• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

માઁ ના નોરતા

નવરાત્રી પ્રાચીન શકિત સ્વરૂપીણી દેવી દુર્ગા ભગવતી આરાધનાનુ મહાપર્વ છે. ધરતી પર જ્યારે જ્યારે રાક્ષસ પ્રવૃત્તિઓએ માઝા મુકી ત્યારે ત્યારે એના સંહાર કરવા દૈવી શકિતનો પ્રાર્દુભાવ થયો. ધરતી પરના વર્ષના સૌથી પવિત્ર દિવસો હોય તો માઁ ના નોરતા. દુર્ગા દેવીની સંખ્યા "નવ" હોવાથી આ શબ્દ સાર્થક છે. આપણે જીવનમાં નિત—નવીનતા અનુભવ કરીએ. માઁ ના નોરતા વર્ષમાં ચાર વાર આવે છે, પરંતુ તેમાંના બે નોરતાનું બહું જ મહત્વ છે. એક ચૈત્ર માસના વાસંતીક નોરતા અને આસોમાં શારદીય નોરતા. બન્ને શકિતપૂજન, શકિત સંવર્ધન અને શકિત સંચય માટે છે. નવરાત્રીની આઠમનું નોરતું બહુમૂલ્ય ગણાય છે. ચૈત્ર આઠમે માતા દુર્ગાનું ભવાની સ્વરૂપ પ્રગટયુ હતું. તેથી જ ચૈત્ર આઠમના દિવસે નવચંડી યજ્ઞ, હવન કરવાનો રિવાજ છે. આ બન્ને નોરતા માઁ મેલડીના પરોલી ધામે ભારે હર્ષભેરથી ઉજવાય છે.

નવરાત્રી મહાપર્વનું મહત્વ આટલા માટે છે કે શ્રી નવદુર્ગાએ ધરતી પરના રાક્ષસોનો સંહાર કર્યો. જ્યારે શકિતનું સર્જન થયું ત્યારે આદ્યશકિત અંબે સ્વરૂપ માઁ ભવાની ધરતી પર પ્રગટ થયા અને રાક્ષસો સાથે ધમસાણ યુદ્બ થયું. આ રાક્ષસો પાસે અસાધારણ શકિત હતી. પણ તેઓ દુષ્કર્મ કરતા, દેવ લોકો તેઓના અત્યાચારથી વિવશ થઇ ગયા હતા. તેવામાં આવા પાપી, દુષ્ટ રાક્ષસોના સંહાર કરવા શકિત સ્વરૂપીણી દેવી દુર્ગા માઁ ભગવતીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચંડ—મુંડ, શુંભ—નિશુંભ, ધુમ્રલોચન—રકતબીજ અને છેવટે મહાબલ વાન આસુરરાજ મહિષાસુરનો વધ કર્યો. આ નવેનવ દિવસ વિજયની ઝાંકી છે. તેથી જ તેઓના માન અને સ્મરણથી નોરતા ઉજવાય છે. ઉપરાંત દશેરા સાહસ, શૌર્ય, શકિત અને સ્વાસ્થ્યનું પર્વ છે.

ચૈત્ર તથા આસો નોરતામાં આ પરોલી માઁ મેલડીના ધામમાં વિવિધ કાર્યક્રમોની વિધિસહ ઉજવણી કરવાની પ્રથા થઇ ગઇ છે. માઁ ના દરબારમાં નવ—નવ દિવસ ભકતો પધારે છે અને તેઓની સાજ સજાવટ અલબત્ત ધામની શોભા વધારે છે. ભાઇશ્રી મઢમાં અંબે સ્વરૂપ ધારણ કરી ગરબા રમે છે અને આ શુભ પ્રસંગનો લાભ લેવા ભકતજનો માતાજી સાથે ગરબામાં જોડાય છે. માઁ ના ધામમાં આવા મહાપર્વના સમયે ફુલોની સાજ સજાવટ થાય છે. સુવાસિક પુષ્પોની હારમાળા બનાવી માઁ ને અર્પાવે છે. મંદિરમાં મનમોહમ ઝુમ્મર હોય છે. માઁ નો અલંકારીક , રત્નજડીત તાજ રાજમાતાની ભવ્યતા દર્શાવે છે. પ્રાણપ્રતિષ્ઠા થયેલ મૂર્તિ હૂબહૂ સાક્ષાત માઁ મેલડીનું અંકિત થાય છે. નવરાત્રી પર્વ આ ધામમાં અતિ રળિયામણા હોય છે. માઁ મેલડીના ધામે શકિતનુ પૂંજન, આરાધનાના મહાત્મ્યનું પરાયણ, સાત્વિક ગીત સંગીતથી ઉજવાય છે અને તેથી જ આપનુ હ્રદય, મન અને પ્રાણ ભગવતી શકિતના ભાવથી સાત્વિક બને છે.

પરોલી ધામે આ બન્ને વાસંતીક અને શારદીય આઠમના દિવસે મહાયજ્ઞ, નવચંડી યજ્ઞ નો આરંભ બપોરથી થાય છે. માઁ ના દરબાર સામે એક મોટો યજ્ઞ મુકાય છે. જાગર, બ્રાહ્મણો અને ભાઇશ્રી સહીત તમામ મેલડી પરિવારના ભકતો તેમજ માઁ ના શુભેચ્છકો, શ્રધ્ધાળુઓ અને પરિજનો જોડાય છે. પોતાનું જીવન સાર્થક કરવા અને માતાજી પ્રબળ શકિતનું પ્રાગટ્‌ય થાય છે. તે માટે માઁ ના શ્લોક મંત્રોચ્ચાર કરી હવન વિધિની પૂર્ણાહૂતિ કરે છે. તેથી જ માઇ ભકતો સત્‌માર્ગના પથે જવા તપ્તર રહે છે.

માઁ મેલડીના ત્રિમૂર્તિ મંદિરમાં સૌથી મહત્વશીલ પવિત્ર દિવસે મહાચંડી યજ્ઞની પૂર્ણાહૂતિ બાદ રામરોટીનો કાર્યક્રમ થાય છે. તેમાં અતિશય સ્વાદિષ્ટ મહાપ્રસાદ અર્પણ થાય છે. ભકતો દર્શન કરી માઁ ના ગરબામાં જોડાય છે. માઁ ના ગરબા મોડી રાત્રે શરૂ થાય છે. તેમાં ભાઇ શ્રી કિશોરભાઇ સાથે બધા જ ભાવ ભક્તિથી ગરબા રમે છે. ગરબા રમતા રમતા ભાઇશ્રી એક સામાન્ય પુરૂષ દેખાય છે પણ તેઓ તેઓના ભકતો સાથે માતાજી બની ગરબો રમે છે. કોઇ બિમાર વ્યકિત ચાલતા કે ઉભા રહેવા સમક્ષ ન હોય તેવા શ્રધ્ધાળૂઓ પણ માઁ ની અસીમ કૃપાથી ગરબા રમે છે. આવા ઘણા પ્રસંગો થયા છે.આવા એક પ્રસંગે ૧૧.૧૦.૨૦૦૫ આઠમના દિવસે એક વીસ વર્ષીય જુવાન છોકરો રવિ સોલંકી ડિસાથી માઁ ના દરબારે તેના પરિવાર સાથે આવ્યો હતો. તેને આટલી બધી ખતરનાક બિમારી હતી કે તેણે દવાખાનાથી જ માઁ મેલડીના ચરણે તેના પરિજનોએ લાવ્યો. આ યુવકનું શરીર બહુ જ ધબકતુ હતું. તે યુવક વગર પાણીની માછલી કેવી તરફડે તેવો તે તરફડતો હતો. માઁ ના ચરણે સાંજે ૭ વાગ્યાથી આવ્યો હતો. તેના શરીરને જે ખેંચ આવતી હતી તે થોડી ઓછી થઇ પછી ભાઇશ્રીએ તેને ત્રણ થાપા મારી ગરબા રમવા કહ્યુ ને બસ! બે—ત્રણ કલાક પહેલા બેસવાથી આટલી બધી વ્યથા થતી હતી, પણ સાક્ષાત માઁ ની દૈવી સત્તાના આજ્ઞાથી તે બહુ ઉત્સાહથી ગરબા રમવા લાગ્યો અને તમામ ભકતોને અચંબામાં નાંખી દીધો. આ તો કરૂણારૂપી માઁ છે. સંસારમાં ગમે તેવા દુઃખીયાઓ હોય, પણ માઁ ના દરબારમાં આવી જાય તે સાવ સુખી થઇ જાય છે.

ભાઇશ્રી કિશોરભાઇ ત્યારબાદ મોડી રાત્રે અઢી—ત્રણ વાગે માતાજીનો સાજ—શ્રૃંગાર કરી માઁ ના ત્રિમૂર્તિ મંદિરમાં ગરબા રમે છે અને સાથે બધી સ્ત્રીઓ માથા પર રાચરચેલુ, સંભોષીત માટલુ મુકી માઁ ના દિવાની આજુબાજુ ગોળ ફરી ગરબા રમે છે. ભાઇ માતાજીનુ સાજ લઇ જ્યાં ગરબા રમે ત્યાં રમતા—રમતા ભાઇશ્રીમાં અંબે માઁ નું પ્રાગટ્‌ય થઇ જાય છે. પછી માતાજી ગરબા રમ્યા જ કરે છે અને માઁ ના ભકતો ત્યારે સાક્ષાત રૂપી માઁ જગત જનનીની આજુબાજુ ગોળ રમી ઝુમી ઉઠે છે. માઁ ત્રિમૂર્તિ મંદિરમાં જ્યારે સંગીત ધૂન ઉછળે છે ત્યારે માઁ પાસે પ્રચંડ શકિત નિર્માણ થાય છે. આ માતા હાથમાં સૌપ્રથમ દાંડીયા લઇ સેવક—સેવીકાઓ સાથે રાસ રમે છે અને તેઓને રમાડે છે. પછી માતાજી તલવાર લઇ અંબે સ્વરૂફનું દર્શન કરાવે છે ત્યારે આ સાક્ષાત માઁ સમક્ષ સૌ ભકત ભાવલીન થઇ માઁ ને શત્‌ કોટિ પ્રણામ કરે છે અને આ સાક્ષાત રૂપે માઁ તેઓ પર બહુ જ કૃપા વરસાવે છે. આ તો અતિ રોમાંચક પ્રસંગ છે!

સર્વે ભકતો, માઁ અવતાર ધારણ કર્યા પછી થોડાક સમય બાદ ગરબા રમવાનું બંધ કરે છે અને માઁ ની વાણી સાંભળે છે. થોડાક થોડાક સમયાંતરે માઁ નું જુદું જુદું રૂપ ધારણ કરે છે અને નવદુર્ગા પ્રગટાવી ગરબા રમે છે. આ પ્રસંગે માઁ ના ત્રિમૂર્તિ મંદિરમાં રંગ લહેરે છે, રોનક ચડે છે. સૌ ભકતો ઉત્તેજીત થઇ જાય છે. પછી છેવટે મેલડી માતાજી મોટી ગેડી (લાકડી) લે છે. માઁ ના ડાક વાગે અને માઁ ગેડી લઇ ધૂણે છે અને ગેડી લઇ ગરબા રમે છે. આ અજોડ અવસર પર તમામ ભકતો મેલડી માતાજી સાથે ગેડી પકડી ડાકના તાલે રમે છે ત્યારે જ્યાં લગી તમામ ભકતો માઁ ગેડી રમે નહી ત્યાં સુધી આ સુવર્ણ અવસરની વિધિ ચાલ્યા જ કરે છે. સૌ ભકતો તેઓનું જીવન ખરેખર ધન્ય સમજે છે. કારણ કે નવદુગા સાક્ષાત પરોલીના ધામે રૂમઝુમ કરતા આવે છે.

માઁ ના ગરબા અને અજોડ કૃતિ સપામન કર્યા બાદ તેઓનું સ્થાન ત્રિમૂર્તિ સમક્ષ હોય છે અને ત્યારબાદ માઇ ભકતો માઁ ની વાણી સાંભળે છે. માઁ નવદુર્ગા વિશે સમજાવે છે. નવદુર્ગામાતાના આ પવિત્ર પ્રસંગમાં પરોઢ થઇ જાય છે પછી માઁ ને રિઝાવવા ભાવલીન શ્રધ્ધાળુઓ આ સાક્ષાત રૂપી માતાજીને આકર્ષક જરીવાળી સાડી, ચુંદડી ઓઢાવે છે અને માઁ ના વિજયઘોષ નારા "રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતા કી જય" ધામમાં ગુંજી ઉઠે છે. માઁ તેઓની સાડી—ચુંદડી સ્વીકારી બધા ભકતોને રામ—રામ કહે છે. પછી માઁ તેઓને સાત્વિક જીવનનો ભાવ દર્શાવી, પે્રરણા આપી જીવનરૂપી આશીર્વાદ પ્રદાન કરે છે.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો