• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

ભાઇશ્રીની કઠોર સાધના—તપસ્યા તથા ચમત્કારીક દૈવી શકિતની વૃદ્ધિ

"જેના જીવનમાં તપ નથી એનું જીવન નથી" આ સંસારમાં કેટલા દેવી—દેવતાઓ, ગુરૂ, સદ્‌ગુરૂ, ૠષિ સંત, મહામાનવ અને સદ્‌પુરૂષ થઇ ગયા અને તેઓએ કાંઇના કાઇ પ્રાપ્ત કરવા કઠોર સાધના તપસ્યા કરી. જ્યારે અચળ શ્રધ્ધાનિષ્ઠ શારીરિક સમતુલા, માનસિક ધ્યાન રાખી હ્રદયદ્રાવક પૂજા, અર્ચના, ઉપાસનો કરતા હોય તો તેઓ પ્રકૃતિના પરમ આરાધક બની જાય છે. તે માટે આપની પાસે ક્ષમતા, સામર્થ્ય સદાચાર, મહાસંકલ્પ અને સદ્‌ભાવનાની વિચારધારાની યોગ્યતા હોવી આવશ્યક છે. આપણે સન્માર્ગના પથ પર જવાનો પ્રયાસ કરવો જોઇએ. કોઇ વિકૃત વિચારધારાઓ હોવી ન જોઇએ. કોઇ વિકૃત વિચારધારાઓ હોવી ન જોઇએ. ન પાપ કરવું જોઇએ કે હિંસા, ક્રોધ, લોભ, ઇર્ષાના માર્ગ અપનાવવો જોઇએ. ક્ષુદ્ર કલ્પનાની વિચાર શકિત તો આવવી ન જોઇએ. આ બધુ પ્રકૃતિનું વિરૂધ્ધ છે અને આવા માર્ગ અપનાવતા હોય તો કુદરત આપનો કયારેય પણ તારણહાર બની શકે નહિ. તપસ્યા એક માનસિક મહેનત છે. મહેનત વગર કશું પ્રાપ્ત થતું નથી. તપ એટલે નિશ્ચિંત, નસકોરા બોલાવતી ઘસઘસાટ ઉંઘ નથી કે બબડાટ કરી બ્રાહ્ય દેખાવ નથી. તપ એટલે આપના ચિત્ત, મન અને હ્રદયનું એકીકરણ કરી પરમેશ્વરનું સ્મરણ કરી મંત્ર વાચા પર લાવી નેત્ર સમક્ષ તેઓનું દર્શન.

દૈવી સત્તાના આજ્ઞાથી ભાઇશ્રીને દૈવી પુરૂષ તરીકે સંસારમાં મોકલ્યા. ભાઇશ્રી નો પણ આ સાતમો જન્મ છે. આ અતિ ભાગ્યશાળીને જ મળે છે. સ્વયં શ્રી રામ ભગવાન પણ વિષ્ણુનો સાતમો અવતાર છે. ભાઇશ્રીની કઠોર સાધના તપસ્યાની બચપનથી જ ઘણી ઝલકો છે. તેઓએ કુદરતી વાતાવરણમાં સાત્વિક જીવનનો મહાસંકલ્પ રાખી તપસ્યા કરી છે. તેઓએ સમાજની તુચ્છ પારિવારિક આઘાત અને પ્રજાકીય ઝેલી કઠોર સાધના તપસ્યા કરી છે.

જ્યારે ભાઇશ્રીએ તપ—ભકિત કરી, તેના આધારે સ્વયં માતાજી બ્રહ્માંડમાંથી ધરતી પર અવતર્યા. આવી પ્રતિભાને આપણે ગર્વથી બિરદાવવુ જોઇએ. ભાઇના મતાનુસાર કોઇ પણ ભગવાન, ઇશ્વર કે માતાજીને ભકિતથી અલગ કરાય નહિ. ભકત એ સાચા હ્રદયથી ભકિત કરી હોય તો ભકત, ભકિત અને ઇશ્વર એ ત્રિપુટીનો દર્શન થાય છે. કઠોર તપસ્યા એ જીવવનું મહામુલુ ભાથુ છે આવુ કરવાથી ઘડતર અને ચણતર થાય છે.

કઠોર સાધના તપસ્યાથી કોઇપણ સાધારણ વ્યકિત આદર્શ અને ચારિત્ર્ય પ્રાપ્ત કરે છે અને ઉત્તમ પુરૂષ બની જાય છે. ઉત્તમ પુરૂષ હંમેશા ચારિત્ર્યના વિચાર કરે છે. જ્યારે અધમ પુરૂષ "પદ" નો વિચાર કરે છે. વળી ઉત્તમ માણસ બોલવામાં ધીરો હોય પણ કામ કરવાના ઉતાવળો હોય છે. ચારિત્ર્ય જીવનમાં શાસન કરવારું તત્વ છે અને તે પ્રતિભાથી પણ ઉચ્ચ હોય છે અને આદર્શંના વિચાર કરીએ તો કોઇપણ વ્યકિતને આદર્શ મળતો હોય તો ભકિત સાધનાથી ભગવાન શ્રીરામ એ ભગવાન કરતા પ્રથમ આદર્શ રાજા હતા. આ બધુ ભકિતભાવ પર આધાર છે. આદર્શ આ જીવનનો બહુમૂલ્ય ભાગ છે. દેશ બદલાય છે, દેહ બદલાય છે પણ આદર્શ બદલાતો નથી. આદર્શ હંમેશા ભકિતભાવ અને વ્યકિતત્વ સાથે રહે છે.

ભાઇએ બચપણથી જ પિતાની છાયા ગુમાવી છતાં તેઓની આંખો મિચાઇ નથી. જો આંખો મિચાઇ હોત તો અંધકારમાં ગર્ત થઇ ગયા હોત, દિશાહીન થઇ ગયા હોત. આ દુઃખદ વ્યથા પચાવી તેઓએ ભાવપ્રધાન માર્ગ ગ્રહણ કરી સાધના શરૂ કરી અને ટુંક સમયમાં જ યોગસિદ્ધિ પ્રાપ્ત કરી.

કોઇપણ મહાન વ્યકિત તપસ્યા દ્બારા મોક્ષ યાચના નથી કરતા પણ તપસ્યાનું વરદાન માંગે છે, લોકકલ્યાણની ભલમનસાઇ માટે તપ કરે છે. કારણ કે ભાઇ એ દૈવી પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન માને છે. સાધના થકી જ્ઞાન પ્રગટ થાય છે. આત્મવિશ્વાસ વધે છે. માણસ નીડર બને છે અને તેઓને સુખશાંતિ પ્રાપ્ત થાય છે તેમજ અલૌકિક પ્રતિભા પ્રાપ્ત થાય છે. કઠોર સાધનામાં કાર્યદક્ષતા રાખી, વેગેલો પ્રવાહના કારણે ભાઇશ્રીને સાક્ષાત રૂપ ફલ સિદ્ધ થયું અને બ્રહ્માંડમાંથી માતાજી કંકુ પગલાં નાંખી પધાર્યા અને તેઓના બાલુડા શ્રી ભાઇશ્રીને આ કરૂણારૂપી માઁ એ પ્રતિપાદન કર્યુ, "બોલ બેટા તારી શી શુભકામના છે? શું જોઇએ બાલુડો?" ભાઇએ નિઃસ્વાર્થપણાથી કહ્યુ કે "હે શુભકામનાની દેવી! હે કરૂણાસાગર, આ સંસારમાં જેટલા દુઃખી છે તેઓનું દુઃખ સારવા શકિત આપો અને ઘરે ઘરે તમારી ભકિત આરાધના થાય." આવું સાંભળી માતાજી ભાઇશ્રીના ઉરમાં પ્રવેશ કરી લીન થઇ ગયા. માતાજીએ ભાઇશ્રીને તેઓની તપસ્યા અને નવધા ભકિત જોઇ મહાફળ આપ્યું. પણ મહાન વ્યકિત મહાફળ પોતા માટે સિંચાવતા નથી, પણ તેઓ બીજાના વિચાર કરે છે, તેઓ તરત જ તે મહાફળ બીજાને પ્રદાન કરી દે છે.

ભકતજનો, ભાવલીનો! આપણે તપ—સાધના કરીશું તો પાપ નષ્ટ થશે. આપણે નીડર બનીશું, સુખ શાંતિ પ્રાપ્ત થશે. તપ આ તો કલ્યાણકારી સાધન છે. તપ થકી જ્ઞાન પ્રગટ થાય છે. ક્રોધ, ભય, શોક અને સંતાપરહીત રહે છે. તપ કરવાથી માઁ મેલડી પ્રસન્ન થાય છે. આવા તો કેટલાય દ્દષ્ટાંતો છે. તેથી જ ભાઇશ્રી કહે છે, "જેના જીવનમાં તપ નથી એનું જીવન નથી".

માતાજી ભાઇશ્રી કિશોરભાઇમાંં પ્રગટયા. સાક્ષાતકાર થયો. આવું સાંભળી બધા લોકો અચંબામાં પડી ગયા. આજુબાજુના ગામ—ગામના લોકો માતાજીની પ્રાગટ્‌યની પ્રશંસા કરવા લાગ્યા. કિશોરભાઇ નાના બાળક રહ્યા નથી, તેઓ સાધારણ વ્યકિત રહ્યા નથી. તેઓ દૈવી શકિત ધરાવનાર દૈવી સ્વરૂપ પુરૂષ બની ગયા. સ્વયં માતાજીનું પ્રાગટ્‌ય થયું એટલે લોકો દર્શન કરવા આવતા, દુઃખીયારા—પીડીતો, ગરીબ—શ્રીમંત ભાઇશ્રી પાસે આવતા. તેઓની ચમત્કારી દૈવી શકિતથી રડતા આવેલ દુઃખીયારાને સાવ સારા કરી હસતા મોકલતા. ભાઇશ્રીએ ગરીબ અને દુઃખીયારાઓની સેવા સારા કરી હસતા મોકલતા. ભાઇશ્રીએ ગરીબ અને દુઃખીયારાઓની સેવા એ જ જીવનમંત્ર રાખી માઁ ને પામવા એ જ સાચો માર્ગ સમજ્યો. ક્રમશઃ ગામે—ગામે ભાઇશ્રી અને માઁ અંબા તથા માઁ મેલડીના સાક્ષાત્કારનેા પ્રચાર થવા લાગ્યો અને ઘણી સંખ્યામાં દુઃખીયારાઓ આવતા થયા. આ વંદનીય માતાના પ્રતાપે સૌનું કલ્યાણ થવા લાગ્યું. ભકતો! જે બીજાનું હિત કરે તેને જગત વંદન કરે છે. આ કરૂણારૂપી, મંગલકારી માતાનું કિશોરભાઇમાં પ્રાગટ્‌ય થવાથી તેઓની ઘરની પરિસ્થિતિ સારી થઇ. તેઓના માતૃશ્રી બિમાર રહેતા તેઓ પણ સાવ સારા થઇ ગયા. તેઓના પરિજનોને માઁ એ સાવ સારા કરી દીધા અને ભકિત કરનાર સૌ શ્રધ્ધાળુઓ, ભાવિકો, ઉપાસકો અને પરિજનોનું કલ્યાણ કરી દીધું. ભાઇશ્રીએ માઁ મેલડીની ભકિત, પ્રાર્થના, મંત્ર, જપ, તપ અવિરત શરૂ રાખ્યું. માતાજી કાયમ સ્વરૂપે પ્રાગટ્‌ય થાય તે માટે ભાઇશ્રી સુખ—દુઃખ, નિંદા—સ્તુતિના અનુભવ કરતા સંત સાનિધ્યમાં જતા. સત્સંગમાં અને પવિત્ર સ્થળે જોડાયા. ભકતોની વૃદ્ધિ થાય એટલે ભકિતની વૃદ્ધિ થાય અને ભકિતની વૃદ્ધિ એટલે શકિતની વૃદ્ધિ.

જેમ જેમ ભાઇશ્રીની પૂજા—અર્ચના વધતી ગઇ તેમ તેમ માતાજી તેઓ પર કૃપા વરસાવવા લાગ્યા અને લોકોની દૈવી શકિતની ચમત્કારિક લીલાઓ વિશેની સદ્‌ભાવના જાગૃત થઇ. તેથી જ પરોલીના માઁ મેલડીના આ ધામે ખાસા દુઃખીયારા આવતા અને તેઓની રકાસ જીવનગાથા માઁ સમક્ષ રજૂ કરતા માતાજીના આશીર્વાદ અને અમી દ્દષ્ટિની કૃપાથી તેઓનું દુઃખમય જીવનનું પરાવર્તન થવા લાગ્યુ અને અલબત્ત માઁ નો મહિમા વધતો ગયો. ભાઇશ્રી કિશોરભાઇ એ માતાજીના ભુવાના કાર્યો ભજાવવા લાગ્યા અને સ્વયં માઁ મેલડીના અવતાર ધારણ કરતા ભાઇની દૈવી શકિત વધતી ગઇ. તેઓની આંતરિક અને બાહ્ય શકિત જોઇ સૌ ભકતજનો ભાઇશ્રીના દર્શને આવવા લાગ્યા. ચારેય દિશામાં સંદેશો પ્રસારવા લાગ્યો અને ભકતજનોની વૃદ્ધિ થવા લાગી. તેથી જ આ માતા સ્થાપિત નાનું ઘર—મંદિરની જગ્યા ખુટવા લાગી.

શ્રધ્ધાળુઓના પ્રચંડ ધસારાના કારણે હવે નડતર થઇ ભકતજનો માટે, દુઃખી અને અપંગો માટે રહેવાની સગવડની જરૂર હતી. વળી આ એક મોટી સમસ્યા ઉભી રહી. તેથી જ ભાઇશ્રીનો દ્રઢ સંકલ્પ મંદિર નિર્માણ તથા ધર્મશાળા માટે ઉપરાંત માતાજી તેઓને અવારનવાર મોટુ મંદિર બનાવવા પ્રેરિત કરતા હતા. પણ જરૂર હતી રૂપિયા જેથી નાણાંકીય ભીડ ઉભી થવા લાગી અને બીજી બાજુએ કોઇ અન્ય મદદરૂપ થાય તેમ પણ ન હતું. જેથી ભાઇશ્રીએ આ સમસ્યાને નિવારવા.માટે સ્વયં ભકતો સાથે માઁ મેલડીના મંદિર સર્જન માટે ફાળો, દાન કે ભેટ સ્વરૂપમાં રકમ એકઠી કરવા જતા હતા અને આવું કરવા તેઓને બહુ કષ્ટ, તકલીફ, અવહેલના અને નિંદા સહેવી પડતી હતી. કોઇ સમયે ગામે—ગામે, ઘરે ઘર, સડક પર રોકડ મુડી એકઠી કરવા જરૂર પડી. કારણ કે આટલા બધા રૂપિયા એકઠા કરવા તે કોઇ સાધારણ વાત ન હતી. વળી તે કોઇ પ્રપંચ કે છળકપટ કરવાની પ્રવૃત્તિ પણ ન હતી. તે પ્રવૃત્તિ હતી ફક્ત કરૂણાસ્વરૂપ, કૃપા વરસાવનારા માઁ મેલડીના મંદિર નિર્માણ કરવાની. જેમ તેમ રૂા.૫૦૦૦/— ભેગા થયા હતા પણ આ અશકયનું રૂપાંતર શકયમાં થયું હોય તો ફકત રાજેશ્વરી શ્રી મેલડીર્માંની મહેર થી જ.આજે આ મંદિરને નિહાળો કેવુ માધુર્ય છલકે છે. ભાઇશ્રીએ આ કાર્યસિદ્ધિ માટે અજોડ પ્રયાસ કર્યો..... દરિયાના તળીયા સુધી ગયા વગર મોતી મળતા નથી.

માઇ ઉપાસક શ્રી કિશોરભાઇ પાસે પ્રચંડ ચમત્કારિક દૈવી શકિત સર્જન થવા લાગી. આજના માનવી અઢળક ધન—દોલતથી અને સગવડોથી સુસજ્જ છે પણ તેઓ સુખ—શાંતિથી જીવન પસાર કરી શકતા નથી અને એમ કહેવાય છે "પૈસે સે સબ કુછ ખરીદ સકતેહૈ મગર સુખ—શાંતી નહી" આવા ધનિક લોકો પાસે ઉણપતા હોય તો સુખ—શાંતિની અને કહેવાય છે કે "જ્યારે આત્માને તકલીફ પડે તો પરમાત્માના શરણે જવું પડે છે" આ તો સાર્વત્રિક સત્ય છે. તેથી જ ધનિક, શ્રીમંતો કે જેમની પાસે અપાર સંપત્તિ છે, ધનદોલત છે પણ સુખ શાંતિનો અભાવ તેમજ માંદગી, શારીરિક ખામી અને કુદરતી પ્રકોપની મહત્તમતા છે તેવા ભકતો માતાજીના સાનિધ્યમાં આવી, ચરણ પાસે બેસી માઁ સમક્ષ દુઃખની ગાથા રજુ કરવા લાગ્યા અને ચમત્કાર! તેઓનું દુઃખમય જીવન સુખમય થયું. આ બધી માઁ ની અસીમ કૃપા અને ભાઇશ્રીના દૈવી શકિતના સાક્ષાત્કાર. તેથી જ આવા ધનિક શ્રીમંતો માઁ અને દૈવી સ્વરૂપ શ્રી ભાઇશ્રી પર અપાર શ્રધ્ધા રાખી અને આવા ઉદાર ભકતજનો, દાનવીરો માતાજીના સાનિધ્યમાં આવી દાન કરવા લાગ્યા. દાન ધર્મ આ સૌથી મોટો ધર્મ આ એક વાસ્તવિકતા છે. તેમાં ઇન્સાનીયતતા સંતાયેલી હોય છે. માનવી નાનો પણ માનવતા મોટી. મુલ્યવાન દાનના આધારે વિપુલ પ્રમાણમાં રોકડ રકમ થઇ અને મંદિર નિર્માણની અવિરત કાર્ય શરૂ કરવાની ભાવી આયોજનની પ્રાપ્તિ થઇ.

વસંત પંચમીના પવિત્ર દિવસે મંદિર નિર્માણના શ્રી ગણેશ કર્યા ત્યારે રૂા.૫૦૦૦/— હતા. હાલમાં આ મંદિર નિર્માણ કાર્ય માટે રૂપિયા ૧ કરોડ થી વધુનો ખર્ચ દર્શાવે છે. ભાઇશ્રી એ તો મહાફળ પ્રાપ્ત કર્યુ પણ તે મહાફળ પોતાની સ્વાર્થ પ્રવૃત્તિ માટે નથી, તે વહેંચે છે દરેક ગરીબ, દુઃખી વ્યકિતને, સંસારના દિશાહીન, અસંસ્કારિક, નિરાધાર વ્યકિતને અબલા નારીને સૌ લાચાર અબાલ વૃધ્ધને પોતાનું દુઃખ ભુલી બીજાને સુખ આપવા પ્રયત્ન કરનારને જ આખરે સુખ પ્રાપ્ત થાય છે.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો