• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

ભાઇશ્રી કિશોરભાઇમાં માતાજીનું પ્રાગટ્‌ય

ભાઇશ્રી કિશોરભાઇના કુળ દેવી "ચામુંડા માતા છે" તેઓની બાલ્વાવસ્થામાં કુટુંબની દરેક વ્યકિત કુળદેવી શ્રી ચામુંડા માતા ઉપરાંત રાજમાતા શ્રી મેલડી માઁ ને ભજતા હતા. ભાઇશ્રીની વિકટ પરિસ્થિતિ હોવા છતાં તેઓની માઁ પ્રત્યે ભાવના જાગૃત થઇ હતી. ભાઇશ્રીએ માતાજીની બેહદ ભકિત શરૂ કરી ત્યારે તેઓ કેવળ ધોરણ ૪ માં ભણતા હતા. તેઓની નિઃસ્વાર્થપણાની અને સાકારવાદી ભકિત જોઇ માઁ મેલડી પ્રસન્નતાની ઝબકી આપવા લાગ્યા દરમિયાન જ્યારે તેઓ ધોરણ ૪ માં ભણતા હતા ત્યારે જગત જનની માઁ અંબે ફોટોમાંથી તેઓના હાથમાં કંકુ આપતા હતા અને જ્યારે પરિક્ષામાં પેપર લખે ત્યારે પેપર કંકુવાળુ થઇ જતુ હતું. આવી લીલાઓ બચપણથી જ પ્રગટવા લાગી.અત્યારે પણ માઁ ભગવતીની અસીમ કૃપાથી, જ્યાં ભાઇશ્રીએ પોતાની તપશ્ચર્યા કરી હતી તે ભોઇરામાં સ્થિત ગોખમાં સ્થાપિત અંબાજીની છબીમાંથી પ્રસાદરૂપી અવિરત કંકુ જર્યા કરે છે. માઁ ભગવતી પરની અપાર આસ્થાના કારણે અને અંતઃકરણથી ભકિત અર્પણ કરવાથી શુભકામનાની દેવી, માઁ મેલડી ભાવનાનો સાગર હિલોળો લઇ બાળ કિશોર પર કૃપા વરસાવવા લાગ્યા. જ્યારે ભાઇશ્રી માઁ ભકિતમાં લીન થઇ ગયા હતા ત્યારે તેઓની ઘરની આર્થિક અવસ્થા ખુબ જ નાદારીની હતી. ગરીબાઇના કારણે માઁ—દીવા માટે તેલ પણ રહેતુ હતુ નહિ. ભાઇશ્રીના માતા મંગુબેન બહુ મુશ્કેલીથી દીવા માટે તેલ આપતા હતા. પણ છેલ્લે પરમ કૃપાળી માઁ અંબામાંની અસીમ કૃપા તેઓએ આ બાળકને તારવાનું જ હતું. તેઓને દૈવી શકિત પ્રદ કરવાનું જ હતી.

ઘરની ગરીબાઇ, પરિસ્થિતિની મજબૂરી તો સહેવી જ પડે છે પણ પારકાની મક્કારી, અવહેલના, નિંદા અને સામાજીક તુચ્છતા બહુ આઘાતજનક અને અપમાનજનક લાગે છે. સંકટ સમયમાં જ ધીરજ અને ધર્મની પરીક્ષા થાય છે. જોમાતાજી ભાઇશ્રી પર કૃપા વરસાવતાહતા તો તેઓ કયાં પાછળ પડવાના હતા. તેઓમાં ઘણી લીલાઓ સર્જવા લાગી. પણ સંસારમાં પાપી અને નાસ્તિક લોકોની અછત નથી. આવી સ્થિતિમાં ભાઇશ્રીના દેહમાં માતાજી પ્રગટ થતા ત્યારે પાપી નાસ્તિક ગ્રામજનો કહેવા લાગ્યા કે "તુ પ્રપંચી છે, તુ તો ફકત ઢોંગ કરે છે, તારામાં કાંઇ માતાજીનું પ્રાગટ્‌ય નથી અને હોય તો કાંઇક સિદ્ધ કરી બતાવ. કિશોર બાળની પરિક્ષા લેવા તેઓએ પ્રસ્તાવ રાખ્યો અને ગ્રામજનોએ કહ્યું કે "તુ હમણાં જ સાક્ષાત્કાર કર" માતાજી શરીરમાં પ્રગટતા હોય તો નાનકડા બાળકને કેટલી વેદના થતી હોય! અને ઉપરથી મક્કારીનો ભાવ પણ આ તો માઁ નવદુર્ગાની લીલા. તેવા પ્રસંગે પંચાલ ફળિયામાં લોખંડના સાધનો ઘડાતા હતા. ત્યાં આ નાનકડો બાળક ગયો અને અગ્નિમાં મુકેલ લાલછમ સાંકળ ઉઠાવી ફરાવવા લાગ્યો. આ સાક્ષાત્કાર જોઇ બધા સ્તબ્ધ થઇ ગયા. અન્યાય સહન કરનાર કરતા અન્યાય કરનાર વધારે દુઃખી હોય છે. ભકતો! સત્યનું સિંહાસન રાજાને પણ ઉથલાવી દે છે.

કોઇપણ વ્યકિતએ અંતઃકરણથી ભકિત કરેલી હોય તેવી ભકિત કયારે પણ એળે જતી નથી તેવી નિસ્વાર્થપણાની ભકિતનું મહાફળ તો કયારે પણ પ્રાપ્ત થાય છે. કિશોરભાઇ પાસે ગજબની ભકિત હતી. બચપણથી જ તેઓ માઁ ભગવતી ને રીઝવતા હતા. જ્યારે આપણા ભાઇશ્રી ધોરણ ૭ માં ભણતા હતા ત્યારે તેઓની ભકિતથી માતાજી જાગૃત થઇ ગયા અને તેઓ પર અસીમ કૃપા વરસાવા લાગ્યા. પછી માતાજી તેઓના સ્વપ્નમાં આવવા લાગ્યા. સ્વપ્નમાંથી ભાઇને જાગૃત કરી કિતમય ભજન અને સત્સંગ કરવા પ્રેરિત કરતા હતા તથા તેઓને વારંવાર અંબા સ્વરૂપે દર્શન દઇ માઁ મેલડી ની સ્થાપના કરવા કહેતા હતાં. તેથી જ આ ૧૨ વર્ષીય બાલક, કિશોર, માઁ મેલડીની ભકિતમાં ભાવલીન થઇ ગયો અને માઁ મેલડીની અવિરત પૂજા આરાધના શરૂ રાખી. આવા જ એક પ્રસંગે ભાઇશ્રી જ્યારે ૭ માં ધોરણમાં ભણતા હતા ત્યારે તેઓને માઁ અંબે વતી અંબાજી દર્શન માટે બોલાવો આવ્યો. તેથી જ તેઓ અંબે—દર્શન માટે બહુ આતુર હતા. ભાઇશ્રી દર્શનાર્થે ગુજરાતના માઁ અંબેના પવિત્ર ધામ અંબાજી ગયા. હવે માતાજી તેઓ પર નિસંદેહપણે પ્રસન્ન થવાના જ હતા. જ્યારે ભાઇશ્રી કિશોર ભગત માઁ અંબેની સાક્ષાત મૂર્તિ સમક્ષ વ્યાકુળ થઇ પ્રાર્થના કરવા લાગ્યા. ભાઇશ્રીના હાથમાંથી કંકુ ઝરવા લાગ્યું. આ તો માતાજીની પ્રસન્નતાની એક સૂચક નિશાની હતી. સર્વશકિતમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી માતાજીની છાયા ભકતો પર હોય છે. આવી કિશોર ભગતને શુભ સંકેતની જાણ થઇ અને ભકિતપૂજા અર્ચનામાં તેમજ નવધા ભકિતમાં કાંઇ કરકસર છોડી નથી અને દિવ્ય જીવનની મહેચ્છા રાખી. જ્યાં કામ હોય છે ત્યાં દામ હોય છે અને ધામ પણ હોય છે. ભકતો આપણે પરિશ્રમ કરવો જોઇએ કારણ કે સદ્‌ભાગ્ય હંમેશા પરિશ્રમ સાથે જ હોય છે. માણસનું કામ જ તેની શોભા વધારે છે બાળપણમ ભાઇશ્રીના માતા મંગુબેનની બિમારી કારણે ગૃહકામની બધી જવાબદારીઓ સ્વયં ભાઇશ્રી પર પડી. તમામ ઘરકામ કરતા હતા. તેઓએ કોઇપણ કામમાં શરમ રાખી નથી. તેઓ ખૂદ પોતાના અને બિમાર માતાના કપડા ધોતા હતા. તેઓ કપડા ધોવા નદીએ જતા. નદી કાંઠે માઁ ના ગુણગાન ગાઇ કપડા ધોતા ત્યાં પણ માઁ મેલડી પ્રસન્ન થઇ દર્શન આપતા હતા. ભકતો! સાકારવાદી ભકત ઇશ્વરની વધુ નિકટ હોય છે. અને તે ભકિતપૂર્વક પ્રભુને રીઝવ્યા કરે છે અને દિલમાં સદ્‌બુધ્ધિનો દીપ સતત જલતો રાખે અનેે તે જ સાચો ભકત. આ બે—ત્રણ વર્ષના ગાળામાં શુભકામનાની કૃપાળી દેવી માઁ ભગવતીએ ઘણી લીલાઓ દર્શાવી. ભાઇશ્રી ધોરણ ૧૦ માં ભણતા હતા ત્યારે તેઓની માતૃશ્રી મંગુબેન બિમાર રહેતા અને અવારનવાર તો તેઓની પ્રકૃતિ ગંભીર થઇ જતી હતી. પણ માઁ ભકિતના કારણે તેઓ બચી જતા. તેઓને જીવતદાન મળી જતું. આવા માં જ માઁ ભગવતી ભાઇને ઊંધમાથી જાગૃત કરી "માઁ મેલડીની" સ્થાપના કરવા કહેતા. વારંવાર આવું બનતું ગયું. પછી ભાઇશ્રીએ વચનના પાલન કરવા મહાસંકલ્પ રાખ્યો. ભાઇશ્રીએ માતાજીનું નામ જપ તેમજ વિધિ કરી અને માઁ પાસે પ્રાર્થના કરી "હે! પરમ કૃપાળી મહેશ્વરી, દયાસાગર! માઁ મેલડી, મારી આકાંક્ષાઓને હંમેશા મારી સિદ્ધિ કરતા ઉંચી રાખજો. પછીથી ૭ માં દિવસે માતાજીના મહાન ઉપાસક ભાઇ શ્રી કિશોરભાઇના ઉરમાં માતાજી પ્રગટ થયા અને તે દિવસ હતો..... અષાઢ વદ અમાસ સવંત ૨૦૪૮.

ભાઇશ્રી ધોરણ ૧૧ માં ભણતા હતા ત્યારે ભાવવિભોર દ્દશ્યનું સર્જન થયું. માઁ મેલડી સ્વયં ભાઇશ્રી સમક્ષ આવી ભવ્ય દર્શનનો સાક્ષાત્કાર કર્યો. તેઓની અવિશ્વસનીય અપાર ભકિતથી પ્રસન્ન થયા. આ જાગૃત માતા ભાઇ સમક્ષ વિરાજમાન થઇ ભાઇશ્રીને તેઓનું કુળ તારવા મહાફળની સિદ્ધિ માટે પ્રતિપાદન કર્યુ, "બોલ દિકરા! તારે શું જોઇએ?" કિશોરભાઇએ આ કરૂણારૂપી માવડી, દયાસાગર છલકાવનારી માતાને કહ્યું, "હે પરમેશ્વરી, કલ્યાણકારી, શુભકામનાની માતા હું કશાની અપેક્ષા રાખતો નથી. પણ મારા બન્ને હાથે દુઃખી—ગરીબો લોકોનું કલ્યાણ થાય તેમજ ઘરે—ઘરે માતાજીને તથા પોતાની કુળદેવીને ભજે, માઁ ના ગુણગાન ગાય અને સૌ બધા આપના ઉપાસક બને" સાક્ષાત આવેલા માઁ મેલડી "તથાસ્તુ" કહી હાસ્ય કરી આંતર્ધ્યાન થયા. મહાન લોકો પોતા માટે મહાફળની આશા રાખતા નથી પણ તેઓ મહાફળ બીજાને આપવા તપ્તર હોય છે.

ભાઇશ્રી પાસે નિઃસ્વાર્થપણાના તત્વો હતા. તેઓ ગરીબ હોવા છતાં તેમનું ઉદારપણું જોવા મળે છે. માઁ મેલડી તો વન માંગે તો સોનુ આપે છે એવા તો દરિયાદિલ છે. પણ ભાઇએ ન તો ધન—દોલત માંગ્યુ ન તો કશાની અપેક્ષા રાખી. ફકત સંસારના દુઃખી લોકોની પીડાથી મુકિત અને ગરીબોની સમૃદ્ધિ. ભાઇશ્રી સમજી ગયા કે આ બધું કરવા માટે સાંસારીક બાબતો, આશક્તિ વિગેરેથી વિમુખ્ત થયા વગર સેવાનો ભેખ પૂરો નહિં થાય માટે જ તેઓએ આ પ્રણ પુરુ કરવા માટે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો, તેથી જ આજે હાલમાં માઁ ના સાનિધ્યમાં તેઓને પરમ સુઃખ અને આનંદ પ્રાપ્ત થાય છે. "જય માતાજી"

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો