• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

ભાઇશ્રીના આશીર્વચન (અમૃતવાણી)

આશીર્વચન એ સત્કર્મ અને શુભસંકેતની કાર્યપ્રણાલી છે. આ સત્ય પ્રગટાવે છે. ભાઇશ્રી જે આશીર્વચન આપે તે માતાજીની દૈવી સત્તાની આજ્ઞાથી માઁ મેલડીને કોઇપણ પ્રસંગ પ્રગટાવે તે પ્રમાણે આશીર્વચન પ્રતિપાદીત કરે છે. ભાઇશ્રી કુદરતનું હ્રદય રૂપી વનમાં બારેમાસ માઁ ભકિતની વસંત ખીલાવે છે. ભાઇશ્રીનું આશીર્વચન, સાકાર વ્યાપક અને સ્વરૂપાત્ક છે. તેઓ તેમાંથી વિવિધ લીલાઓ આ જગતમાં પ્રગટાવે છે.
સાકારવાદી ભકત હંમેશા પ્રભુ નિકટ હોય છે અને તેઓ દિલ અને પ્રેમભાવપૂર્વક પરમેશ્વર પ્રિત્યર્થે સત્કર્મો કરતા હોય અને તેઓ ભગવાન કે માતા પાસે માંગતા હોય તો સદ્‌ગુણોની સંપત્તિ. ભાઇશ્રી ભાષાની સાદગીથી સુરેખ સંકલન કરે છે ધિક્કાર, તિરસ્કાર, અજ્ઞાનતા અને જડ માન્યતાઓને ઉખાડી નાંખે છે અને દિશાહીનોને ભયની ઘંટડીનો સંકેત આપી તેઓને સંઘર્ષયાત્રામાં સુયોગ્ય પથ પર ચલાવે છે.
ભાઇશ્રી ભકતજનોની સંઘર્ષની દાસ્તાન જોઇ વિશ્વપ્રેમની ભાવના નિર્માણ કરે છે. ભાઇશ્રીના મતે ભકતજનો માટે અને તેઓની ભકિત આરાધના માટે માઁ મેલડી પૂજા અત્યંત ભાવપ્રધાન માર્ગ સમજે છે. તેથી જ તેઓએ આશીર્વચન કર્યુ છે કે માઁ મેલડી દેશ—વિદેશમાં ભજવામાં આવશે તે માટે ઘણા નયનરમ્ય કરૂણારૂપી માઁ મેલડીના મંદિરો નિર્માણ થશે જેવા કે આજે પરોલી ધામમાં છે કે જે દસ વર્ષ પુર્વે એક ઝુંપડુ હતું. જ્યાં ભકિતભાવ છે ત્યાં માઁ વિરાજમાન થઇ નવમંદિરનું નિર્માણ થાય છે અને માઁ મેલડી સુંદર રૂપ નીખારો ત્યાં વસી જાય છે અને શ્રધ્ધાળુઓ અને મહિમાવંતોનું સર્જન કરે છે. ભાઇશ્રીએ આપેલ વચન મુજબ દેશ—વિદેશમાં સેકડો નાના—મોટા મંદિરો ઉભરાશે. આજે હાલમાં બોડેલી, ગોધરા, સુરત, નવસારી, ડીસામાં રાજ રાજેશ્વરી મેલડી માઁ ના રમણીય મંદિરો આવેલા છે.
દુનિયા નિરાશાના અંધકારથી ઘેરાયેલી છે. દરેક સ્થળે હાહાકારનું સર્જન થયું છે. જીવન તિરસ્કારયુકત લાગે છે. જીવનની સંઘર્ષ યાત્રામાં ક્રોધ, ભય, શોક, અતિલોભ આ કુતત્વો સર્વ દુર્ગણોની જનની છે. તેથી જ આ બાબતનો સામનો કરવો પડે છે. પણ શુભ કામનાની દેવી માઁ મેલડી બુટીયા પર આરૂઢ થઇ મદદરૂપી થાય છે જે જે માઁ ના ભાવલીન મહિમાવંતા શ્રધ્ધાળુઓ માઁ ને ભજે, માઁ ના ગુણગાન ગાય. આવા ભકતો માટે ભાઇશ્રી માઁ મેલડી પાસે આકુળ થઇ તેવા ભકતોનું જીવન સાર્થક થાય તેવું વરદાન માંગે છે.
મહાપુરૂષ મન, વચન અને કર્મમાં એકરૂપ હોય છે, ત્યારે દુષ્ટ માણસ મન, કરણી અને કહેણીમાં કદરૂપ હોય છે. માઁ મેલડીના જ્યાં જ્યાં ભકતો છે ત્યાં ત્યાં મુલાકાત લઇ તેઓ અલૌકિક લીલાઓ દર્શાવી શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડીના મંદિરો નિર્માણ માટે તત્પર રહે છે. માઁ ના મહિમા જોઇ, સાંભળી સર્વે ભકતો ભાઇશ્રીને બિરાદે છે. ભાઇ તથા માઇના ભવ્ય દર્શન માટે ઉમટી પડે છે. શ્રીમતી—ગરીબ, દિશાહિન નિર્દોષ અપરાધી, સજ્જન—દુર્જન, પવિત્ર—કલંકીત, સંસ્કારી—અસંસ્કારી જનતા માટે ભાઇશ્રી એક આધારશીલા બની ગયા છે અને આ મહામાનવ, મહાત્મા તેઓને ઉન્નત્તિના શિખરે પહોંચાડે છે.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો