી સગવડ કરી રાખી છે. માઁ પાસેથી કાંઇ લઇ જવા માટે દર્શનાર્થે આવનાર ભકતોને રવિવાર પૂર્વે આવવું પડે છે, તેવા અપંગ, દુઃખી, શ્રધ્ધાળુઓ અને પરિજનોને સારી સગવડ મળે તે માટે એક મોટો ત્રિમાળી મઠ ઉભો કરાયો છે, જેમાં રસોઇ સામગ્રી છે અને રસોઇ બને છે. સ્નાન સુવાની વ્યવસ્થા થાય છે. માઁ ના શ્રધ્ધાળુઓને બેઠક અને માઁ ની માંગલિક આરતીમાં સ્થાન મળે તે માટે રાત્રે કે વહેલી સવારે આવુ પડે છે. કારણ કે થોડુંક વિલંબ થાય તો તેઓ બેઠકધારી બની માઁ પાસે દુઃખ રજૂ કરવા અસમર્થ થાય છે તેમજ માઁ ની માંગલિક મહાઆરતી માટેનો સુવર્ણ અવસર માટે તેઓ સક્ષમ થઇ શકતા નથી. તેઓને આ લાભ મળે તે માટે આ મઠમાં પણ તેઓની કાળજી રાખનાર સ્વયંસેવકો ગોઠવાયા છે. મંદિર મઠ અને ભોજનશાળામાં આ સ્વયંસેવકો નિઃસ્વાર્થપણાથી સેવા પ્રદાન કરે છે. આ સત્કાર્યની કાર્ય પ્રણાલી કરવા તેઓ કયારે પણ દુઃખી લોકોની સતતરૂપી સહાયતા કરતા રહે છે. આપના જીવન યાત્રામાં "લોકસેવા" આ બહુમુલ્ય કાર્ય છે.

મઢના નીચેના માળાએ બધી ભોજન સામગ્રી છે અને ભોજનની બધી વાનગીઓ આધુનિક યંત્રો દ્બારા બનાવાય છે. કારણ કે સ્વયંસેવિકાઓએ કશાની જ તકલીફ ન પડે અને ભકતજનોનો પ્રચંડ જમાવના કારણે રામરોટીમાં વિલંબ ન થાય. બીજા માળાએ દુરસ્થિત ગરીબ તથા અપંગ ભાવિકો માટે રૂમો છે અને ત્રીજા માળાએ સ્નાનગૃહ તેમજ બાથરૂમ અને રહેવા માટે રૂમો છે. આ મઠમાં પણ ભાઇશ્રીએ નિસ્વાર્થ સ્વયંસેવકોનું આયોજન કર્યુ છે. તેઓનો આ અપંગ ભકતો માટે બહુમોટો યોગદાન છે. તેથી જ માઁ તેઓને અચળ "શ્રધ્ધાનિષ્ઠ" કહે છે.

ઓટલા સાથે "રોટલા" ની પણ જરૂરી છે. દુઃખીયારાઓ પરોલીના પવિત્ર સ્થળે માઁ મેલડીના ધામે જીવનની કઠીન સમસ્યાઓ દૂર કરવા માઁ ના ભકતો બની પધારી રહ્યા છે. આ તમામ ભકતો માટે રામ રોટીનુ આયોજન યોજાયુ છે. દર રવિવારે ૨૦૦૦—૩૦૦૦ લોકોની રસોઇ બને છે. તેથી જ અન્નપૂર્ણા અને અંબા ભવન ભોજનગૃહો નિર્માણ કરવામાં આવ્યા છે. મંદિરની બાજુમાં જ જોડાયેલા ઇમારતમાં ભોજન શાળા બંધાઇ છે જ્યાં ભક્તો માઁ ની પ્રસાદી આરોગે છે.

આ અવિરત ચાલતી રામરોટીની સેવા કરવાની ભાઇશ્રી નીતીનભાઇએ સંભાળી છે. ભોજન વિભાગમાં પણ સચોટ સ્વયંસેવકો છે. તેઓ દરેક કાર્યમાં પ્રવૃત્ત રે છે. વાસણો ધોવા, વાનગી પીરસવા, વાસણો એકઠા કરવા તેમજ ભકતોને આવકારવા, સ્થળ—સ્થળે મહેનતુ અને ઉદાર સ્વયંસેવકો કિચન ડિપાર્ટમેન્ટની ટુકડી તરીકે કાર્ય બજાવે છે. ભારે સંખ્યામાં ભકતો હોવાના કારણે સ્વયંસેવકો સ્થળ—સ્થળે ચોકીદાર બની, ભકતજનોને આવકારી એક પછી એક, ક્રમવાર ભકતોને ભોજનશાળામાં થાળી, વાડકી, ગ્લાસ આપી પ્રવેશવા દે છે. ગમે તેવી પ્રતિષ્ઠિત વ્યકિત હોય તેઓ માઁ ના દરબાર કે ભોજનશાળા હોય તેમાં માઁ નું જપ કરી પ્રવેશ કરે. દરેક પંગતમાં સાફ—સફાઇ કરી, આસન પાથરાવી સ્વયંસેવકો તેઓને બેસાડી ભોજન પીરસે છે. સૌ ભકતો અન્નપૂર્ણા માતાના શ્લોક અને રામનામ લઇ આ મહાપ્રસાદી રામ—રોટીનો સ્વાદ લે છે.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો