• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

દૈવી સ્વરૂપ ભાઇશ્રી કિશોર ભગતના સાક્ષાત્કારો

કોઇપણ બાબત આખ સમક્ષ હોય અને અસ્તિત્વમાં હોય ત્યારે જ માનવ તેવી બાબતો પર વિશ્વાસ રાખે છે. સત્ય એટલે જે છે તે જોવું. તેથી જ આ સાક્ષાત્કારના અનુભવ કરવા દૂર—દૂરથી ભકતો માઁ મેલડીના પવિત્ર ધામે પધારે છે. આ સાક્ષાત્કાર થાય છે, હજારો લોકોમાં. માઁ નો મહિમા અનેરો છે. ભાઇશ્રી તેઓની શકિતથી ચમત્કારો સર્જન કરે છે અને તે પણ પળભરમાં જ. આ યુગમાં આ અનોખી અને વિશ્વસનીય વાત છે કે માઁ મેલડી સ્વયં ભાઇશ્રીમાં અવતાર્યા છે. તેવો અનુભવ કરવા પરોલી આ નાનકડા ગામમાં આવુ પડે છે. માઁ ના આ પવિત્ર બેઠકમાં આપની આંખ સમક્ષ ત્યાંના ચમત્કારો નિહાળવા પડે છે. માઁ ના આ પવિત્ર ધામમાં ગુજરાતના બધા જ પ્રાંતમાંથી તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી દુઃખીયા આવે છે અને માઁ ના મહિમા વધારી માઁ મેલડી ભકિતથી જીવનની સાર્થકતા પ્રાપ્ત કરી લે છે.

માઁ મેલડીના ધામમાં દર રવિવારે ૪૦૦૦ થી ૫૦૦૦ ની સંખ્યામાં આવે છે અને ૩૦૦ થી ૪૦૦ બેઠકધારકો પધારે છે. આ દુઃખી પ્રજા અલગ—અલગ દુઃખ લઇ આવે છે. આ દુઃખી આત્માઓની ઘણી અજમાયશ ઉપરાંત પીડાઓનો સંહાર થતો નથી. તેથી જ માઁ નો દરબાર તેઓની પીડા મુકિત કરવા છેલ્લો પંથ છે. માનવી પ્રાણીના દેહમાં પીડા, યાતના, ક્રોધ, સંતાપ, કપટ, લોભ, સ્વાર્થ જેવા દુષણો છે. આ અવગુણોને નિવારવા કોઇ માર્ગ નથી પણ આ રાક્ષસી દુર્ગુણોનો સંહાર કરવા એક માર્ગ છે તે છે માઁ મેલડીનું ધામ પરોલી. શ્રી કિશોરભાઇ પાસ અજોડી શકિત છે, કારણ કે કોઇ અપંગ, શારીરિક ખામી, મુંગો, લકવો, વા જેવી બિમારી ધરાવતા વ્યકિતને ફકત ત્રણ થાપા મારતા સાવ સારાવાણા કરી દે છે. અત્યાર લગી હજારો ભકતોને શારીરિક પીડાથી મુકિત મળી છે, કેટલાક આંધળાને અજોડી શકિત છે, કારણ કે કોઇ અપંગ, શારીરિક ખામી, મુંગો, લકવો, વા જેવી બિમારી ધરાવતા વ્યકિતને ફકત ત્રણ થાપા મારતા સાવ સારાવાણા કરી દે છે. અત્યાર લગી હજારો ભકતોને શારીરિક પીડાથી મુકિત મળી છે, કેટલાક આંધળાને દ્દષ્ટિ મળી છે. ઘણા અપંગ ચાલતા થઇ ગયા છે. ઉપરાંત મુંગા પણ બોલતા થઇ ગયા છે. જેટલા શારીરિક પીડીતો આવે છે તેટલા જ વ્યાવસાયિક અને નોકરીયાત આવે છે. આ સ્પર્ધાત્મક જગતમાં ઘણા ધંધા વ્યવસાયથી ધોવાઇ જાય છે અને કર્જબજાર બની જાય છે અને જીવન ટુંકાવી દે છે. પણ આપણા કરૂણાજનક માતા તેઓના ભકતો પર ઘણી મ્હેર કરે છે અને ધંધા વ્યવસાય વિશે ઉપદેશ કરે છે. "બેટા હાલ તરત જ જે નાના કામ તારી સાથે આવ્યા છે તે કરવા લાગ પછી મોટા કામ તને શોધતા આવશે" પછી ભકતજનોની સમસ્યા હલ કરી સત્ય પ્રકટ કરે છે અને કૃપા વરસાવે છે. તેવા માઁ ના એકનિષ્ઠ ભકતો બની માતાજીના જયજયકાર કરે છે. વ્યકિત પાસે ગમે એટલી સંપત્તિ હોય પણ તેઓને શારીરિક ખામીનો કોપ હોય તો તેઓ ગરીબોની હરોળમાં આવી જાય છે એટલે જ કહેવાય છે "આરોગ્ય સંપંદા". વ્યકિત પાસે સૌથી મોટી સંપત્તિ હોય તો "આરોગ્ય". રોગી પુરૂષ માઁ ના દરબારમાં અધિકાંશ આવે છે. તેઓનો ઉલ્લેખ કયાંક પણ નથી કારણ કે કાંઇક વાર દાકતર પણ નિષ્ફળ થઇ જાય છે. તેઓને "દવા સાથે દુવાની" ની આવશ્યકતા હોય છે. પણ આવી વ્યકિતઓ જ્યારે માઁના દરબારમાં આવે અને ભાઇશ્રીના પવિત્ર હસ્ત પડે છે ત્યારે સારાવાણા થઇ જાય છે

ચરણ કરણ ગતિ ભંગ, ખંગ પંગ વાળે માઁ;
ગુંગ મુંગ મુખ અંગ, વ્યાધિ બધી ટાળે માઁ

લકવા થયેલ વ્યકિતનું શરીર ક્ષીણ—નિસ્ક્રિય થઇ જાય છે. તેઓની પાસે સાજો થવાનો કોઇ વિકલ્પ રહેતો નથી પણ ભાઇશ્રીના ત્રણ—ચાર થાપા તેઓની પીઠ પર પડી જાય છે, તેઓને ચાલતા કરી દે છે. ઉપરાંત તેઓ તેઓના શકિતહીન હાથ વડે પાંચ વજન ઉચકી ચાલતા થઇ જાય છે. આવું બળ તેઓની પાસે કયાંથી આવ્યું હોય? આ તો વિસ્મયકારક વાત છે. આવા અલૌકિક ચમત્કાર નિહાળવા હોય તો પધારો માઁ ના દરબારમાં. આવા ઘણા પ્રસંગો છે કે માઁ ના ધામે અપંગો કિલો અને શારીરિક ખામી ધરાવી વ્યકિતને બેઠકમાં માઁ પોકારે છે "હાલવું છે બેટા તારે?" ને આદેશ આપે છે કે હાલવા દો તેને" તેની કોઇપણ મદદ ન કરો. આવા પ્રસંગે માઁ ના આદેશ પ્રમાણે તેની કોઇ મદદ ન કરતાં તે અપંગ કે શારીરિક ખામી ધરાવનાર વ્યકિત તેની જાતે ઉઠીને મઢમાં ફરે છે. વળી માઁ તેને અમૃત જળ આપે છે અને તે સાવ સારો થઇ જાય છે. એ પહેલાની તેની અવસ્થા એવી હોય કે તેવા રોગીને ચાર વ્યકિતઓ મડદા જેમ માઁ ના સાનિધ્યમાં લઇ આવે છે. પછી માઁ તેઓને ભકિત—તપ કરવા પ્રેરે છે. મ્માઁ મેલડી માનવ પ્રાણીનો ઉધ્ધાર કરવા બ્રહ્માંડથી પૃથ્વી લોક પર આવ્યા છે. માઁ મેલડી "વાંજીયા" માટે અત્યંત કૃપાશીલ છે.

પુત્ર વિહોણાને દઇ પુત્ર, મેણા તુ કાપે મા રિકત હિંડોળામાં નાખી પુત્ર, હિંડોળો તુ નાખે મા

આ વંદનીય માતાનું અંતઃકરણમાં વિશાળ દયારૂપી વાદળો છે. તેથી જ માઁ ભકતો પર અમૃત જળ ધારાની કૃપા વરસાવે છે. કેટલીક વ્યકિતઓ છે કે જેના ઘણા વર્ષો પૂર્વે લગ્ન થયા પણ તેઓની ઝોળી ખાલી હોય છે. તેઓ આધારહીનહોય છે. તેઓ પાસે અપાર સંપત્તિ છે પણ સંતાન અભાવના કારણે તેઓનું જીવન નિરસ હોય છે. તેઓની આધારશીલા છે ફકત સંતાન અને સમાજમાં "વાંઝણું" આ શબ્દ સાંભળી તેઓ નરકમાં જીવે તેવું લાગે છે અને સંતાન વગર તેઓનો ઝુલો ખાલી છે. હિંડોળો લેતો હોય પણ ઉદ્‌ઘારક માઁ તેઓના ખાલી ઝુલામાં સંતાન નાંખી હિંડોળો આપે છે. તેથી જ તેઓને કાળ રાત્રીમાં ઉગતો સૂરજ દેખાય છે અને સંતાનની આધારશીલા પ્રાપ્ત થાય છે. આ બધુ થાય તો માઁ ની પૂજા, માઁ સરસ્વતી એ માઁ મેલડીની મહાન કામગીરી બદલ જ્ઞાનનો આયુધ આપેલ. તેથી જ માઁ મેલડી સરસ્વતીનો પણ અવતાર છે. માઁ જ્ઞાનશકિત છે અને વિદ્યાની દેવી તરીકે ઓળખાય છે. તેથી જ ઘણા શિક્ષીત ઉપાસકો માઁ પાસે શિક્ષણ લેવા માટે માટે આવે છે. માઁ તેવા શિક્ષીત ભકતોને સચોટ રીતે ઉપદેશ આપે છે. ઉપરાંત કયા ક્ષેત્રે અને દિશામાં જવું જોઇએ તેવું સુચન કરે છે તે પ્રમાણે માઁ ના ભકતો માતાની સલાહ અપનાવે છે. માઁ ના વચનામૃત સફળતાના માર્ગે લઇ જાય છે. તેથી જ માઁ નો શિક્ષણ પ્રણાલીમાં બહુ યોગદાન છે. માઁ ભકિત તેમજ માઁ ના વચન અનુસરવાથી હજારો સુશિક્ષિત, બેકારોને નોકરી ધંધો મળ્યો છે. એવા ઘણા ભકતો માઁ મેલડીના દરબારમાં આવે છે અને માઁ ના ગુણગાન ગાય છે.

લગ્નાવસ્થા — આ જીવનની અતિમહત્વશીલ બાબત છે. જગતમાં તો યુવક—યુવતી માટે આ અવસ્થાનું ફરજીયાત બંધન છે. દરેકે આ બંધનની ગાંઠ તો પડે છે. આવી પરિસ્થિતિમાં યુવક—યુવતીની દરખાસ્ત મુકવી પડે છે. તદ્‌ઉપરાંત વરકન્યા પક્ષ વચ્ચે એક મત આવશ્યક છે. સમાનતાની તડજોડ વચ્ચે દરાર પડી જાય છે. આવી વિષમ પરિસ્થિતિમાં યુવક કે યુવતીની ઉંમર જેમ જેમ વધે છે તેમ તેમ તેઓની ભાવના દુભાઇ જાય છે અને અશાંતિનું સર્જન થાય છે. તેઓને કપરો સામનો કરવો પડે છે. પણ માઁ નો હ્રદય દયા ભાગનાનો સાગર છે. માઁ તેઓની શુકિત અને યોગ્યતાના અનુરૂપે ભકતો જે માંગે છે તે મળે જ છે. આવી વિષમ પરિસ્થિતિમાં પણ માઁ ના દરબારમાં અન્યાય થતો નથી. આ વંદનીય માતા યોગ્ય રૂપે વર ને યોગ્ય કન્યા અને કન્યાને યોગ્ય વર આ૫ી એકાત્મ ભાવનો સર્જન કરે છે. માઁ નો મહિમા અનેરો છે. તેથી ઘણા યુવક—યુવતીઓ માઁ પાસે બોધ લેવા આવે છે.

આપણો દેશ ખેતીપ્રધાન છે. તેથી જ બધા ખેડૂતો કુદરત પર આશા રાખે છે. માઁ ના દરબારમાં અસંખ્ય ખેડૂતો આવે છે અને માઁ સૌથી વધારે કૃપા વરસાવતા હોય તો ધરતી પુત્રો ખેડૂતો પર. ઘણા ખેડૂતો માઁ ની બેઠકમાં સમસ્યા લઇ આવે છે અને ખેતી વિશે પ્રશ્ન પુછે છે. માઁ તેઓને સચોટ રીતે સહયોગ આપે છે. કયા ખેતરમાં કયો પાક અને કુવો ક્યાં ખોદવો જોઇએ કે જ્યા હંમેશા પાણી રહે. માઁ તેઓને હંમેશા મદદગાર થાય છે. ૠતુ વિશે સત્ય પ્રગટાવે છે. તેથી જ આપણા ધરતી માઁ ના ખેડૂતો માઁ ના પ્રતાપે બહુ સુખી છે. માઁ એ આપેલ વચનથી તેઓને અમાપ ધનધાન્ય પાકે છે. તેથી જ આવા ખેડૂતો માઁ ના દર્શને આવી માઁ ને વંદન કરી દાન સ્વરૂપ અનાજ કઠોળ સતિ સીતા સેવા ટ્રસ્ટ પાડે છે.

આ કળિયુગમાં જાદુટોણા, મુઠ, પ્રેતાત્મા, ભૂત કે ચુડેલ ના લપેટમાં આવવું આવા પ્રસંગો અધિકાધિક થઇ રહ્યા છે, આ સંસારના સૌથી મોટા દુષ્કૃત્યો છે. જ્યારે આમા સામાન્ય વ્યકિત પસાર થાય ત્યારે તેઓને બહુ વ્યથા થાય છે. તેઓનું અંતઃકરણ દુભાઇ જાય છે. તેઓનું શરીર નશ્વર બની જાયછે. તેવી વ્યકિતઓને એક—એક પળ કપરો, આઘાતજનક લાગે છે. પૃથ્વી પર હોવા છતાં તેઓને નરકમાં જીવન પસાર કરતા હોય તેવું લાગે છે અને તેઓ ગમે તેવી કૃતિ કરે છે. તેઓમાં વિકૃત વિચારધારાઓ નિર્માણ થાય છે. તેઓ ગમે ત્યાં ભટકે છે અને બીજામાં ત્રીજામાં અને કેટલાકના આત્મામાં પ્રવેશે છે અને શેતાનોની હરોળ બની જાય છે. આવા પાપી દુષ્કૃતાત્માનો નિવારણ મુશ્કેલ છે ત્યારે આવી શેતાન કે ચુડેલની આત્મા ધરાવતી વ્યકિતને દૈવી સ્વરૂપ ભાઇ શ્રી (માઁ) ના બેઠકમાં લઇ આવે છે.

મૂઠ ચોટ ને મેલી વિદ્યા
મંત્ર તંત્રથી તાંત્રિક સિધ્યા ।
એને માં તુ પલમાં ખાવે
ભૂત પ્રેમને મેલડી ભગાવે ।।

આવા શેતાન જ્યારે માઁ ના સાનિધ્યમાં આવે છે ત્યારે તે હચમચી જાય છે અને તેનો અંત નજીક આવવા લાગે છે. માઁ મેલડીના ભૂવા સાક્ષાત માઁ મેલડીનો અવતાર ધારણ કરનાર સ્વયં ભાઇશ્રી સામે એટલે ત્રિમૂર્તિના મંદિરમાં જેવો કે ડાક વાગે છે તરત જ તેવા આત્માઓ ધૂણી ઉઠે છે. જ્યારે ભૂત—ચુડેલ વળગેલા દુરાત્મા માઁ ની બેઠકમાં આવે ત્યારે માઁ અતિઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. કારણ કે આવા આત્મામાં રાક્ષસો હોય છે. આવા રાક્ષસનો વધ કરવા માતાજી કયારે પણ પાછળ હટતા નથી. આવા આત્મા તો માઁ નજીક આવતા ડરે છે. કેમ કે તેમને મૃત્યુ દેખાય છે. માઁ સૌ પ્રથમ તેમને ધૂણાડે છે અને કહે છે, "તુ કોણ છે? કયાંથી આવ્યો તુ? તારે જવું છે કે રહેવું છે?" આવા આત્મા માઁ ના જવાબ આત્મા માઁ ના જવાબ આપતા ઇન્કાર કરે છે ત્યારે માતાજી તેમના વાળ પકડે છે. ઉપરાંત માન્ય કરતો ન હોય તો, શેતાન કે ચૂડેલને આત્માથી બહાર કાઢવા તેઓનું સાધન બેતાળીસ કડી સાંકળથી તેમના પર પ્રહાર કરી દુરાત્માને શરણે આવવા કબુલાત કરે છે અને સામાન્ય વ્યકિતના આત્માને ત્યજવા કહે છે. કાઇકવાર પારંપરિક ભૂત, પ્રેતાત્મા કે ચુડેલ વળગેલા દુરાત્મા માઁ પાસે આવે છે. તે તો બહુ જ કઠણ હોય છે. તે માઁ શકિત સામે થથરે ખરો પણ આડી વાત કરી વિષયાંતર કરી નાંખે છે. માતાજીની વાચાને ટાળી નાંખે છે પણ માઁ નું મહાસંકલ્પ છે આવા દુરાત્માનો નાશ. આ પારસમણીની સાકાર પ્રતિમા સામે ભલ—ભલા દુષ્ટાત્માને પરસેવો છુટે છે. માઁ વળી આવા દુરાત્માને સામાન્ય આત્માને ત્યજી માઁ ના શરણે આવવા કબુલાત કરાવે છે. માઁ તેનો નાશ કરે છે અને સામાન્ય વ્યકિતને તેમાંથી મોક્ષ—મુકિત મળે છે. આવા હજારો દુભાયેલા આત્માઓ માતાજીના દરબાર સાવ સામાન્ય થઇ ગયા છે. તેઓને પુનર્જન્મ મળ્યો છે. આવા માઁ જોગેશ્વરી—મહેશ્વરીને કોટિ—કોટિ પ્રણામ.

ભકતજનો! જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તેના પરિણામનો વિચાર કરો. આ સંસારમાં ભિન્ન મતિ ધરાવતી વ્યકિતઓ હોય છે. તામસી સ્વભાવ, મગજનો પારો ચડેલ, કયારે ગાંડપણ, કયારે હટીલા સ્વભાવના આવા વ્યકિતઓને શાંતિથી જીવન પસાર કરવું એ ભારે મુશ્કેલ હોય છે. તેઓમાં સહનશીલતા હોતી નથી અનેજે વ્યકિત પાસે સહનશીલતાનો ખજાનો હોય તે વ્યકિત દરેક સંજોગનો સામનો કરી શકે છે. તેઓ સંયમી બની જાય છે. પણ આવા મિજાજ ધરાવતી વ્યકિતઓ સાથે કુટુંબની કે અન્ય વ્યકિત સાથે બોલાચાલી થાય ત્યારે તેઓના મગજના ઉકળાટ થાય છે અને આવી અવિવેકી વ્યકિતઓ ગમે તેવું કરી બેસે છે, કાયમ માટે તેઓને ભોગ ભોગવવુ પડે છે અથવા ગૃહત્યાગ કરી કયાંક નીકળી જાય છે અથવા કાળો કેર કરે છે. આવી વ્યકિતઓને એ જ માર્ગ છે પરોલીના માઁ મેલડીના ધામે આવા પરિજનો માઁ ના ભકત, દૈવી સ્વરૂપ ભાઇશ્રી કિશોરભાઇ પાસે આવે છે. માઁ તેઓ પર દયા કરે છે અને તેવું મગજ ધરાવતી વ્યકિત વિશે સચોટ રીતે કહે છે કે અમુક ચોક્કસ દિવસ કે સમયગાળામાં આવી જશે. માઁ એ આપેલ વચન કયારે પણ નિષ્ફળ જતું નથી પરંતુ સમયની પ્રતિક્ષા કરવી પડે છે અને માઁ તેવા વ્યકિતઓને સહીસલામત ઘરે મોકલે છે અને માઁ ના દરબારે આવે ત્યારે માઁ તેઓને બોધ આપે છે, "જે રીતે ઉકળતા પાણીમાં આપણે આપણું પ્રતિબિંબ જોઇ શકતા નથી તે જ રીતે ક્રોધી બનીને આપણે સમજી શકતા નથી, એટલે ક્રોધ દૂર કરો, ગુસ્સાનો આવેશ મનમાંથી ખંખેરી નાંખો પછી માઁ તેઓના સહનશીલતા તેમજ શાંતિ પ્રદાન કરે છે અને તેઓ સુખરૂપ રીતે તેઓના પરિજનોમાં રહે છે.

આવા ઘણા પ્રસંગો થયા છે કે કેટલીક સગીર જુવાન કન્યા કોઇ પણ વ્યકિતના દબાણ હેઠળ કે હવસખોરના શિકંજામાં આવી ગઇ હોય અથવા માતાપિતા કે પતિથી દૂર ભાગી જાય છે અને સમાજમાં કાળો કેર કરે છે. આ અપરાધ સૌથી કલંકિત છે પણ આવી પલાયન થયેલ વ્યકિતનો સભ્ય માઁ ના બેઠકમાં આવે ત્યારે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં આપણા મેલડી માઁ તેને ખેંચી લાવે છે અને આબરૂ બચાવે છે. તેથી જ માઁ લાજ રાખવા મદદરૂપી થાય છે અને આવું કલંકીત દુષ્કૃૃત્ય ન કરવા પ્રેરિત કરે છૈ અને સૌ ભકતજનોને સદ્‌બુદ્ધિ આપે છે. "જય માતાજી"

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો