• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

માઁ મેલડીના ધામે તહેવારોનું મહત્વ

પરોલી ગામનું પાવન ધામ, શ્રી મેલડી માઁ ના દરબારમાં અલગ અલગ પ્રકારના તહેવારો બહુ જ ધુમધામથી ઉજવાય છે. આ તહેવાર દેવી દેવતાઓના પવિત્ર દિવસે તેઓના સ્મરણાર્થે ઉજવાય છે. પરોલીના ત્રિમૂર્તિ મંદિરમાં વસંત પંચમી, મહાશિવરાત્રી, હોળી—ધુળેટી, દિવાળી, માઁ ની બીજ અને અન્ય સવંત્સરીઓ ધ્યાનમાં લઇ ઉજવાય છે.

આવા પવિત્ર દિવસે માઁ પાસે હોય ભવ્યતાની શકિત માઁ સૌને જાગૃત કરે છે. માઁ નો વાણી ગાવા તમામ ભકતો કટિબધ્ધ હોય છે. આ માઁ ની પ્રશંસાણીય વાણીથી માઁ નું અંતઃકરણ ગદગદીત થઇ જાય છે અને માઁ નો દયારૂપી અખુટ સાગર હિલોળો લે છે અને તેઓના ધરતી પુત્રોને સત્ય, ધર્મ, શાંતિ, પ્રેમ અને અહિંસા જેવા સદાચારીનો માર્ગ આપી આ આદ્યાત્મિક, પાવન ક્ષેત્રે માઁ હ્રદયમાં ભરેલો દયારૂપી સાગરનો વરસાવ કરે છે અને માઁ બધા સજ્જન—દુર્જનને સુસંસ્કારીત બનાવે છે અને સન્માર્ગે મોકલી સંસારના સન્મિત્ર બનાવે છે.

રંગોનો તહેવાર હોળી—ધુળેટી, આ અલૌકિક દિવસે દૂરદૂરના શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવી માઁ ના મઢમાં જીવનની રંગરંગેલી રમવા આવે છે. માઁ ના મઢમાં ધૂળેટી પૂર્વેના દિવસે મઢમાં ઝુમ્મર, લાઇટીંગ અને ફુલોની સાજ સજાવટ કરવામાં આવે છે. સૌ પ્રથમ માઁ મેલડીના શ્લોક મંત્રોચ્ચાર કરી સવારમાં આરતીનું સમાપન થાય છે. પવિત્ર દિવસના અવસરે બધા જ ભકતો ઉમંગી હોય આમ તો આ તહેવાર પૂર્ણ ભારતમાં ઉજવાય છે. દરેક પંથના લોકો ધુળેટી રમે છે. પણ માઁ ના દરબારમાં કોઇ સાધારણ વ્યકિત સાથે ધુળેટી ન રમાતી, સ્વયં ભાઇશ્રી દુર્ગા સ્વરૂપ માઁ સાથે. માઁ ના દરબારમાં સ્થિત ઉપાસકો, ભકતો, ભાવલીનો અને પરિજનો સાથે ભાઇશ્રી માઁ સ્વરૂપ ધારણ કરી બહુ રંગ—રસીયાથી ધુમધામથી, ગુલાલ રંગ અને વિવિધ છટાના કલર લઇ રમે છે અને તેઓ પર છાટે છે. ઉપરાંત પિચકારી લઇ તેઓના ભકતો પર રંગનો છંટકાવ કરે છે અને બરાબરના રંગાવે તદ્‌ઉપરાંત ભાઇ ભકતો પણ માઁ ને રંગાવે છે. આવા સાક્ષાત માઁ સાથે સામાન્ય વ્યકિતઓ રંગ—રંગવવાનો અને માઁ ના પવિત્ર હસ્તે રંગવાનો સુવર્ણ અવસર કટિબધ્ધ ન થાય? તેથી જ માઁ ના પવિત્ર હસ્તે છાટેલુ રંગથી તેઓનું જીવન રંગરસીયુ બની જાય છે અને તેઓનું જીવન રંગમોજી બની જાય છે.

પોષ મહાસુદ પાંચમ એટલે "વસંત પંચમી" આ પણ બહુ જ પવિત્ર દિવસ ગણાય. સંગીત—વિદ્યાની દેવી, જ્ઞાન શકિત માઁ સરસ્વતીનો જન્મ દિવસ. આપણા ભકતો માટે બહુમૂલ્ય દિવસ ગણાય. માઁ મેલડી સાથે આ જ્ઞાન શકિતની પણ પુજા થાય છે. તે માઁ મેલડીના બહેન છે. માઁ સરસ્વતીએ માઁ મેલડીને વિદ્યા એટલે જ્ઞાન આયુધ આપેલ. તેથી જ માઁ સરસ્વતીને રિઝવવા આ પાવન અવસર પર ભાઇશ્રી સરસ્વતીનો પણ અવતાર ધારણ કરી બહુ ઉમદા ભૂમિકા ભજવે છે. માઁ તેઓના ભકતો, ઉપાસકોને જે અજ્ઞાનના અંધકારમાં છે. તેઓને જ્ઞાનનો પ્રચંડ પ્રકાશ નાંખી જ્ઞાનયોગી બનાવે છે અને પ્રગતિના શિખરે ચઢાવે છે. આ દિવસે સુપ્રસિદ્ધ ગાયકો આવી માઁ ની વાણી ગાઇ સૌનું દિલખુશ કરી નાંખે છે. ભાઇશ્રી આ દિવસે પણ વિરાટશકિતનું સર્જન થાય છે. માઁ ના તાલબધ્ધ સંગીતના ધુન સાંભળી ગરબા રમે છે. આ નયનરમ્ય વાતાવરણમાં ભકતોની આંતરિક ભાવના જાગૃત થઇ જાય છે અને માઁ ને કોટી કોટી પ્રણામ કરે છે.

ગુજરાત એક વેપાર માટે પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતમાં વેપારની ભરભરાટની શરૂઆત દિવાળીના સમયગાળામાં થાય. આ માંગલિક તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે અને તેનું મહત્વ પણ પરોલીના ધામે છે. આ ત્રિમૂર્તિના મંદિરે ધનતેરસ, દ્રવ્ય શકિત માઁ લક્ષ્મીપૂજન થાય છે. આપનું જીવન ધપતુ હોય તો લક્ષ્મી પર જ એટલે આપણે સારા ભાવાર્થે કમાયેલી સંપત્તિની પૂજા કરીએ છીએ. ત્રિમૂર્તિના મંદિરે મેલડી સાથે માઁ લક્ષ્મીને નિત્યભાવથી પૂજાય છે. આ દિવસે મહાલક્ષ્મી માતાનું બહુ જ મહાત્મ્ય છે. તેથી જ ભાઇશ્રી લક્ષ્મીરૂપ ધારણ કરી માઁ ના દરબારે આવેલ એકનિષ્ઠ ભકતો પર લક્ષ્મીરૂપી સંપત્તિનો વરસાવ કરી ગરીબીના અંધકારને અદ્દશ્ય કરી સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવે છે અને પછી કાળી ચૌદસ ક્રિયા શકિત મહાકાળીના સ્મરણાર્થે ઉજવાય છે. માતાજી ચુંટેલા ભકતોને તેઓના રક્ષણ માટે વિરબાપા આપે છે તથા જાગરભાઇઓને થાપો આપી નવા વર્ષની કામગીરી સોંપે છે.

દિવાળીની મઢમાં ભવ્યતા હોય છે. મંદિરની બધી જ બાજુએ દીપ પ્રકાશમાન થાય છે. માઁ મેલડી બધી જ કલંકીત બાબતનો નાશ કરી દિવ્યરૂપે દીપમાન કરે છે અને અજ્ઞાનના અંધકારમાં સજીવનને દિવ્યતાની રોશની આપે છે.

બાર બીજનો મહિમા :—

માઁ મેલડીની બીજ આ સૌથી પવિત્ર દિવસ તરીકે ઓળખાય છે. અજવાળી બીજ સુદ પક્ષની બીજ એટલે અમાસ પછીનો બીજો દિવસ આ દિવસે માઁ સભા બેસાડે છે. આ દરબારનો કારભાર ચલાવનાર રાજમાતા સભામાં તમામ જાગર ફરજીયાત આવે છે તેમજ સ્વયંસેવક અને ભકતજનો પણ પધારે છે. માઁ ના પરચા બહુ જ મહાન છે. માઁ રાજા બની તેઓના પ્રધાનમંત્રીઓને ભાવી આયોજન વિશે કહે છે. કયાં જાગર કે સ્વયંસેવકે તેઓની કાર્યપ્રવૃત્તિમાં ભૂલ કરી. માઁ ની સાક્ષાત દ્દષ્ટિના કારણે કોઇની પણ ભૂલ રહસ્યમય રહેતી હતી. તેઓએ કરેલી ભૂલ માતાજી પ્રકટ કરી તેઓને સદ્‌ગુણ અને સત્કર્મના માર્ગે જવા પ્રેરે છે. અમુક કાઇ પવિત્ર પ્રસંગે મહદ્‌અંશે બીજના દિવસે માઁ મેલડીના એકનિષ્ઠ ભકતો દૂર—દૂરના અંતર સુધી માઁ ના દર્શનાર્થે રમતા ઝુમતા પગયાત્રા કરી પધારે છે. માઁ ના પ્રતાપે સૌ એકનિષ્ઠ ભકતો આ શુભકાર્યની પ્રણાલીમાં સફળ થાય અને આવા એકનિષ્ઠ ભકતોને માઁ શકિત પ્રદાન કરે છે. તેથી જ તેઓનું જીવન ધન્ય થઇ જાય છે. પગયાત્રા તો માઁ મહિમા અને ભકિતનું સ્વરૂપ છે.

મહાશિવરાત્રીનું પર્વ ભગવાન શિવની આરાધના માટેનું છે. ભગવાન શિવ સાથે શકિતનું મિલન તો દિવસ તેથી જ સંસાર નિર્માણ થયો. ભાવનાત્મક રૂપથી આદિ—ઇશ્વર, સર્વેશ્વર મહાદેવનો અભિષેક થાય છે. આ પવિત્ર અવસર પર લોકમાંગલ્યના શુભચિંતક સ્વયં ભાઇશ્રી શિવની કલ્યાણકારી વાણી ગાય છે. તેથી જ સાધના વરદાયિની સિદ્ધ થાય છે. મહાપ્રસાદી તરીકે ભાંગ વહેંચાય છે અને ભકતો શિવના તમામ સ્વરૂપો સહીત પ્રકૃતિ સ્વરૂપ ભદ્ર, જગદંભાના રૂદ્રા આ અપરજિતા દેવીની સ્તુતિ અને અને સ્મરણ કરે છે.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો