• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

ભાઇશ્રીને આમંત્રણ તથા પધરામણી

"કિર્તી એ શૌર્યભર્યા કાર્યની સુગંધ છે" ભાઇશ્રી કિશોરભાઇની નામના, શુભકામના, ચમત્કારિક દૈવી શકિત તથા સ્વયં માતાજીનો અવતાર આ તમામ સાત્વિકતા ના કારણે કોઇપણ પવિત્ર કે ધાર્મિક બાબત હોય તેમાં માઁ ના ઉપાસકો આગ્રહપૂર્વક આ મૌલિક આત્માને ભવ્ય દર્શન માટે આમંત્રીત કરે છે. ભાઇશ્રી સંતુષ્ટથી આમંત્રણ સ્વીકારી ગામ ગામડે, શહેર—શહેરો શુભકામનાની દેવીનો મહિમા વધારવા જાય છે.ભાઇશ્રીના દૈવી સ્વરૂપ પરચાના કારણે કોઇપણ કાર્યમાં સમૃદ્ધિ થાય છે અને તે કાર્યમાં ઉન્નત શિખરોની ધજા લહેરાવે છે. અલબત! તેઓની ભાવિ દર્શનની અસાધારણ શકિત જીવન શૈલીનું બીજ વાવી મહાફળ આપે છે. તેઓની અચરજ દાસ્તાનની કદર કરી તેઓને આત્મસન્માનથી આમંત્રણ કરે છે.

ભાઇશ્રી પાસે અદ્‌ભૂત ગુણશકિત છે, જેની ન તો એ સ્વયં ન અન્ય કોઇ કલ્પના કરી શકે. ભાઇશ્રી ધાર્મિક કે પવિત્ર વિધિ માટે વડોદરા, સુરત, અમદાવાદ, બોડેલી, ગોધરા, રાજકોટ, ચોટીલા, ડીસા, નવસારી, મુંબઇ અને અન્ય વિસ્તારોમાં મુધરસ છલકાવા જાય છે અને તેમની સાથે માનવ મહેરામણ ઉમટી પડે છે. માઁ મેલડી સ્વરૂપ ભાઇ સાથે બધા જ મહિમાવંત જોડાય છે. અમુક યોગ્ય દિવસે ભાઇશ્રીની મેલડી માતા સ્થિત શોભાયાત્રા નીકળે છે કે જેમાં ભાવલીન શ્રધ્ધાળુઓ કલાત્મક રૂપે માઁ મેલડીના ગુણગાન ગાઇ ગરબા રમે છે તેમજ શોભાયાત્રા દરમ્યાન લોકનૃત્ય પણ થાય છે અને ભાઇ તેઓને વૈભવભર્યા આશીર્વાદ આપે છે.

ભાઇશ્રીના શુભ હસ્તે કોઇ ઉદ્‌ઘાટન કે ભૂમિપૂજનનો કાર્યક્રમો પણ થાય છે. તેઓના પવિત્ર હસ્તે વેપાર વ્યવહાર સાફલ્ય થાય છે. તેઓના શુભ હસ્તે થયેલું કોઇપણ કાર્યમાં મહાફળ પ્રાપ્ત થયા વગર રહેતું નથી. આરાધકો માટે વૈભવ્યતા મળે છે. તેઓની અસીમ કૃપાથી કોઇપણ માંગલિક કાર્યમાં વિધ્નો આવતા નથી. તેઓના હસ્તે થયેલા કોઇપણ વ્યવસાયમાં નુકશાન જતું નથી. તેઓની પાસે શુભકામનાની દેવી માઁ મેલડી છે. તેઓની પાસે અસ્ખલીત પવિત્ર વાણી છે.

ભાઇશ્રીની ચમત્કારિક શકિતના કારણે ગામ—ગામડે તેમજ નગરોનગર અને હવે આખા દેશમાં ખ્યાતિ થઇ ગઇ છે. વિદેશમાં પણ માઁ નો સંદેશો પ્રસરી રહ્યો છે. તેઓની શકિત અવલોકી ભાવલીન શ્રધ્ધાળુઓ દ્બારા તેઓને ઉચ્ચ વ્યકિત અને મહામાનવ માનવામાં આવ્યા છે. જેમ કે ભાઇશ્રીનું કોઇપણ સ્થળે આગમન થાય તરત જ ત્યાં માનવ મહેરામણ થાય છે. તેઓના દર્શન માટે તીવ્ર ઇચ્છા નિર્માણ કરી બધુ કાર્ય બાજુમાં મુકી સર્વપ્રથમ આવી પહોચે છે.ભકતજનોના ભાવ જોઇ તેઓ ભાવલીનોને કલ્યાણમયી આશીર્વાદ આપે છે.

સ્વયં ભાઇશ્રીના જન્મદિવસે તેઓના ખાસ ઉપાસક આમંત્રિત કરી તેઓનો જન્મ દિવસ ભારે હર્ષભેર, ઉત્સાહભેર ઉજવાય છે. આ શુભ અવસર પર માઁ ના દરબારમાં ભાઇશ્રીના જન્મ દિવસ ઉજવણી કયા ભકતોના ઘરે કે ગામે જવુ તથા ભકતજનોને અસંતોષ ન થાય તે માટે ચિઠ્ઠી ઉછાળાય છે અને ભાઇશ્રીની ૩૦મી વર્ષગાંઠ બોડેલી ખાતે તથા ૩૧મી વર્ષગાંઠ (૨૩.૦૫.૨૦૦૭) ડીસા પરિવારના સૌજન્યથી માઉન્ટ આબુ ખાતે ખુબ જ ધામધૂમથી ઉજવાઇ હતી. ભાઇશ્રીના શરીરમાં માતાજીનો હંમેશા હંમેશા માટેનો વાસ છે. તેથી જ ભાવલીન શ્રધ્ધાળુઓને આપણા દૈવી સ્વરૂપ ભાઇ માંગલિક આશીર્વાદ આપે છે.

ભાઇશ્રી કોઇપણ સ્થળે પધારે ત્યાં ભાઇના સ્વાગત માટે પૂર્વ આયોજનની અૌપચારિકતા પરિપૂર્ણ થયેલી હોય. બધા ઉત્સાહી ભકતો ભાઇશ્રી આવે ત્યારે ફુલની પાંખડીનો બૌછાર કરે છે. ભાઇશ્રી માતા બની ફુલ પર ચરણ મુકી આસન તરફ પ્રયાણ કરી વિરાજમાન થાય છે. ભાઇની આગમનની ખબર પડે એટલે બધા જ ભાવિકો ભાઇના ચરણ સ્પર્શ કરવા ક્રમવાર આવી પડે છે. ઉત્કંઠ ઇચ્છા ધારકો ભાઇશ્રીને તેઓના પવિત્ર પગલાં પાડવા વિનંતી કરે છે. ભાઇશ્રી યોગ્ય સમય ફાળવી પધારે છે. તેઓના આગમનથી ઘરમાં કૌટુંબિક શાંતિનું સર્જન થાય છે અને વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે.

ઉષ્માભર્યા સ્વાગતના કારણે તેઓની પાસે જે કરૂણાસાગર અને દયાસાગરની ગુણવત્તા છે તે ભકતો—ભાવિકો પર વરસાવી જીવન સમૃદ્ધ કરે છે. ભાઇશ્રીને બહાર ગામથી બોલાવો હોય ત્યારે કોઇ વિધિ કારણે ઉત્સવ સંગીતનો ડાયરો થાય અને કાર્યક્રમમ ઘણી પ્રજા પધારે છે અને કાર્યક્રમમાં થયેલ કલ્યાણમયી સ્વરવાણીનો લ્હાવો લે છે. કોઇ મહાપર્વ હોય ત્યારે સ્વયં માઁ પ્રકટાવી મેલડી મહામાયા ભકતોને આત્મસંતુષ્ટ કરે છે. આવા મહાપર્વમાં મહાફળ આપી માઁ મેલડીનો મહાન મહિમા અને માતૃત્વનું માધુર્ય છલકાય છે.

ભાઇની પવિત્ર વાણી જનજાગૃતિ નિર્માણ કરનારી છે. સમાજની કલંકભરી વ્યથા દૂર કરનારી છે તેમજ ભેદભાવની દિવાલ તોડનારી છે. કંકાશ—કજીયાનું રૂપાંતર મૌલિક ચિંતન મા કરનારી છે. કોઇ પરાવલંબી વ્યકિતને સ્વાવલંબી બનાવી સ્વનિર્ભર અને કઠોર તપસ્યા કરવા પ્રેરણા આપનારી છે. ભાવિકોનું જીવન સમતોલ રાખી પરમાનંદ આપે છે. નિરર્થક જીવન પરિવર્તાવી સાર્થક બનાવનારી છે.

વિશ્વમાં ભારત દેશ ભકિતભાવ અને આસ્થા માટે સૌથી અગ્રેસર છે. દેવી—દેવતાઓના ભવ્ય દર્શન માટે કામકાજ છોડી ભકતો સેકડો હજારો કિમી પાર કરી પધારે છે. આપણો દેશ સાધુ સંતોનો છે. આપણા દેશમાં પવિત્રતાનો ધ્વજ લહેરે છે અને પવિત્રતાનું સર્જન સાધુ—સંતોના દિલ, દિમાગ અને અંતઃકરણથી થાય છે. આ સાધુ સંતોએ શુભકામન દેવી દેવતાઓ પાસેથી પ્રાપ્ત કરેલુ હોય છે. તેથી જ ભાવલીન શ્રધ્ધાળુઓ પરમોચ્ચ આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરવા પવિત્ર સ્થળે આવી પહોંચે છે.

પૂર્ણ જગતમાં હિંદુ દેવી—ેવતાઓના અસંખ્ય પવિત્ર ધામ છે કે જ્યાં દેવી—દેવતાઓનું ભવ્ય દર્શન થાય છે. પ્રભુતાની અનુભૂતિ લહેરાઇ ઉઠે છે, વેધક વાણીનું ગુંજન થાય અને મધુરસ છલકાય છે. ભાઇશ્રી આમ તો બચપણથી દેવી દેવતાઓના બોલાવા આવતા હતા. એક પ્રસંગે અંબે માઁ ના દર્શને અંબાજી ગયા હતા ત્યારે તેઓના હાથમાં સોનાનું ત્રિશુળ આપ્યું હતું. ભારતીય પ્રખ્યાત, પવિત્ર સ્થળે ભાઇશ્રી ભગવતી માઁ દુર્ગાના પરચા કરવા પરિક્રમા કરી મૌલિક ચિંતન કરે છે તેમજ માઁ મેલડીના અવતાર ધારણ કરી કલાત્મક રૂપે શુભકામનાના ઉપદેશ પ્રગટ કરે છે.

ભાઇશ્રી પાસે શુભકામનાની દેવી શ્રી મેલડી માતા છે. તેથી જ તેઓ પવિત્ર સ્થાને પરિક્રમા કરવા જાય છે. તેઓ એક તેજસ્વી આત્મા છે. તેઓ ગમે ત્યાં ચળકે છે તેમજ તેઓની સાથે રહેલા ઘણા ભકતજનોને પરમોચ્ચ આનંદ મળે છે. ભાઇ પાસે પ્રચંડ શકિત છે ઉપરાંત તેઓને ઘણા સત્કાર્યોની સેવા કરવી છે.આવી પ્રચંડ શકિત અખુટપણે અસ્તિત્વમાં રાખી ઘણુ વૈભવ્ય પ્રાપ્ત કરવાનું છે. તેઓને સમૃધ્ધિના શિખરે ચડવું છે. જેથી ભાવલીન શ્રધ્ધાળુઓ અને દુઃખીયાની આઘાતજનક સમસ્યાઓ તેમજ દુઃખભરી દાસ્તાનને હલ કરી શકે. ભાઇશ્રી મેલડી સ્વરૂપ છે. તેથી જ બધા જ દેવી—દેવતાઓ તરફથી તેઓને બોલાવા આવે છે અને તેઓ સ્વીકારી ભકતજનો સાથે પવિત્ર દિવસે પ્રયાણ થાય છે.

ભાઇશ્રી ખાસ કરીને અંબાજી કે જ્યાં અંબે માતાનું અવિશ્વાસનીય મંદિર છે. ચોટીલા ભાઇશ્રીના કુળદેવી ચામુંડા માતાજીનું ભવ્ય પવિત્ર સ્થળ, શિરડી, સાંઇબાબા, વૈષ્ણોદેવી, આરાસુર માઁ અંબેની તપોભૂમિ, અમરનાથ ભગવાન શિવ, હમલા મંજલ સ્વયં માઁ મેલડીની પવિત્ર ભૂમિ, શનિ સિંગણાપુર, વીરપુર—જલારામ બાપા, પાવાગઢ—મહાકાળી—ભદ્રકાળી, ઝંડ અને સારંગપુર—હનુમાન દાદા ના જેવા પવિત્ર ધામે દર્શનાર્થે સાક્ષાત દુર્ગાસ્વરૂપ ધારણ કરી જાય છે. પ્રત્યક્ષ રીે આ સ્થળેથી દેવી—દેવતાઓના બોલાવા આવે છે અને આવા પાવન ધામે ભાઇશ્રીની દેવી—દેવતાઓ સાથે ભવ્ય દર્શનની અસાધારણ શકિત નિર્માણ થાય છે અને પરમોચ્ચ આનંદ પ્રાપ્ત કરી અનંત કાળનું ભવ્ય આલિંગન કરી લે છે. આવા સ્થળે ભાઇશ્રી માઁ મેલડી સ્વરૂપ ધારણ કરી માઁ ના પરચા આપે છે. ત્યાં મૌલિક ચિંતન કરી દેવી—દેવતાઓના સાફલ્યના મહિમાની વૃદ્ધિ કરે અને ભાવિકો શ્રધ્ધાળુઓ માટે આસ્તિકત્વની પૂજા અસ્ખલીત અને વેધક વાણી આપી યુગાંતર ચેતનાનો પ્રકાશ આપે છે. આપણે આમ કહીશું કે આ બધા ચમત્કારો સર્જાતા હોય તો ફકત દેવી સત્તાની આજ્ઞાથી.

ભાઇશ્રી અંતર્યામી છે તેથી જ તેઓને ધાર્મિક બાબતનું ઉંડુ જ્ઞાન છે. તેઓને બધા જ જાણ છે. ભાઇશ્રી એકવાર ભકતો સાથે ચોટીલા, હમલા મંજલ જેવા તપોભૂમિ તરફ પ્રયાણ થયા હતા ત્યારે પણ ભાઇશ્રીએ માઁ સ્વરૂપ ધારણ કરી મહાન પરચા આપ્યાહતા. ત્યાંના વિસ્તારમાં તેઓ મહાન આરાધક બની ગયા. તેઓએ બધી જ રહસ્યમય પ્રસંગો અને અસ્તિત્વનો ઉકેલ કાઢયો. બીજા દિવસે જોગણીના સ્થળે પાણીની વાવ નજીક એક પથ્થર હતો. ત્યાં ભાઇશ્રીએ ભકતો અને ત્યાંના લોકોને દર્શાવ્યું કે તે પથ્થર જો આપ હટાડશો તો આપને એક પ્રાચીન સમયનું ગંગાજળનું કુંડ જોવા મળશે અને ખરેખર ચમાત્કાર સર્જાયો. કારણ કે ત્યાં ખરેખર ગંગાજળ નીકળ્યું. ભાઇશ્રીને બધી જ શકિતશાળી રહસ્યમયની ખબર હોય છે. ભાઇશ્રી આપના કરૂણારૂપી માઁ મેલડીની તપોભૂમિ હમલા મંજલ ગયા હતા ત્યારે ત્યાંના ભુવાજી શ્રી શુરાબાપા સાથે મુલાકાત કરી ત્યાં બેઠક યોજાઇ હતી. ત્યાં પણ માઁ અવતાર ધારણ કરી ત્યાંની પરિસ્થિતિની બધી જ હકીકત પ્રકટ કરી હતી અને આજુબાજુના ગ્રામજનોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ત્યાંના માઁ મેલડીના મહાન ભુવાજી શ્રી શુરાબાપા પણ ભાઇ જેમ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેઓ પણ દીન—દુઃખીયાની ઘાતક સમસ્ય દૂર કરવા તત્પર રહેતા હતા.

આવા સદ્‌પુરૂષનું તાજેતરમાં જ ૨૧.૦૪.૨૦૦૬ શુક્રવારે અવસાન થયું. તેઓ ૭૯ વર્ષની ઉંમરે ઘણી સેવા પ્રદાન કરી સ્વર્ગસ્થ થયા અને મેલડી પરિવારમાં અત્યંત શોક અને વિષાદકારની લાગણી સર્જન થઇ.પરમેશ્વર તેઓને પુનર્જન્મ આપી ધરતી પર સેવાકાર્ય માટે મોકલે!
ભાઇશ્રી ગમે ત્યાં જતા હતા, કોઇપણ પવિત્ર ધામમાં જતા હોય ત્યાં દરેક પરિસ્થિતિ અવલોકી અર્થઘટન કરે છે. તેઓને દરેક પવિત્ર સ્થળના મહાપર્વમાં સ્થાન મળે છે. દેવી—દેવતાઓ તેઓનું માઁ સ્વરૂપનું ભવ્ય દર્શનથી પ્રસન્નીત થઇ જાય અને આવા પવિત્ર ધામથી તેઓને બોલાવો આવી જાય છે.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો