• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

માઁ અવતાર ધારણ કરી ભાઇશ્રીનું વલણ

શ્રી આદ્યશકિત શ્રી મેલડી માતા ચૌદ બ્રહ્માંડની ઉપર આભા મંડળથી આવી ભાઇશ્રીની નવધા ભકિતથી પ્રસન્ન થઇ ભાઇશ્રીના ઉરમાં વસી ગયા છે. તેઓ સામાન્ય પુરૂષ નથી રહ્યા. તેઓ એક દૈવી પુરૂષ સ્વયં માતાજી બની ગયા છે. તેઓમાં માઁ મેલડી અવતર્યા છે. માઁ મેલડી ભાઇશ્રીના દેહમાં કાયમી સ્વરૂપી વસી ગયા છે. તેઓની ઇન્દ્રીયોમાં માઁ મેલડી પ્રાગટ્‌યનું એકાકાર થઇ ગયો છે. તેથી જ માઁ સ્વરૂપ ભાઇશ્રીની નિષ્કામ સેવા પ્રણાલી સતતરૂપી ચાલે છે. તેઓએ સત્ય, ધર્મ, શાંતિ, પ્રેમ, અહિંસાની કાર્યપ્રણાલી માટે પોતાનુ જીવન ત્યાગી, લોક જીવન યાત્રામાં સત્કાર્યોનો ભાગ ફાળવી રહ્યા છે અને પવિત્ર સંસ્કાર સિંચવવાની કળા શીખવી રહ્યા છે.

ભાઇશ્રી સામાન્ય પુરૂષમાંથી ગમે ત્યારે અને કયાંક પણ માતાજીના અવતાર ધારણ કરી લીલા અને ચમત્કારો સર્જન કરે છે, અને આવું પણ નથી કે ભાઇશ્રી ત્રિમૂર્તિના મંદિરમાં માઁ સ્વરૂપ ધારણ કરે છે. આ તો એક શકિતની મહામાયા છે. જ્યારે જ્યારે ભાઇશ્રી માઁ ને વિનંતીપૂર્વક બોલાવે ત્યારે ત્યારે માઁની વિરાટ શકિત પ્રગટ થઇ ભાઇશ્રીમાં ભ્રમણ કરે છે.

માઁ નું પ્રાગટ્‌ય ભાઇશ્રી નવદુર્ગા સ્વરૂપે ધૂણે છે, માથુ ધૂણાવે છે અને ભકતોને આશીર્વાદ આપવા જમણો હસ્ત ઉપર ઉઠાવે છે જેવું કે માતાજીનું પ્રાગટ્‌ય થાય, જાગર માઁ પર કાળા રંગની ચુંદડી રૂપી ભેડયો ઓઢાવે છે અથવા જે માતાજી પ્રગટ થાય તે પ્રમાણે જુદાજુદા રંગની ઓઢણી ઓઢાવે છે. આ તો માઁ ની પ્રબળ શકિતની ભવ્ય ઝાંકી છે. માઁ ના ડાક અને ઝાલર રણકે એટલે પ્રબળ શકિતનું સર્જન થાય અને ગરબા રમે છે. ધરતી પર માઁ નું વતન અને તપોભૂમિ હમલા મંજલ એટલે કચ્છ ધરા, તેથી જ માઁ કચ્છી ભાષા વ્યકત કરે છે અને કચ્છી ઢબમાં ગરબા રમે છે. ભાઇશ્રી માઁના ભકત છે પણ ત્યારે માતા સમાન દેખાય છે. માતાજીની જેમ કૃતિ કરે છે. માઁ મેલડી એક મહાસરસ્વતી સ્વરૂપ છે અને સંગીત વિદ્યાની દેવી છે. આ સંગીત વિદ્યાની દેવી સ્વરૂપી જ્યારે સંગીતની ધૂન શ્રવે છે ત્યારે માતાજી સંગીતના તાલે ગરબા રમે છે અને ગાયક સંગીતકારને આદેશ આપી કહે છે "હાલવા દો".

માતાજી દર રવિવારે ત્રિમૂર્તિના મંદિરમાં અલગઅલગ હાવભાવ અને સ્વભાવ ધારણ કરે છે. માઁ ક્રોધિત પણ થઇ જાય પણ ક્ષણભર માટે જ. સામાન્ય રૂપે માઁ નો હાવભાવ બહુ જ મજેદાર છે. સૌને પ્રસન્નચીત કરી નાંખે તેવો છે માઁ નો સ્વભાવ અને વર્તાવ. અમુક સમયે માઁ તલવાર લઇ નૃત્ય કરે છે અને દાંડીયા લઇ રાસ રમે છે ત્યારે તો હુબહુ દુર્ગા સ્વરૂપનું દર્શન થાય છે. આ એક દરબાર ચલાવનારી રાજમાતા રાજ રાજેશ્વરી મેલડી માતા છે. તેઓ કોઇ પર અન્યાય થવા દેતા નથી. તેઓને આપણા દેશ વિશે બહુ કાળજી છે. તેથી જ તેઓ નીતિ—અનીતિ, રાજનીતિ, વ્યવસાયિક, વિજ્ઞાન, ઇતિહાસ, શિક્ષણ પ્રણાલી, વૈદ્યકીય, ખગોળ અને નૈસર્ગિક હોનારત વિશે બોધ આપે છે. માઁ ફકત વ્યકિતગત વ્યકિતને જ નથી પારખી શકતા પણ તેઓએ ભાખેલી બધી જ વાચા સાચી પડે છે. આ બધુ સાંભળવા અને નિહાળવા માઁ ના દરબારમાં આવુ પડે છે. માઁ આવી વાચા પ્રકટ કરી બધાને ચકિત કરી નાંખે છે.

આ સંસારમાં કોણ પાપી નથી? દરેક વ્યકિતમાં કાંઇને કાંઇ દુર્ગુણોનું રહસ્ય હોય છે પણ માઁ ને બધી જ પ્રજા અને સજીવ વિશે માહિતી ખબર હોય છે. તેથી જ માઁ હજારો ભકતો સમક્ષ અસખલ્લીતપણે દરબારમાં માઁ તેવા દુર્ગુણમય વ્યકિતની પોલ ખોલે છે. ભાઇશ્રી માઁ મેલડી શકિત દ્બારા આવી કેળવણી કરે છે કે ખુદનો મિજાજ અને આત્મવિશ્વાસ ખોયા વગર લગભગ દરેક વાત શ્રવે છે અને દરેક પ્રસંગ અવલોકે છે. સંસારના ગમે તેવા પાપી દુષ્ટ વ્યકિત હોય છે. તેઓએ કરેલ પાપ અને દુષ્કૃત્યોને પારખી માઁ તેઓને થોડાક સમય માટે વઢસે પણ માઁ નું હ્રદય દયાસાગર છે. કરૂણારૂપી માઁ તેઓને માફ કરી એકનિષ્ઠ સજ્જન બનાવે છે.

માઁ દરેક ભકતના ઘરે હાજર હોય છે. તેથી જ જે જે ભકતોએ કરેલી ભૂલ પારખી મઢમાં ભાવનાત્મક રૂપથી તેઓના દુષણો વિશેની પરિસ્થિતિ દર્શાવે છે. ભકતજનો માઁ મેલડીના પરચા જોઇ, તેજસ્વી આત્માની શકિત જોઇ માઁ ના ચરણે આવી અપાર શ્રધ્ધા રાખી બહુ જ આધ્યાત્મિક અને હ્રદયપૂર્વક ભાવથી પૂજા અર્ચના કરે છે. આવા એકનિષ્ઠભકતો પર માઁ પ્રસન્ન થઇ તેઓને આશીર્વાદરૂપે કંકુ પગલાંની પ્રસાદી તેઓને આપે છે. માઁ સૌ ભકતોેને બેટા કહી સંબોધે છે. તેઓના જન્મદાતા અને પાલનહાર બની તેઓની સાથે રહેવા વચન આપે છે. માઁ મેલડી આ બધા સ્વભાવ હાવભાવ રાખવા કટિબધ્ધ છે. તેથી જ માઁ ની કૃતિ નિહાળવા હજારોની સંખ્યામાં ભકતો આવે છે અને દિન પ્રતિદિન ભકતજનોની સંખ્યા વધી રહી છે.

કોઇ પ્રખ્યાત કે પ્રતિષ્ઠિત વ્યકિત માઁ ના દરબારમાં પધારે છે ત્યારે માઁ ખુશાલી પ્રગટ કરે છે. કારણ કે માઁ મહિમા વિશે તેઓને જાણ થાય અને માઁ ના ગુણગાન ગાતા આવે છે. જોકે માઁ સામે ગમે તેવી વ્યકિત આવે માઁ ને તેઓ વહાલા છે અને "બેટા" સંબોધીને પોકારે છે. રાજા હોય કે રંક બધી જ વ્યકિતઓએમાઁ ના દરબારમાં ભિખારી બની ભકિતભાવ સ્વરૂપો માંગવાનું હોય છે. જ્યારે ગાયક સંગીતકાર આવે ત્યારે માઁ તેઓને માઁ મહિમાના ગીતો ગાવા પ્રેરે છે અને "હાલવા દે" એમ જ કહે છે. ગાયક—ભકતો પણ માઁ ના ગુણગાન ગીતો બહુ જ શ્રધ્ધા અને ભકિતથી ગાય છે અને પરોલી ધામ ભકિતસભર બની જાય છે. એક પ્રસંગે માઁ મેલડીના ભૂવા શ્રી સૂરાબાપા કુટુંબ સહિત માઁ મેલડીના વતન હમલા મંજલ (તપોભૂમિ) થી માં ના પરોલી ધામે આવ્યા હતા. આપણા ભાઇશ્રીની દૈવી શકિતના ચમત્કાર નિહાળવા તેઓ આમંત્રિત થયા હતા. તે દિવસ હતો ભાદરવા વદ આઠમ એટલે કાલાષ્ટમીના દિવસે ૨૫.૦૯.૨૦૦૫ રવિવારે પધાર્યા હતા. તેઓ પણ ભાઇશ્રી જેમ જ માઁ મેલડીના ભૂવાજી હતા.

માઁ મેલડીની તપોભૂમિ હમલા મંજલથી જ્યારે માઁ મેલડી ના ભૂવા સ્વયં શ્રી શુરાબાપા પરોલીના રાજરાજેશ્વરી શ્રી મેલડી માઁ ના મઢમાં આવ્યા ત્યારે માઁ મેલડી સ્વરૂપ કિશોરભાઇનું વલણ જુદું જ હતું. તેઓ બન્ને ભેગા થયા અને તેઓની વતનની ઝલક સ્વરૂપે રેગડી ગાઇ રહ્યા હતા. તેઓ તેઓની જીવન ગાથા રજૂઆત કરી રહ્યા હત. તે દિવસ માઁ નું વલણ અનોખું હતું. રમુજી અને મનોરંજનયુકત હતું, હ્રદયનો ભાવ હતો. અકળામણ પણ થતી હતી. માઁ ના જાગરને પણ વઢતા હતા. તેઓને મારતા પણ હતા. હસતા હસતા લાડ લડાવી તેઓને દિકરા બોલી ગાલ પર ઝાપટ મારતા હતા. કોઇના ચશ્મા ઝુંટવી લેતા હતા અને માઁ ખુદના માથા પર મુકી દેતા, પેન—ચોપડો ઝુંટવી ફેકી દેતા, ચાલતી બેઠક દરમ્યાન જાગર સાથે વાર્તાલાપ કરતા, આવો ભાવ તો પ્રથમવાર જ ભકતજનોએ જોયો હશે. આ પ્રમાણે આ દિવસે માઁ એ મોજ મોજી લો ભાવ પ્રકટ કર્યો હતો.

સકલ સમયમાં માઁ બિરદાળી રહે રામસે
દયા, મમતા, સદા સંતોષી સદ્‌ગુણ છલકાવે
ભકતો ભકિતસભર થઇ માઁ ને મનાવે
માઁ આનંદ છલકાવી નટખટ નાચ નચાવે

ભાઇશ્રી માઁ અવતાર ધારણ કરી સૌની સાથે મિત્રભાવે સ્નેહ ભાવે વર્તે છે. ત્રિમૂર્તિ સામે બેસી, દયાળુ, મમતાળુ, સદા સંતોષી, અહંકાર રહિત, નિર્મળ બની બધાને "રામ સે" કહે છે. ગાયકોને ગવડાવે છે. ભાવલીનોને નટખટ નચાવે છે. ભકિતસભર વાતાવરણ સર્જાવી બધા ભકતોને ભાવપ્રધાન બનાવે છે અને તેઓના હ્રદયમાં મનમાં સત્‌ ચિત્ત આનંદનો રસ છલકાવે છે. "જય માતાજી"

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો